________________
પ્રસ્તાવના
( ડૉ. હર્મન જેકેબી )
ઘણા વર્ષો ઉપર 3. હર્મન જેકબીએ “ કલ્પસૂત્ર ” વિષે લખેલી આ પ્રસ્તાવના ઐતિહાસિક શેધકો અને વિચારોને માર્ગદર્શક થઈ પડશે એવી આશાથી અહીં પ્રગટ કરવામાં આવે છે. ડે. હર્મન જેકેબીએ જે કે
હોટેભાગે ઐતિહાસિક દૃષ્ટિને જ આમાં પ્રાધાન્ય આપ્યું છે, અને વખતના વહેવા સાથે જેમ જેમ નવાં પ્રમાણ મળતાં ગયાં તેમ તેમ તેમણે પોતાની માનીનતા અને નિર્ણયોમાં પણ આજ સુધીમાં ઘણા ફેરફાર કર્યા છે, છતાં તેમને મૂળ ગ્રંથ આજે દુર્લભ થઈ પડેલો હોવાથી અને ઘણા વિદ્વાને તથા વાચકોને તો તે વાંચવાની તક પણ નહીં મળેલી હોવાથી તેમાંની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અહીં ઉધૃત કરીએ છીએ.
પ્રો. જેકેબીના નિર્ણયો અક્ષરશઃ અમે માન્ય રાખીએ છીએ એમ માની લેવાની ભૂલ તો કોઈ નહીં જ કરે. તેમને તુલનાત્મક અભ્યાસ અને ઐતિહાસિક સત્યને બની શકે તેટલી ઝીણવટથી તારવી કાઢવાને અધ્યવસાય ખરેખર ઉપાદેય અને અભિનંદનીય છે. જૈન વિદ્વાન અને સાક્ષરેને એકી સાથે કલ્પસૂત્ર અને તેના પરની ડી. જેકોબીની પ્રસ્તાવના વાંચવાની માથી અનુકૂળતા થશે.
મહાવીર-નિર્વાણના સમયનું નિરૂપણ કરતાં પહેલાં આપણે શરૂઆતમાં એ તપાસ કરીએ કે જેનધર્મ અને બૌદ્ધધર્મ અને સ્વતંત્ર ધર્મો છે કે એક બીજામાંથી નીકળેલા છે ? જે યુરોપીય વિદ્વાનોએ આ વિષય ઉપર આજ સુધીમાં લખ્યું છે, તે સઘળા સામાન્ય રીતે ઉપર દર્શાવેલા બીજા મતને સ્વીકારવાનું પિતાનું વલણ બતાવે છે. કેલિબૂક (Colebrooke) મહાવીરને ગૌતમ બુદ્ધના ગુરૂ તરીકે માને છે, અને તે પ્રમાણે માનવાનું કારણ કે એ બતાવે છે કે મહાવીરને એક ઇન્દ્રભૂતિ નામને શિષ્ય ઘણું