________________
ર
"
વાર ગૌતમસ્વામી અથવા ગૌતમ નામે ઓળખાય છે. પ્રિન્સેપ (Prinsep) અને સ્ટીવન્સન ( Stevenson ) એ એ વિદ્વાના તેનાજ અભિપ્રાયને સ્વીકારે છે, અને થાડાજ સમય અગાઉ, મિ. એડવર્ડ ચેામસે ( Mr. Ed. Thoma、 ) પણ તેજ મતનુ પુનઃ પ્રતિપાદન કર્યું છે. પ્રેમ. વેબર (Prof. Weber) પેાતાના શત્રુજય માહાત્મ્ય ( · Ueber das Gutrunjayamahatmya ') ઉપરના નિબંધમાં કાલØકની કલ્પનાને ભ્રાંતિપૂર્ણ સિદ્ધ કરે છે અને લખે છે કે, ઇન્દ્રભૂતિ તે ગૌતમમ્રુદ્ધની માફક ક્ષત્રિય નહીં પણ બ્રાહ્મણ જાતિના હતા. તેનુ ગાત્ર ગૌતમ હાવાથી તે એ નામે પશુ ઓળખાય છે. પરંતુ એટલા ઉપરથી તેની ગૌતમબુદ્ધની સાથે એકતા કરવી તે પ્રગટ ભૂલ છે. જો ઇન્દ્રભૂતિએ વિરાધી મત સ્થાપવાને વમાનના ધમ માના ત્યાગ કર્યાં હોત, તે। મહાવીરનિર્વાણુ બાદ થોડા વખત પછી રચાએલા જૈન સૂત્રામાં વારવાર તેના સંબંધમાં જે આદરભરેલા ઉલ્લેખા કરવામાં આવ્યા છે તે કદાપિ ન કરવામાં આવત. અલ્કે તેથી ઉલટું, મહાવીરના પ્રિય શિષ્ય હેાવા છતાં બને તેટલી રીતે તેની નિદાજ કરવામાં આવી હાત.” કારણ કે સૂત્રેામાં સ્પષ્ટ રીતે કથન છે કે મહાવીરના જમાલિ નામના ભાણેજે ધર્મભેદ કર્યાં હતા; તેમજ ભગવતી સૂત્ર ( સય ૧૭ ) માં મહાવીરના બીજા શિષ્ય મકખલિપુત્ત ગેાસાલના ઉપર પણ ફૂટ રીતે આક્ષેપા કરેલા જોવામાં આવે છે. ( સાથે સાથે કહી જઉં છું કે આ મખલિપુત્ત ગેાસાલ તે પાલિસૂત્રેામાં નિર્દિષ્ટ મખલિગેાસાલજ છે. તેને તે સ્થળે છ તેથિકામાંના-પાખ`ડમતાવલબએમાંના એક તથા બુદ્ધમતના વિરોધી તરીકે ગણાવ્યા છે. )
* ઇન્દ્રભૂતિના સંબંધમાં જે એક દંતકથા પ્રચલિત છે. તે ઉપરથી ઇન્દ્રભૂતિ તેમના ગુરૂ ઉપર કેટલા અનુરક્ત હતા તે સ્પષ્ટ થાય છે. મહાવીરના દેહત્યાગ વખતે તે ગેરહાજર હતા. જ્યારે તેમણે સ્થાન તરફ પાછા ફરતાં પેાતાના પૂજ્ય ગુરૂના અણધાર્ચા અવસાનના સમાચાર સાંભત્યા ત્યારે તેઓ અત્યંત રોાકગ્રસ્ત બન્યા હતા. પછીથી તેમણે પ્રબુદ્ધ થઇ જોયું કે એક અ ંતિમ અવથિક બંધન, કે જેનાથી તે સંસારબદ્ધ હતા, તે ખીજુ કાંઇ નહીં પણ તેમના ગુરૂ પ્રત્યેના તેમના પ્રબળ પ્રેમભાવ હતા. પછી તેમણે તે બંધનને સ`થા છેદી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું
હતું.