________________
(૧૫) કામ કરનાર, લડાઈમાં ભાગ લેનાર, આવા વર્ગના લોકોને આ જૈન સિદ્ધાંત અનુકૂળ ન લાગવાથી તે સંપ્રદાયમાંથી નીકળી હિંદુ ધર્મમાં પ્રવેશ્યા. જેના સિદ્ધાંતોમાંના બર્ફિલાના તત્વજ્ઞાનને પૂરેપૂરા સમજી તેનું ચુસ્ત રીતે પાલન કરનારે વર્ગ બાકી રહ્યો. તેમની ફરજ પ્રજાને જોઈતી વસ્તુ જ્યાં થતી હોય ત્યાંથી લાવી તેમની પાસે મૂકવી, અને તેમની પાસેની ઉત્પાદન થયેલામાંથી વધારાની હોય તો જયાં તેની કીસ્મત વધુ સારી મળતી હોય તેવાં સ્થાન શોધી ત્યાં જઈ વેચી આપવી, આવા વ્યવહારનો “સેવા ધર્મ” સ્વીકાર્યો. વ્યવહાર શબ્દને માટે સંસકૃતમાં વાળિ શબ્દ છે. વાગ્યે જે કરે તે વળr: કહેવાય. એ વાળા સંસ્કૃત શબ્દ ઉપરથી પ્રાકૃત ભાષામાં વાણિઆ કહેવાવા લાગ્યા. ઉત્તર હિંદમાં વાણિઆને “બનીઆ” અને મહારાષ્ટ્રમાં તેમને “વાની” કહે છે આવી રીતે વ્યવહારિઆ તે વાણિઆ એવી એક જાત જુદી ઓળખાઈ. નાનામાં નાના ગામડામાં ખાધ વસ્તુઓ વેચનાર અને તેમની પાસેની પાકેલી વસ્તુઓ પિકી જરૂરિઆત કરતાં વધુ હોય તો બીજે ગામ કે શહેરમાં. લઈ જઈ વેચી આપનારથી શરૂ કરી કણીઆ, કંઈ, કાપડીઆ, ગાંધી, ઘીયા, તેલી, તંબળી, નાણાવટી, શરા, ચેકસી, ઝવેરી, વિગેરે આ દેશમાં અને પરદેશમાં વસ્તુઓની હેરફેર અને આપલે કરે તે સઘળા વ્યવહારિઆ કે વ્યાપારી તે બધા વાણિઆ ગણાયા. આ જાતિને મુખ્ય ઉદ્દેશ્ય, પ્રજાની સગવડ સાચવી દેશ પરદેશમાંથી અગર એક ગામથી બીજે ગામ અગર ગામમાં પણ એક ઘેરથી બીજે ઘેર જોઈતી વસ્તુની હેરફેર કરે, લાવી આપી સેવાપર્મ બજાવ એ છે. વાણિઆ શખ ધંધો સૂચક છે કાળક્રમે તે શબ્દ જાતિ સૂચક થઈ ગયો. તે સમયની પ્રજાને જીવન વ્યવહાર ચલાવવામાં આ વર્ગ બહુ ઉપયોગી થયાથી પ્રજા પણ તેમની કદર કરવામાં પાછી પડી નહોતી. બ્રાહ્મણોને તેમની સેવાના બદલમાં
મઠ્ઠારાગ” અને ક્ષત્રીઓને રક્ષણ કરવાના બદલામાં “”ની પદવી આપી તેવી રીતે પ્રજાએ આ વણિકને “શાહુકાર” “શ્રેષ્ઠ” ઉપરથી “શેઠ” મહાજન એ પદવીઓ આપી. તે સમયે પ્રજાની સેવા કરનારને પિતાની તથા પિતાના કુટુંબની આજીવિકાની ફિકર નહોતી. તેથી નિષ્કામ કર્મ વડે સેવા કરતા. તેમાં તેમને પૂરે સંતોષ થાય એટલે બદલે માનભેર મળતે. એ આ ઔદાર્ય સમય હતો. જેથી સેવક એટલે સેવા કરનાર અને સેવ્ય એટલે સેવા લેનાર બને કુટુંબી જન પેઠે હળી મળી આનંદથી રહેતા. આ સમય આજથી એક હજાર વર્ષ પહેલાંને છે: ધીમે ધીમે તે સમય બદલાય છે. કાળક્રમે અનેકાનેક અનિષ્ટ કારણોને લીધે સેવ્ય પ્રજા સંકુચિત હૃદયની થઈ તેમ તેમના સેવકમાં પણ અસંતોષે વાસ કર્યો. તેઓ લોભી થયા તેથી પ્રજા અને તેમના સેવકેની મહત્તા તથા કર્તવ્ય નિષ્ઠામાં ઘણું ઉણપ આવી ગઈ છે.