________________
આજુબાજુનું “કલ્પગ્રામ” કે “રૂદ્રપુરી” કબુલ કરવું રહ્યું. એ ગામને કાળે કરીને નાશ થશે. ત્યાંની વસ્તી વેરવિખેર થઈ ગઈ. જેને જ્યાં ફાવ્યું ત્યાં જઈને વસ્યા. આ પદ્ધતિ કુદરતી જ છે. કેઈપણ મૂળ સ્થાન ધરતીકંપના આંચકાથી, મહામારી ( કોલેરા) જેવા જીવલેણ રોગના જબ્બર સપાટાથી, જળ, અગ્નિ, વાયુ, વિજળી આદિ ભૌતિક શક્તિઓના અતિ ભયંકર તેષાનેથી, પરદેશી અને પરધમ રાજાઓના સતત હુમલાથી, પિતાના સ્થાનના રાજાના અમાનુષી વર્તનના જુલમથી એવાં એવાં અનેક અનિષ્ટ કારણે પૈકી કઈ કઈ કારણેના ભંગ બની તેની સામે ટકી રહેવાની અશક્તિએ લાચાર બની મુળ સ્થાનની વસ્તી પિતાના જન્મસ્થાનમાંથી હિજરત કરી અનુકુળ સ્થળે જઈ વસે છે. તે ન્યાયે વગામની વસ્તી એક કે અનેક કારણોએ સ્થાનભ્રષ્ટ થઈ. મુળ સ્થાનની નજીકમાં તે સમયે માનપુર શહેર આબાદી અને સગવડવાળું સ્થાન હતું. તેથી આપણું નીમા વણિકે અને તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણે સાથે મેહનપુરમાં જઈ વસ્યા. ત્યાં ઠરીઠામ પડતાં એક બે સૈકા લાગ્યાં હશે. કેટલાક જથા આજુબાજુના ગામડાંમાં જઈ વસ્યા. નીમા વણિક સાથે કામમાં રહેનારા હરોળા વણિકે એ નજીકમાં વસી હરળ વસાવ્યું. આ મહત્વપુરને નાશ બારમા સૈકામાં કે તેની આસપાસ માજુમ નદીના જળપ્રલયના લીધે થયે. તે વાતને આઠસે વર્ષ થયાં છે. ત્યારે હાલમાં પચીસ વર્ષ ઉપર એ માજુમ નદીના પેટાળમાંથી બે પુરાવા મળી આવ્યા છે. માજામ નદીની ભેખડમાંથી એક તામ્રપત્ર જડયું છે. તે અગીઆરઓંની સાલ પછી એટલે બારમા સૈકાને લેખ છે. તેમાં મેહનપુરના રજપૂત રાજાએ કઈને દાન ને એ તામ્રપત્ર છે. તે તામ્રપત્ર સરકારી ખાતાના પુરાતત્વ ખાતામાં
કહ્યું છે. એવું તે સમયના વર્તમાન પત્રેથી જાણ્યું છે. બીજો પુરે એ નદીના ધરામાંથી ત્રણ દેવની મુર્તિએ નીકળી છે. તેનું વર્ણન “શામળાજી” નામની પુસ્તિકામાં સાક્ષર શ્રી રમણલાલ સોનીએ કર્યું છે. તેની નકલ પરિશિષ્ઠ નં. ૨ માં ઉતારી છે. મેહનપુરની પડતી સમયે નજીકના વ્યાપારી મથકેમાં કપડવંજ અને ચાંપાનેર એ બે શહેર આપણું નીમા વણિકને મળ્યાં. મોહનપુરથી ખસતા ખસતા બારમા સૈકાના ઉતરાર્ધ અને તેરમા સૈકાની શરૂઆતમાં કપડવંજ અને ચાંપાનેરમાં નીમા વણિકે આવી વસ્યા. અહીં કપડવંજ તે સમયે રાહના આરે રજપુત ઠાકરનું ગામ હતું તેના ઉપર રાધનપુરના બાબી નવાબે હુમલો કરી કપડવંજને રંજાડ કરી. તે પહેલાં રાહના આરે કપડવંજ સારૂં સમૃદ્ધિવાનું અને જૈન સંપ્રદાયી શ્રાવકમાં ગોવર્ધન શ્રેષ્ઠિ અને તેમનાં વંશજેથી શેભી રહેલું હતું એવું “કપડવંજ નિબંધ” આપણને માહિતિ આપે છે. તે અરસામાં વિ. સં. ૧૧૩૫ માં ૧૪ પુર્વના ટીકાકાર અને મહાન આચાર્ય શ્રી અભયદેવ સુરીશ્વર કપડવંજમાં કાળધર્મ પામ્યાને ઈતિહાસ