________________
છે. મહાન આચાર્યનું સમાધિસ્થાન રોહના આરાના કપડવંજમાં નહી કરતાં હાલના . વસેલા પડવંજ ભણીના કાંઠે કરેલું હતું. કપડવંજ વિશા નીમા મહાજન જ્ઞાતિએ પિતાના જ્ઞાની આચાર્ય શ્રી અભિદેવ સુરીશ્વરજી ઉપરના ભક્તિભાવથી, તેઓશ્રીના સ્મરણ ચિહ્ન તરિકે ઢાકવાડીમાં પંચના ઉપાશ્રયે તેમનાં પગલાં સ્થાપન કરી દેહરી બનાવી છે. આ રાહના. આરાવાળા કપડવંજમાં આફતના ઓળા ઉતર્યા ત્યારે એજ રાધનપુરના નવાબના જનાનખાનાનાં “લાડણી બીબી” નામે બેગમ કેઈ અજ્ઞાત કારણે આ કપડવંજ આવ્યાં અને અહીં સેલંકી સિદ્ધરાજે બંધાવેલાં જળાશય અને ખુશનુમા હવા અને હરિયાળી જમીન દેખી હાલની જગાએ કપડવંજ વસાવવાની ઈચ્છા કરી. આ બેગમને આપણા નીમા વણિકેએ નાણાં અને સલાહની મદદ આપી અને તે કપડવંજમાં સ્થીર થઈને રહ્યાં. (જુઓ પરિશિષ્ઠ નં. ૨) આ સમયે તેરમા સૈકાની શરૂઆતનો હોય એમ જણાય છે. તે સમયે ગુજરાતમાં વાઘેલા વંશના રજપૂત રાજા અને તેમના જૈન પ્રધાન વસ્તુપાળ તેજપાળ રાજય કરતા હતા. વડા પ્રધાન વસ્તુપાળે પિતાની પાસેની દ્રવ્ય સંપત્તિ આબુ પર્વત ઉપર અલૌકિક દેવાલ બાંધી ખચી. એ દેવાલયે એટલાં ભવ્ય અને વધારે સંખ્યામાં બંધાવ્યાં કે તે જગાને “દેવાલય વાડી” કહેવાવા લાગ્યું. હાલ આબુપર્વત ઉપર “દેવળવાડા” નામે ગામ છે. આ બધાં દેરાસરમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવા મહોત્સવ કર્યો અને તેમાં ગુજરાતના સઘળા જૈનેને નોતર્યા. ત્યાં સંઘને જમણ અને જાણ વિગેરેથી સત્કાર્યા. આ સંઘમાં કપડવંજમાંથી અને તે સમયના ચાંપાનેરમાંથી આપણા નીમા વણિકે ગયા હતા. ત્યાં કઈ અનિચ્છનીય કારણે સઘળી વણિક કેમમાં હા અને વીરા એવા બે ભેદ પડ્યા. તે બીજી બધી વણિક નાતેની સાથે આપણું નીમા વણિકેએ પણ એ બે ભેદ સ્વીકારી પિતાને વતન પાછા આવ્યા. હાલના કપડવંજમાં બધા વિશા નીમા વણિકો છે. કઈ પણ વર નીમાની વસ્તી નથી. એ એને સબળ પુરાવે છે. ચાંપાનેરના નીમા વાણિઆઓનું પણ તેવું જ હશે. કારણ કે ચાંપાનેર ભાંગ્યા પછી ત્યાંથી હીજરત કરી ગોધરા, વેજલપુર, કપડવંજ ઈત્યાદિ સ્થળે ભાગી આવેલા નીમા વણિકો ઘણે ભાગે વોશા છે ને તે શ્રાવક છે. આ સમય વિ. સં. ૧૨૫ ને છે. એટલે તે વાતને સવા સાત વર્ષ વીતી ગયાં છે. આથી સિદ્ધ થાય છે કે તેરમા સૈકાની શરૂઆતમાં હાલમાં કપડવંજ જે જગાએ છે તે જગાએ વશાનીમા વણિકે આવી વસ્યા છે. એ
આવનારા જથામાં રહીઆ ગાંધીના વડવાઓ અને દેવચંદ માધવજીના વડવાઓ • આવ્યાનું ચોક્કસ મનાય છે. ઢાકવાડીમાં જ્યાં દેવચંદ માધવજીના વંશજોનાં હાલમાં - મકાને છે તેની નજીક તે સમયના નીમા વણિકોએ ઉપાશ્રય બંધાવેલ જે હાલમાં તેને પંચનો ઉપાશ્રય કહે છે...એ. ઉપાશ્રય. આજથી સાતસે વર્ષ ઉય બધાને