________________
પ્રમાણમાં વિશાળ છે. શ્રી શામળાજી પ્રભુની યુતિ પણ જૂના કાળની હોઇ હાલની દેવ મુર્તિઓ કરતાં વિશાળકાયના છે. આથી પણ સિદ્ધ થાય છે કે એ સ્થળ ઘણું
પુરાતની છે. તળાવમાંથી એટલે ખેતરમાંથી હળની અણી મુર્તિને લાગી તેની 'નિશાની તરિકે હજુ પણ મુર્તિની પીઠમાં ખાડો મોજુદ છે. આ મુતિને ખેડુતે ઝુંપડીમાં રાખી તેને જેમ આવડી તે પ્રમાણે મુર્તિની સેવા પુજા કરી. આથી કહે છે કે ખેડુતની આર્થિક અને સાંસારિક સ્થિતિ સુધરતી ચાલી. તે વાતની તેના શાહુકાર હસેલા વાણિઆ જે નજીકના ગામડામાં રહેતા હતા, તેમને ખબર પડી, તેથી તે વણિક ગ્રહ શામળાજી ગામમાં અમુક સ્થળે પિતાને ખર્ચે નવું "દેવળ બંધાવી આ મુર્તિની સ્થાપના કરી તેના યજન, પુજન, ભોગ સામગ્રીને પિતના ખર્ચે બંદેબસ્ત કર્યો. કારણ કે શ્રી શામળાજી દેવ જેમ નીમા વણિક * મહાજન અને ઔદુમ્બર બ્રાહ્મણોના કુળદેવ છે તે મુજબ હરસેળ વાણિઓ અને હરોળા બ્રાહ્મણ તથા ઝાળા વાણિઓ ને ઝાળા બ્રાહ્મણના પણ કુળદેવ છે એવું હરિશ્ચંદ્ર આખ્યાનની હસ્ત લીખીત પ્રતમાંથી મળી આવે છે. એ મંદિર બંધાવી તેમાં શામળાજી પ્રભુજીની મુર્તિની પ્રતિષ્ઠા કરી તે વાણિક ગૃહસ્થના વંશજે ' હાલ હયાત છે. તે શામળાજી ગામથી ત્રણેક ગાઉ દુર સરડોઈ ગામમાં રહે છે. તે કુટુંબ સંતતિ અને સંપત્તિમાં સાધનસંપન્ન અને સુખી છે. એ હરોળા વણિકના દેવળમાં એક વર્ષ ગાળ્યા પછી ઈડરમાં જોધપુરના રાડેડ રજપૂતને તથા બીજી હિંદુ પ્રજાને તે સમયના વિધમી મુર્તિ ભંજકેથી દેવસ્થાનનું રક્ષણ કરી શકે તેવા વિશ્વાસ અને મનોબળ સાંપડયાથી સંવત્ ૧૭૧રમાં હાલના મંદિરમાં હાલની મુતિની આજુ બાજુથી બ્રાહ્મણ સમુદાયને નેતરી શાસ્ત્ર વિધિ અનુસાર પ્રાયશ્ચિત વિધિ કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવ મુર્તિની સ્થાપના કરી. આ બનાવને ત્રણ વર્ષ થયાં. આ બાબતને શિલાલેખ મંદિરના પ્રવેશ દ્વારમાં પિસતાં ડાબી બાજુએ વાદળી રંગનાં પત્થર ઉપર કોતરેલે છે. તે લેખ વિ. સં. ૧૮૧૮માં લખાયેલ છે. પરંતું તેમાં વિ. સં. ૧૭૧રમાં મંદિર સમરાવ્યું, ચકખું કરાવ્યું ને દેવની
પ્રતિષ્ઠા જોધપુરના રઠોડ રાજાના ભાયાત કરી છે. તેમનું તથા તેમના વંશવેલાનાં * તથા સગા સંબંધીઓનાં નામ છે. મંદિરના દરવાજા આગળના હાથી અને 'દરવાજાની અંદર પિસતાંજ દિવાલ આગળ આરસના બે ચેપદાર રાઠેડી પહેરવેશમાં
બનાવી દિવાલમાં દાખલ કર્યા છે. એ ચારે મુર્તિઓ જોતાં સં. ૧૭૧૭માં પણ ' સલમાં કેટલી ભવ્ય કારીગરી હતી તે જણાઈ આવે છે. "
- ઈડરના રાઠોડ રાજાએ આ દેવસ્થાનના પુજન-જન અને બીજી સેવા વિગેરેના ખર્ચ માટે ત્રણ ગામ જુદાં કાઢી મંદિરનો વહીવટ એક બારેટને મેં હતો. ભગવાનની સેવા પુજા દુમ્બર બ્રાહ્મણને સંપી હતી. પરંતુ કાળક્રમે દરેક