________________
૩૧૫
!
કપડવણજના વીશાનિમા જ્ઞાતિના ભૂતકાળમાં બનેલા કેટલાક પ્રસગા જે આ ચાપડીમાં દાખલ કરવા રહી ગયા છે તેનું સંક્ષિપ્તમાં વર્ણન આ નીચે આલેખવામાં આવ્યુ' છે.
પ્રથમ આપણી જ્ઞાતિના સર્વથી આગળ પડતા કુટુંબની વાત લઇએ. શેઠ શામળભાઇ નથ્થુભાઈ, શેઠ મીઠાભાઇ ગુલાલચંદ તથા રોઢ કેવળભાઇ જેચંદભાઇ આ ત્રણે ધરનાં નામ આજની વમાન પ્રજાને પણ સાંભળવામાં આવે છે. આ ત્રણે નામ શે! હીરજીભાઈ અંબાઈદાસના વેલામાંથી, એટલે કે એકજ વંશના પુત્રા હતા. શેઠ હીરજીભાઇને એ દીકરા હતા. એક શેઠે કરસનદાસ અને ખીજા શેડ ગુલાલચંદ કે જેને વિસ્તાર આજસુધી ચાલ્યા આવ્યા છે. ત્રીજા દીકરા શેઠ વૃંદાવનદાસ કરીને હતા પણ તેઓ માત્ર નાની ઉમ્મરેજ સ્વર્ગવાસ પામેલા. શેઠ કરસનદાસના વશમાં એ પુત્ર હતા શેઠ વૃજલાલભાઈ અને શેઠ મેાતીચ ંદભાઈ અને તેએ શેઠ વૃજલાલ મેાતીચ'દના નામથી કામ કરતા હતા. તે નામ ઘણું જાણીતું આજે પણ ઘણાંએને યાદ છે. શેઠ વૃજલાલભાઇના કુટુંબમાં, શેઠ જયચંદભાઈ પછી શેઠ કેવળભાઈ પછી શેઠે પ્રેમાભાઇ પછી શેઠે જેસીગભાઇ એમ ઊત્તરાઊત્તર દીકરા થયા. શેઠ જેસીગભાઇને પુત્ર સંતાન ન હેાતું પણ એ પુત્રીએ છે, જે એક વ્હેન નીર્મળા મ્હેન કે જેનુ લમ દેશી કસ્તુરલાલ નગીનભાઈ સાથે કરેલ છે અને ખીજી દીકરી વ્હેન યશેાધરા કરીને છે . તેનું સગપણુ ભાઇ કાન્તીલાલ ચુનીલાલના દીકરા ભાઈ બાબુભાઈ સાથે કરેલ છે. પુત્ર સતતિના અભાવે સૌ. વ્હેન નિર્મલા હેનના દીકરા ભાઈ દીનેશને દત્તક લેવામાં આવ્યા છે. જેથી તેએનુ નામ ભાઇ દીનેશચંદ્ર જેસીગભાઈ રાખવામાં આવેલ છે, જેઓ હાલ અભ્યાસ કરે છે. આ રીતે શેઠ શ્રી વૃજલાલ ભાઈને વંશવેલા ચાલુ છે એમ કહીએ તેા ચાલે. શેઠ મોતીચ ંદભાઇને ત્રણ દીકરા હતા પણ તેઓ બધાજ નિસંતાન સ્વર્ગવાસી થયેલા હેાવાથી તેમનેા વંશ આજ ચાલુ નથી પણ તે ભાઇઓમાં એક ભાઈ લલ્લુભાઈ કરીને હતા, તેમનાં વિધવા બાઈ માણેક શેઠાણી બહુજ બુધ્ધિશાળી અને દિદૃષ્ટિ વાળાં હતાં. તેઓએ પેાતાની પાસે જે કઇ પૂછ હશે તે બધીજ સારામાર્ગે અને કુશળતાથી વાપરેલી તેના પુરાવા આજે પણ છે. અનેેસરીએ દરવાજે એક માટી જબરજસ્ત ધરમશાળા ( તેની અદર આવેલા શ્રી નેમિનાથજીના દેરાસર સાથે ) તથા અનાથાશ્રમ, આદિશ્વરજીના દેરાસર સાધવિજીનો ઉપાશ્રય, આજ પણ માજીદ છે. સદાવ્રત પણ આજ પાસેની ઠાકવાડીમાં ચાલુ છે. ઠાકવાડીમાં મોટી ધરમશાળા જમણવાર માટે વપરાય છે, તે પણ મેાજુદ છે. આટલું તો કપડવણજ તળમાં છે. વળી જ્યાં જ્યાં તેઓ ગયેલાં અને તકલીફ઼ા માલુમ પડી હશે ત્યાં ત્યાં ધરમશાળાઓ બંધાવેલી તેમાંની એક આજ કડી ગામમાં મેાજુદ છે. તેજ અરસામા શેઠાણી અમૃતભાઇ, શેઠ નથુભાઇ લાલચંદનાં વિધવાના બનેલા એક કિસ્સા રમુજી અને બુધ્ધિચાતુર્યની સાક્ષી સમાન છે તે જોઇએ. કહે છે કે તેએ એક વખત શ્રી સિધ્ધાચળજી જાત્રા કરવાં ગયેલાં અને મૂળનાયકજી શ્રી આદિશ્વર ભગવાનની સેવા પૂજાની ધમાલ જોઇ ઘણાં નારાજ થયાં, કારણ કે ધર્મકા ધક્કીમાં કોઈનાથી સેવા બરેોબર થતી ન હતી. તેમણે શાન્ત ચિત્તે વિચાર કરી આજ જે આપણે ચાંદીથી મઢેલી છતરી વિગેરે જોઈએ છીએ તેવી માટે તેમને વિચાર્યું અને તેવી જાતની વ્યવસ્થા પોતે પોતાના ખર્ચે કરી આપવા શેઠે આણુદજી કલ્યાણજીની પેઢી પાસે માગણી કરી. તે વખતના વહિવટદારાએ અમદાવાદના શેઠીઆએની મરજીને આધિન હાવાનું દર્શાવ્યું, જેથી શેઠાણી અમૃતંબાઈ નારાજ થયાં પણ હિમત નહિ હારતાં, પેાતે મિસ્ત્રીને ખેલાવી તેનું માપતાલ લેવડાવી અમદાવાદમાં કારીંગરા બેસાડી આખી છત્રી તૈયાર કરી ઉપર દાદાના દેરાસરની બહાર ચોકમાં પધરાવી ગયા અને પેઢીમાં ખબર આપી કે આપને યોગ્ય લાગે તેમ આને ઉપયાગ કરશેા. આને ઉયયેાગ બીજો શું થાય ? આ પવાસન બેસી ગયુ અને તેમની