________________
- -૧૭૫તેમની સાથે નેહસંબંધ બાંધી આર્થિક સહાય આપી; તેમના ચાલુ ખર્ચમાં કરકસર કરવાની શીખામણ આપી, તેમના મિત્ર બન્યા, અને તેમને મિત્ર બનાવ્યા. આમ કરવામાં આપણા વણિકેઓ (૧) ધન દોલતનું વ્યાજ અને આબરૂ તથા (૨) સુરક્ષિતપણું એ રીતે બે લાભ મેળવ્યા. અને વળી જે ભક્ષક હતા તે રક્ષક બન્યા. અને આગળ જતાં તેઓ આપણ નેકર થયા. અને બુદ્ધિમાન સાહસિક વણિકે તેમના શેઠ થયા. આજ સુધી માંડવાના મિઆને કપડવંજના રક્ષક તરિકેની રકમ રૈયત ઉપર કર નાંખી ભેગી કરીને આપતા. તે ઈ. સ. ૧૮૧૬ સંવત્ ૧૮૭રમાં કપડવંજ અંગ્રેજ સરકારના તાબામાં આવ્યું ત્યારે રૈયત ઉપરથી કર બંધ - કરી કેપેનશેશન તરિકે અંગ્રેજ સરકારે કપડવંજની સરકારી તિજોરીમાંથી આપી છે. (જુઓ પરિશિષ્ઠ નં. ૨ અથવા કપડવંજ શહેરનું ટુંકુ વર્ણન પૃષ્ઠ ૧૯)
આવી રીતે ગામને વ્યાપાર-રક્ષણ-ધર્મની જાહોજલાલી સાર્વજનિક સખાવતે તથા ગામને જોઈતી ઇતર સુખ સગવડે કપડવંજની વિશાનીમાની નાતે જેવી ને જેટલી પૂરી પાડી છે તેવીને તેટલી કપડવંજની બીજી કઈ નાતે પુરી પાયાનું જાણવામાં નથી. આ બે કુટુંબ ઉપરાંત બીજા જે જે કુટુંબે આવીને કપડવંજમાં વસ્યાં છે તે કુટુંબની સાધન સંપન્ન વ્યક્તિઓએ પિતાની યથાશક્તિ કપડવંજની સેવા કરવામાં કસર રાખી નથી. સઘળાઓએ એકમતે અને એક જુથે પિતાના કુટુંબની, નાતની ને ગામની સેવા કરી છે. આ બાબતમાં કેઈ અધિક ન્યુન નથી. માત્ર “લાલ ગુલાલ” અને વૃજલાલ મોતીચંદનાં પેઢીના શેઠીઆએ તે અપવાદ રૂપ હતા. સઘળા માળાના મણકાની સમાન સરખા પણ આ શેકીઆએ તે માળાના “મેળ” સમાન હતા. આ શેઠીઆ કુટુંબ માત્ર વિશાનીમાની નાતનાજ મેળ” સમાન હતા એમ નહીં પરંતુ આખા કપડવંજ કબાને અને તેની આજુબાજુનાં ગામડાંને એ નિરાધારના આધારરૂપ હતા. એઓની જોજલાલીના સમયમાં હાલના જે દાક્તરને ને દરદીને રાફડે ફાટી નીકળે નહોતે. લેકે મિતાહારી, સંયમી અને આરોગ્યવાન હતાં. છતાં આ શેઠીઆઓએ આયુર્વેદીક વૈદ્યોને વર્ષાસન બાંધી આપી તેમની પાસે દરને અસરકારક દેશી દવાઓ તૈયાર કરવાતા ને પોતાની પેઢી ઉપર જ રાખી મૂકતા. ગમે તે નાતને કે ગમે તે ધર્મને માણસ ગમે તે સમયે વૈદકીય સહાય માગવા આવતે તેને વિના મુલ્ય મળતી. તે સાથે કીમતી માત્રાઓ હિરણ્યગર્ભની ગોળીઓ જેવી કિંમતી દવાઓ સઘળા કપડવંજીઓને વિનામુલ્ય મળતી. કેટલાંક આબરૂદાર કુટુંબ નિરાધાર સ્થીતિમાં આવી ગયાં હોય તેમને ત્યાં કેઈ ન જાણે તેમ પિષણનાં સાધન મોકલાવતા. ઉઘાડી રીતે દેખાતા ગરીબ માટે અને વટેમાર્ગ તથા સાધુ સંત અને વૈરાગી વિગેરે માટે સદાવતે ચાલતાં. સારા