________________
પ્રથમ-શ્રીયુત માસ્તર મંગળદાસ સામળદાસ મહુધાવાળાએ તુલનાત્મક દૃષ્ટિએ જૈનધર્મ એ વિષય ઉપર ભાષણ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલના સંજોગો અને રાજદ્વારી વાતાવરણના અંગે ધાર્મિક લાગણીઓ શીથીલ થઈ ગઈ છે અને જે કંઈધર્મ થાય છે તે ફક્ત ક્રીયામાં જ થાય છે અને જ્ઞાનપૂર્વકની ભાવનામાં થતું નથી. આવી ધર્માધતા તજી દઈ સાચા સંસ્કારી બની, ધર્મ બાબતનું જ્ઞાન મેળવી, જ્ઞાનપૂર્વક ધર્મ આદરવાની પ્રત્યેકની ફરજ તરફ લક્ષ દેર્યું હતું.
ત્યારબાદ ગેધરાવાળા શ્રીયુત વાડીલાલભાઇએ પિતાનું અગત્યનું ભાષણ કર્યું હતું જેમાં ખાસ કરીને સંમેલન અને તેની કાર્યવાહીનું ખ્યાન પોતાની વ્યક્તિગત દષ્ટિ મુજબ સંમેલન સમક્ષ મુકયું હતું. વિશા નીમા જ્ઞાતીના સુધારા માટે ત્રણ ભાગમાં કાર્યક્ષેત્ર વહેંચવું જોઈએ,
આર્થિક, સામાજીક, ધાર્મિક . વળી સબજેકટસ કમીટી બાબત કેટલીક સુચનાઓ કરી હતી. (૧) દરેક વ્યક્તિએ પોતાને સુચવવાને સુધારે લેખીત ઠરાવના રૂપમાં આપણે જોઈએ અને તેને
કે આપનાર માણસોએ પિતાના તરફથી લેખીત ટેકે મોકલવો જોઈએ. (૨) આવા દરેક ઠરાવ ઉપર વિષયવિચારણી સમિતિ વિચાર કરે અને તેમાં જે કરો નક્કી થાય
તે ઠરાવ સંમેલનની બેઠકમાં મુકવામાં આવે. (૩) વિષયવિચારણ સમિતિનું પ્રેસીડીંગ બધું ખાનગી રહેવું જોઈએ. (૪) છેવટને નિર્ણય જે સ્વરૂપમાં સમિતિ નક્કી કરે તે સ્વરૂપમાં સંમેલનની જાહેર બેઠકમાં
દરખાસ્ત અને ટેકા સહીત મુકવામાં આવે અને તે દરખાસ્ત મુકનાર તથા ટેકે આપનાર
માણસે તે ઠરાવના સમર્થનમાં ભાષણ કરી શકે. (૫) આવી દરખાસ્તામાં સુધારા હોય તે સુધારા ઉપર પણ ભાષણ થઈ શકે અને જે આખરી
નિર્ણય થાય તે જાહેર સભામાં પાસ કરવામાં આવે.
આમ નકકી કરેલા ઠરાના અમલ માટે દરેક ગામના સભ્યોની કાર્યવાહક સમિતિ નીમવી અને બીજી એક તે ઠરાવોને પ્રચાર કરવા માટેની નીમવી. સંમેલનનું બંધારણ ઘડવા માટે એક કમીટી નીમવાનું પણ સુચવ્યું હતું.
તે પછી તેઓએ આર્થિક વિષય ઉપર બોલતાં એક વીશા નીમા જૈન બેંક કહાડવાની પણ ભલામણ કરી હતી.
વધારામાં આપણા ભાઈઓને ધધે લગાડવા બનતી મદદ કરી શકે તેવી એક કમીટી નીમવી. તેઓએ વધારામાં ધાર્મિક ક્ષેત્રમાં સમજણવાળું ભણતર અપાય તેવી સમજવાળા શિક્ષકે રાખવાની ભલામણ કરી હતી. સ્ત્રી કેળવણુ સંબંધી તેઓએ બહુ ભારપૂર્વક દરેકજણને પિતાની ફરજ સમજાવી હતી. વિધવાઓ