________________
નિવડે જુદીજુદી બે વ્યક્તિઓ હમેંશને માટે એક થઈ જાય છે. એટલું જ નહિં પણ તે વ્યક્તિઓનાં કુટુંબીજને પણ એકબીજા સાથે સંબંધથી જોડાઈ અરસપરસ સુખદુઃખનાં ભાગીદાર થાય છે. આ લગ્ન સંબંધ સરખી સ્થીતિવાળા અને જાણીતા લેકના સમુહમાંજ બંધાય છે. જ્યાં જ્ઞાતિભેદ નથી તેવાઓમાં પણ લગ્ન સંબંધ બાંધવાનું સ્થાન અમુક જથા કે સમુહમાંજ મર્યાદિત હોય છે. એટલે સઘળી પ્રજામાં લગ્ન સંબંધ એ સમાનતાની હદ નિશાન તરિકે આદિથી તે આજ સુધી ગણાતું આવ્યું છે. આથી અનુમાન થાય છે કે આ ગોઠવણ મનુષ્યની બનાવેલી નહીં પરંતુ કુદરતી પ્રેરણાથીજ નિર્માણ થયેલી છે. ' | ગૃહસ્થાશ્રમમાં લગ્ન સંબંધ બાંધવામાં પુરૂષો કરતાં સ્ત્રીઓને અભિપ્રાય બહુ આગળ પડતો હોય છે. એ સ્ત્રી વર્ગ છોકરા કરતાં છોકરીને “લગ્ન સંબંધ બાંધવામાં બહુ ઝીણવટ વાપરે છે. પિતાની દીકરી દરેક રીતે સુખી થાય એવી ઈચ્છા હોવાથી વરની ઉમ્મર, શારિરિક કે માનસિક કેલવણી વિષયક અને આરોગ્ય વિષયક સ્થીતિ, તથા ધન, વૈભવ, કુટુંબીજનેના સ્વભાવ અને સંસ્કૃતિ એ બધાં પિતા કરતાં વધારે અગર લગભગ પિતા જેવી સ્થીતિવાળાં હોય તેવા સાથે લગ્ન સંબંધ બાંધે છે. એવાં પિતાના સરખાં દરજજાવાળાં અગર લગભગ મળતાં આવતાં કુટુંબની તે લેકેને એટલે સ્ત્રી વર્ગને પરંપરાથી ખબર હોય છે. તેવાં કુટુંબમાંથી વરવાળા કન્યા પસંદ કરે છે. અને કન્યાવાળા વર પસંદ કરે છે. વળી હાલના વ્યકિત સ્વાતંત્ર્યના જમાનામાં આ પસંદગીમાં વર અગર કન્યા પણ પિતાને હિસો માગે છે. પણ તે અમુક કુટુંબ કે જે નેત્રના નામ વડે વહેંચાઈ ગયેલાં છે તેવાં ગોત્રોમાંથી પોતાના ગેત્ર સિવાય બીજા ગેત્રમાંથી કન્યા અગદ વરને પસંદ કરવાની વડિલે છૂટ આપે છે. અને તે રીતને “લગ્ન સંબંધ સુખકારી નીવડે છે. આ પ્રમાણે સમાનતાના અને જાણીતા લોકોને સમુહ તે જ્ઞાતિ. આ જ્ઞાતિને ખાસ ઉપયોગ “લગ્ન સંબંધ બાંધવાની હદૃ નિશાન. આ લગ્ન સંબંધને પ્રવાહ જ્ઞાતિમાંથી બાદ કરીએ તે જ્ઞાતિને પછી કે મહત્વને હેતુ રહેતું નથી. આ પ્રમાણે લગ્ન સંબંધ માટે જ્ઞાતિ અને જ્ઞાતિ માટે લગ્ન સંબંધ” એમ અરસપરસ એક બીજાની હયાતિ માટે સાંકળરૂપ બની રહી છે.
આધુનિક વિનાશક કેળવણીથી પિષાયેલા સ્વચ્છેદી, અસંયમી, અને ઉતાવળીઆ મગજવાળાં પુરૂષે આ જ્ઞાતિ પ્રબંધને પોતાની સ્વતંત્રતાની કે સ્વછંદતાની આડે આવનાર બંધનરૂપ માને છે. અને તેનાં ધારાધોરણે તથા તેની એટલે જ્ઞાતિની હયાતિ સુદ્ધાંતનું નિકંદન કાઢવાની ઈરછા ધરાવે છે. એટલુંજ નહીં પણ એવી ઈચ્છા પ્રગટ કરતાં શરમાતા નથી. વળી કેટલાકને તે પોતે અસક નાતના છીએ એમ કહેતાં હલકું લાગે છે. આવામાં માટે અત્રે લખવું પ્રાપ્ત થયું