________________
૩૨૦
મનોકામના પુરી થઈ. આ હતી અમારા ગર્વની અધિકારીણી તે શ્રી અમૃતબાઈ શેઠાણી. માણેકબાઈ શેઠાણી એ વધારામાં સિધ્ધાચળ) ઉપર હાથી પિળની બહાર, ગઢ ઉપરથી તે તરફ જતાં જમણા હાથે એક મેટું દેરાસર પણ બંધાવ્યું છે.
હવે શેઠ કરસનદાસના નાના ભાઈ ગુલાલચંદને ઇતિહાસ તપાસીએ. શેઠ ગુલાલચંદને બે દીકરા હતા. એક ભાઈ લાલચંદ શેઠ, અને નાના ભાઈ મીઠાભાઈ શેઠ, મીઠાભાઈ શેઠને કોઈ સંતાન ન હોવાથી તેમના વંશને છેડો ત્યાં જ આવી જાય છે, પરંતુ તેમને પિતાના પૈસાને ઘણે સારે અને લાંબી દૃષ્ટિથી ઉપયોગ કર્યો છે. હાલ જે મીઠાભાઈને ઉપાશ્રય કહેવાય છે, તેજ શેઠ મીઠાભાઈ ગુલાલચંદની રહેવાની હવેલી હતી. તેઓના સ્વર્ગવાસબાદ આ મકાનને ઉપાશ્રયના રૂપમાં ફેરવી દેવામાં આવ્યું. અને તેની સારસંભાળ લેવાને તેમના નામ સાથે શુભ પરીણામવાળુ નામ કલ્યાણચંદ જોડી મીઠાભાઈ કલ્યાણચંદના નામથી પેઢી ચાલુ કીધી જે હાલ મોજુદ છે તે ઘણાં ખાતાઓ સંભાળે છે. શેઠ શ્રી મીઠાભાઈએ સરખલી આ દરવાજા બહાર એક મોટી વિશાળ ધર્મશાળા બંધાવી છે. જે હાલ હનુમાનની ધર્મશાળા તરીકે લોકો ઓળખે છે, કારણ કે તેમાં એક હનુમાનનું મંદિર બંધાવેલ છે. આ ઉપરાંત શેઠ મીઠાભાઈએ અંતિસરીઆ દરવાજાની અંદર એક વિશાળ પાંજરાપોળ બંધાવી તેમનું નામ અમર કરી ગયા છે, તે હાલ મોજુદ છે અને તેને વહિવટ હાલ તેમના ભાણેજી કુટુંબના શા. જવેરલાલ શીવભાઈના કુટુંબી ભાઈ વાડીલાલ કરે છે. તદ ઉપરાંત લુણાવડા, મહુધા, આંતરેલી વિગેરે સ્થળોએ પણ ધરમશાળાઓ બાંધી પિતાનું નામ અમર કરી ગયા છે. આવાં નર-નારી રને કપડવણજ ભૂમિમાં પાકે છે તે જાણી જરૂર આપણે ગર્વ લેઈએ અને ઈચ્છીએ કે એજ ભૂમિમાં પાકેલા આપણે તેવા થવાને પ્રયત્ન કરીએ તેવું વ્રત લેઇએ તેજ આ વિગત જણાવ્યાની સફળતા થાય.
હવે આપણે શેઠ ગુલાલચંદના મેટા દીકરા શેઠ લાલચંદની વિગતે વંશાવળી તપાસીશું. તમને આજ પણ “લાલ ગુલાલ” નું નામ જીભ ઉપર ઘડી ઘડી આવ્યા કરે છે તેજ આ આપણું શેઠ લાલચદ ગુલાલચંદતેઓની હયાતિમાં અને હયાતિબાદતેઓની પેઢીએ રતલામ-મુબઈ-વડોદરા-અમદાવાદ એમ ચારે બાજુ પથરાયેલી હતી. તેમનો મુખ્ય ધધે અફીણને હતે. રતલામની દુકાનેથી ભાવ તાલની ખબર લઈને કાસદીઓ પગપાળા કપડવણજ આવતા. તેમને ત્યાં કાસદનું કામકરનાર એક કુટુંબ તો આજ પણ મેજુદ છે. તે કાસદના આડવામથી આજપણ ઓળખાય છે, રતલામ નરેશ આ પેઢીને એટલું બધુ માન આપતા કે લાલ ગુલાલની પેઢી સિવાય કોઈપણ મકાનની પેઢીના દરવાજા ગુલાલના રંગે અથવા લાલ રંગથી રંગાય નહિ, તે દરબારી વટ હુકમ હતો, જે આજ લગભગ ત્રીસ ચાલીસ વર્ષો પહેલાં સુધી ચાલુ હતું. તેમની સખાવત તદન જુદી જાતની હતી; ગામની દરેક કોમની વસ્તીની તેઓ સાર સંભાળ રાખતા, મોટાં નાનાં વાસણે, તંબુઓ, ગાડીઓ, ઘેડાઓ, પાથરણાં, દાગીના, કપડાં વિગેરે જે જે વસ્તુઓ એક માણસ સંધરી ન શકે તે બધીને સંગ્રહ તેઓ રાખતા અને સારા નરસા પ્રસંગે જે જે ચીની જરૂર પડે તે વિના અચકાયે અને કોઈપણ જાતના અવઘ વિના દરેકને મળતી; એટલે સુધી કે જે કોઈ ગાડી લેવા કે ડમણી લેવા આવે તે તેને તે આપે તે તે ઠીક, પણ સાથે માણસ માટેના રોટલા અને બળદોને ખાવા માટેનું ઘાસ વિગેરે બંધાવીને મોકલતા. આખા ગામના લોકો આજે પણ આ કુટુંબ પ્રત્યે આટલા ભાવ રાખે છે, તે તેમના ઉદાર દિલની પ્રતિતિની સાક્ષી પુરાવે છે. આટલું જ નહિ પણ વૈદ્યોને વર્ષાસને બાંધી આપેલાં જેથી તેઓ ગામના લોકોની, માદે સાજે માવજત કરે, દવાઓ આપે. આવી રીતે જનતાને પૈસાને ખરચ કર ન પડે તેની દરકાર તેઓ રાખતા. આ જમાનામાં જુવાનીઆઓને આ વાત કહીએ તે