________________
( ૨૦ )
ધ આપતા ન હોતા પણ પોતાની ફરજ સમજાવતા હતા. તેથી નિધન મરણ, પિતાની ફરજ બજાવતાં મરણ થાય છે તે આવકારદાયક છે. પરંતુ બીજાની ફરજમાં તે ભય જ વ્યાપી રહેલો હોય છે, ત્ર:
આપણે આગળ જોયું કે “લગ્ન સંબંધ તે ગૃહસ્થાશ્રમીના વ્યવહાર કાર્યમાં સૌથી અગત્યનો સંબંધ છે. એ સંબંધથી સમાનતાનું ઓળખાણ થાય છે. એવી સરખી સમાનતાવાળાં અનેક કુટુંબનો જથે તેને જ્ઞાતિ અથવા નાત એવું નામ આપ્યું છે. એ નાતના બંધારણમાં રહીને “લગ્ન સંબંધ બાંધી પિતાના ગૃહસ્થાશ્રમને વ્યવહાર અવિચ્છિન સુખરૂપે ચલાવાય, વંશ વૃદ્ધિ અને પોતાના કુળની સંસ્કૃતિની વિશુદ્ધિ સારી રીતે સચવાઈ રહે તેવાં સાધનો આ જ્ઞાતિ સંસ્થામાંથી મળી રહે છે. ને વળી સુખદુઃખના ભાગીદાર સમવડી કુટુંબે એક બીજા સાથે સંબંધ બાંધી ગૃહસ્થાશ્રમનાં સર્વે સુખને આસ્વાદ ભોગવે છે. આ કારણથી જ વિ. સં. દશમા સૈકાથી નાતેના જથા પડવા શરૂ થયા તેમાં સમાજ નિયામક તથા ધર્માચાર્યોએ હરકત નાખી નહીં, એટલું જ નહીં પણ પ્રેત્સાહન આપ્યું ને નાતેની જરૂરિયાત સ્વીકારવામાં અનુમતિ આપી. વિ. સં. દશમા સૈકાથી આ પ્રથા શરૂ થઈ ત્યારથી બસેં વર્ષ સુધી એ જથાના ધારાધોરણમાં અને “લગ્ન સંબંધમાં ટેવાઈ ગયેલા લેકોએ પિતાની નાતનાં નામ બારમા કે તેરમા સૈકામાં બહાર પાડ્યાં. વસ્તુપાલના સંવત ૧૨૫ ના વાણિજ્ય સંમેલનમાં ૮૪ નાતાનાં નામ છે. તે સાક્ષી રૂપ છે.
ચાર વર્ષે અને ચાર આશ્રમના સમયની, આર્ય પ્રજાના નિયામકે ધર્મશાસ્ત્ર, વૈધસાસ, ખગોળશાસ્ત્ર, મંત્રવિદ્યા વિગેરેમાં જેવા નિષ્ણાત હતા તેવાજ તેઓ પદાર્થવિજ્ઞાન, રસાયનશાસ તથા શરીરશાસ્ત્રમાં પણ નિષ્ણાત હતા. તેઓએ પિતાના વંશની વૃદ્ધિ અને સંસ્કૃતિ ( આચારવિચાર) આદિ સદ્દગુણોની વિશુદ્ધિ માટે બહુ કડક નિયમે બાંધી તેને ધાર્મિક આજ્ઞારૂપે પ્રસિદ્ધ કર્યા. ચાર વણે સમયના દ્વિજેમાં દરેક કુટુંબના ધંધા, સ્વભાવ, સંસ્કૃતિ આદિ લક્ષમાં લઈ તેમનાં પત્ર ઠરાવ્યાં. શાત્રના મુખ્ય માણસના ગુણ સ્વભાવ તેમની ઓલાદમાં ઉતરે છે એવું તે વિજ્ઞાનદષ્ટાઓ માનતા હતા. વળી તે સાથે એવી પણ માન્યતા હતી કે એકજ ગોત્રની બે વ્યક્તિઓને “લગ્ન સંબંધ કરવાથી વંશવૃદ્ધિમાં અને સંસ્કૃતિ વિશુદ્ધિમાં મેટે અંતરાય પડશે. તથા વારસાઈમાં ઉતરાઈ આવેલા દોષનું નિવારણ થઈ શકશે નહીં. આવાં આવાં વૈજ્ઞાનિક કારણોને લઈ “લગ્ન સંબંધ એ બે જુદા ગોત્રવાળી વ્યક્તિઓ સાથેજ થાય. કેઈપણ સંગમાં નેત્રમં કરનાર ધાર્મિક અને સામાજીક રીતે. ગુન્હેગાર ગણાય. આવા કડક નિયમને લીધે