________________
૨૯૭
ત્યારબાદ ભાઈ નગીનદાસ દલસુખભાઈએ જણાવ્યું કે અમે ગોધરા વાસીઓએ પાંચે ગામને આમંત્રી, જે કાંઈ નાની મોટી સેવા અમારાથી બની તે કરી છે. ખામીઓ જરૂર હશે, અને તે નીભાવી લઈ આપે અમોને આભારી કર્યા છે. અમારા આમંત્રણને માન આપી પધારવા બદલ તથા સંમેલનને સાથ આપવા બદલ સર્વ પ્રતિનિધિ અને પ્રેક્ષક ભાઈઓનો હું આભાર માનું છું. તેમજ મેમાનની સરભરામાં સહકાર આપવા માટે ગોધરાના જ્ઞાતિ ભાઈઓને પણ આભાર માનું છું. સંમેલનની વ્યવસ્થા માટે સ્વયંસેવક મંડળ અને રા. રા. ગરધરલાલ હિરાચંદનો આભાર માનું છું. તંબુ માટે મેટા દીલવાળા બારીઆ સ્ટેટને આભાર માનું છું. તેમજ ભેજન ખર્ચ અને ચાપાણીને ખર્ચ ઉપાડી લેનાર સદગૃહસ્થો અને વ્યવસ્થા કરનાર સ્વયંસેવકો તથા શનિભાઇ માસ્તરને અને પાંજરાપોળના વ્યવસ્થાપકોને આભાર માનું છું.
આ સ્થળે જે જે ભાઈઓ તરફથી ભોજન ખર્ચ તથા ચાપાણીના ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેની વિગત આપવાની રિપોર્ટર તરીકેની અમારી ફરજ સમજી, અમને નીચે મુજબ વિગત આપતાં આનંદ થાય છે –
ભેજન ખર્ચ
ડૉકટર માણેકલાલ નરસીંહદાસ. પરીખ છોટાલાલ મનસુખલાલ. શા. રતિલાલ એન્ડ નગીનદાસ બ્રધર્સ. શા. મગનલાલ બાપુજી. મેદી મગનલાલ નરસીંહદાસ. શા. મહાસુખલાલ મનસુખલાલ અમરચંદ.
ચાપાણીનું ખર્ચ શા. છગનલાલ મનસુખલાલ અમરચંદ. શા. ગીરધરલાલ હીરાચંદ.
સ્વાગત સમિતિનું ખર્ચ ડેકટર માણેકલાલ નરસીંહદાસ. પરીખ છેટાલાલ મનસુખલાલ. શા. રતિલાલ એન્ડ નગીનદાસ બ્રધર્સ.
ભાઈ નગીનદાસ દલસુખભાઈએ પિતાનું આભાર દર્શનનું ભાષણ પુરૂં કરતાં પહેલાં સંમેલનનું કાર્ય કુનેહથી ચલાવવા બદલ પ્રમુખશ્રીનો આભાર માનતી દરખાસ્ત રજુ કરી હતી. જેને ભાઈ વાડીલાલ પારેખે ટેકો આપતાં સર્વેએ તાલીઓથી વધાવી લીધી હતી.
ત્યારબાદ લેન સ્કીમનું બાકી રહેલું કામ હાથ ધરવા પ્રમુખશ્રીએ જણાવી નીચે મુજબની રકમ ભરાયાનું જાહેર કર્યું હતું.
- રૂ. ૨૦૦૦૧) ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ
રૂા. ૧૦૦૦૧) ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખ ૨. ૫૦૦૧) ભાઈ મહાસુખલાલ મનસુખલાલ અમરચંદ
કપડવણજવાળા કપડવણજવાળા
ગેધરાવાળા
ભંડેળ ભેગું કરનાર ત્થા બંધારણ ઘડનાર કમીટીના સભ્યોના નામ આ પછી નીચે મુજબ જાહેર કરવામાં આવ્યાં હતાં.