________________
૨૫૩
ત્યાર બાદ શા. ગીરધરલાલ છોટાલાલ કપડવણજવાળા તરફથી ઠરાવ ર જે નીચે મુજબને રજુ થય હતે.
ઠરાવ બીજો:
મુકનાર:- શા. ગીરધરલાલ છોટાલાલ કપડવણજવાળા.
આ સંમેલન નક્કી કરે છે કે સુરતમાં જૈન વિશા નીમા જ્ઞાતિના દેરાસર સંબંધી જે વાત જાણવામાં આવી છે તેનું પુરેપુરું નીરક્ષણ કરવા અને નીરક્ષણ કર્યા પછી શું શું કરવા યોગ્ય છે તે નકકી કરવા પાંચ માણસની કમિટી નીમવી અને તે માટે ઘટતું કરવા માટે વર્કીંગ કમિટીને સત્તા આપવી.
કે:- ૧. શા. વાડીલાલ છગનલાલ–ગોધરા.
૨. પરીખ. વાડીલાલ જવેરભાઈ–કપડવણજ. અનમેદન કરનાર વકીલ. નગીનભાઈ વાડીલાલ ગાંધી મત લેતાં ઠરાવ સરવાનુમતે પસાર થયો હતો. ઠરાવ ત્રીજો:
મુકનાર શા. વાડીલાલ છગનલાલ ગેધરાવાળા.
આ સંમેલન, દરેક ગામના વિશા નીમાં પંચામાં બહાર ગામને વર પરણવા માટે આવે ત્યારે, તેને તે ગામના રીવાજ ઉપરાંત વધારાને બીજો બોજો લાદવામાં આવે છે, અને તે અંતરાય રૂપ થઈ પડે છે, તે માટે તે ગામમાં જે જે રીવાજે હોય તે ઉપરાંતના વધારાને બે રદ કરી બહારગામથી આવતા ભાઈઓને રાહત આપવા આગ્રહ પૂર્વક વિનંતી કરે છે.
કે - ૧. શા. છબીલદાસ મણીલાલ–વેજલપુર,
૨. તેલી. ભાઈચંદભાઈ જેચંદભાઈ વકીલ–લુણાવાડા. - ૩ શા. કાન્તિલાલ પાનાચંદ–ગોધરા.
આ ઠરાવ પંચને બંધન કરતા છે કે કેમ તે વિશે વિવેચન કરી એમ ઠરાવવામાં આવ્યું કે સદર ઠરાવ દરેક પંચને નૈતીક રીતે બંધન કરતા છે. માટે દરેક રીતે તે પાળ અને અમલમાં મુક; તેમ નહીં કરનાર આ સંસ્થાનું અપમાન કરે છે. તેવી સુચના સાથે આ ઠરાવ સરવાનું મતે પસાર થયો હતે.
ઠરાવ :
મુકનાર:- શા. કાન્તિલાલ પાનાચંદ–ગોધરા.
આપણી ધાર્મિક પાઠશાળાઓમાં હાલ જે રીતે અભ્યાસ કરાવવામાં આવે છે તે રીતમાં સુધારે કરવાની જરૂરીયાત આ પરીષદ માને છે, ને તે માટે દરેક ગામની પાઠશાળાઓની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવા અને શિક્ષણ ફરજીઆત જેવું કરવા આ સંમેલન વિશા નીમા જ્ઞાતિના દરેક મા-બાપને આગ્રહ : કરે છે કે પિતાના છોકરાઓને ફરજીઆત જૈન શાળામાં મોકલવાની પિતાની ફરજ સમજે.