________________
( ૪૮ )
અજોડ મંદિર વારંવાર સમારકામ કરાવ્યાથી આજે બે હજાર વર્ષ ઉપરાંત થયા છતાં મુર્તિમંત ઉભું છે. વચમાં આજથી એક હજાર વર્ષ પુર્વે મુર્તિ ભંજક વિધમીએ આ દેવળને નાશ કરવા અંદર પેઠા, અંદરની ગરૂડજીની મુર્તિને તેડવા ફેડવાની કંઈક શરૂઆત કરી. એટલામાં અકસ્માત મંદિરમાંથી ભમરાઓનું જુથ એટલા પ્રબળ પ્રમાણમાં નીકળ્યું કે તેમના હુમલ્લાથી મંદિર અને અંદરની મુર્તિઓ તે સમયે એટલે વિ. સં. અગીઆરમા બારમા સૈકામાં સુરક્ષિત રહી ગયાં. છે આ સમયની અગાઉ થોડા સિકા ઉપર ૨૫ગ્રામ અગર રિશ્ચન્ટરો અથવા જપુત એ નામે ઓળખાતી વિશાળ અને સમૃદ્ધિવાન્ વ્યાપારી નગરી હતી. તેના સંરક્ષણના અભાવે મેવાડના પહડાના ભીલે, પંચમહાલના નાયકડા, ગુજરાતના કોળીઓ, અસંતોષી ગરાશીઆઓ વિગેરેનાં ધાડાં આ નગરી ઉપર ત્રાટકવા મંડય; જેથી ત્યાંના શિક્ષીત વ્યાપારીઓ ને વતનીઓએ હિજરત કરી. તેમાં આપણા સમૃદ્ધિવાન્ નીમા વાણિઓ અને તેમના વિદ્વાન કુલગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણે મુખ્ય હતા. તે સમયે જ્યાં અનુકુળતા મળી ત્યાં નાડા ને ઠર્યા. પછી તે નવી જગાએ વળી પ્રતિકુળતાઓ સાંપડી ત્યારે ત્યાંથી પણ નાઠા. આવી રીતે પોતાને રહેવાનાં
સ્થાન બદલતાં બદલતાં જ્યારે દેશ સુખશાંતિમાં થાળે પડ્યો ત્યારે આપણા પુર્વજે હાલના તેમના સ્થાને ઠરીને રહ્યા. શામળાજી ને ત્યાંથી મેહનપુર ત્યાંથી મુકામ કરતા કરતા કપડવંજમાં આવ્યા ત્યારે રસ્તામાં કાવઠ કરીને ગામ છે ત્યાં ઔદુમ્બર બ્રાહ્મણે ઘણા વખત રહ્યા હોય તેના પુરાવા છે. એ કાવઠ ગામમાં કડવા પાટીદારોની વસ્તી છે. તે ગામની પાદરે મહાદેવનું સ્થાન છે. તે મહાદેવની દર વર્ષે શ્રાવણ માસમાં લેખકના વડવાઓ ત્યાં પુજન અર્ચન કરવા જતા ને શિઆળામાં પિતાની આજીવિકા માટે જોઈતું અનાજ લાવતા. કહેવાય છે કે એ મહાદેવના મંદિરની નજીકમાં ખેતરે છે, ને એક સારે સુરક્ષિત કરે છે તે આ
ઔદુમ્બર બ્રાહ્મણની માલિકે છે. એ કુવાનું નામ આજ પણ ઉદુમ્બરને કુ કહેવાય છે. જેમ ગોધરામાં અત્યારે ઉદુમ્બરને કુ એ નામને કુવે છે તેમ આ કાવઠ ગામ માંડવાના જાગીદાર મી સાહેબના તાબાનું હતું તેમના જુના દફતમાં આ બાબતના પુરાવા હશે. પરંતુ તેની અહીં જરૂર નથી. જરૂર માત્ર શામળાજી ને મેહનપુર તરફથી કપડવંજ આવ્યા તે રસ્તામાં આટલી નિશાની હાલ પણ છે તે ખાતર આ બાબત અહીં દાખલ કરી છે. છે આ પ્રમાણે આ રૂદ્રપુરી આ જંગલી ટેળાંના ત્રાસથી કે કંઈક ધરતીકંપ જેવા કુદરતના કેપથી, કે વિધર્મીઓના હુમલા વિગેરે આફતો પૈકી એક કે અનેક આફતોથી હgeી નગરી નાશ પામી અને તેના નામશેષ “રૂદરડી” નામે એક ગામડું શામળાજીથી દેહેક મૈલ ઉપર આજે હયાત છે. તે ગામની પાદરે