________________
૨૨૮
આવી થોડું એક ખાદાણુ કર્યું, તે માંહે ભેાંયરામાંથી મહાદેવ નીકળ્યા. પછી ત્યાંજ દહેરૂ બંધાવી એ મહાદેવ લોકોને જાણીતા કર્યાં અને મહાદેવનુ નામ નીલક ઠેશ્વર પાડયું.
મહાદેવની પાસે વિશાળ કુંડ છે ત્યાં આગળ તે સમયે તળાવ હતું. એ વખતમાં ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ આ તરફ કરવાને સારૂ આવ્યો, તેની સાથે સોમદત્ત કરીને એક પંડિત હતા, તે પ ંડિતને પત ના રાગ હતા, તે રોગ આ તળાવ વિષે સ્નાન કરવાથી નાશ પામ્યા, તેથી સિદ્ધરાજે તે તળાવ ખાદાવવા માંડયું તે માંહેથી નારણદેવની, મહાલક્ષ્મીમાતાની અને પુલબાઈ માતાની એમ ત્રણ મૂર્તિએ નીકળી. એ મુર્ત્તિઓને નિલકંડેશ્વર મહાદેવના દહેરામાં મૂકી. પછી પોતે કુડ બંધાવ્યો તથા તેની પાસેની વાવ બંધાવી, એ વાવને બત્રીસ કોઠાની વાવ કહે છે, કારણકે પેહલાં તેને ખત્રીશ કોઠા હતા. હાલમાં તે કાઠા પડી ગયા છે. ફક્ત એકજ હયાત છે. વળી તે વાવ પણ ઘણીખરી ભાંગી ગઈ છે. તેને મ્યુનિ. તરથી રિપેર કરાવી છે. વાવમાં પેસતાં જમણી બાજુના ભાગ નવા બંધાવી કઠેરા કરાવ્યા છે ને વાવ ગળાવી છે તેથી પાણી હવે ઘણું સ્વચ્છ રહે છે. અને લોકોને પોતાના ઉપયોગમાં આવે છે. જો પાણીના વાપર ઘણા વધે તો પાણી ઘણું સારૂં રહે એવા સભવ છે.
સિદ્ધરાજે કુંડ અને વાવ બંધાવ્યાં તેમાં પાણી ઘણું સારૂં નીકળ્યું તેથી, તથા વિશાળ નવાણા સુશોભિત જોઇ, ઘણાખરા લોકેા રાહના આરાથી ત્યાં આવી વસવા લલચાયા. રજપુત રાજાઓની પછી જે લાડણીબીબીનું રાજ્ય થયું તેણે પણ આ જગે પસદ કરી, થોડી વસ્તી થઈ હતી તેથી, પોતે પણ ત્યાંજ રહીને એક કિલ્લો બંધાવ્યો. પછી રાહના આરાથી વસ્તી આ કિલ્લામાં આવવા લાગી. એ ખીખી ઘણી ડાહી હતી તે સમજુ હતી. તેણે વસ્તીને એવી રીતે રહેવાની ગોઠવણ કરી કે એક જાતિના લાંકામાં ખીજી જાતિના લાંકા રહે નહીં. આ ગેાઠવણ પ્રમાણે હાલમાં પણ છે. પરંતુ કેટલેક ઠેકાણે ભેળસેળ થવા માંડયું છે. આવી તરેહની ઘરાની બાંધણી કાઈ જગાએ જોવામાં આવતી નથી.
એ ખીખીએ વસ્તીના રક્ષણને સારૂ ગામની આજુ બાજુ કરતા મજબૂત કિલ્લો બંધાવ્યા તે દરેક દરવાજે મુસલમાન લોકોને વસાવ્યા. પેહેલાં જે જગાએ મીઠા પાણીનું સુંદર સરોવર હતું તે સરોવર હાલમાં પુરાઈ ગયેલું છે. પણ તેની નિશાનીઓ માલુમ પડે છે. વળી એ તળાવવાળી ભાગોળને મીઠા તળાવની ભાગાળ કહે છે. તે દરવાજાને પણ મીઠા તળાવને દરવાજો કહે છે. એ દરવાજાની નજદીક જાતજાતના મુસલમાનાને વસાવ્યા હતા. હાલ તેમની વસ્તી ત્યાં નથી પણ તે ભાગનું નામ હાલ પણ જટવાડા તરિકે લખાય છે. તે દરવાજા નજીક લાડણીબીબીએ પોતાને હવા ખાવા સારૂ બાગ કરાવ્યા હતા તે બેઠકને માટે મકાને પણ બંધાવ્યાં હતાં તે મકાને હાલમાં પડી ગયાં છે, પણ તેનાં જૂનાં ખડિએરોની નિશાનીઓ હાલમાં મળી આવે છે. પોતાના ખાવિંદની યાદગીરિ માટે ખીખીએ તે બાગનું નામ “ સરદાર બાગ” પાડયું હતું તે નામ હાલ કાયમ છે પણ બાગ કાયમ નથી.
જેને હાલ સરખલી કુવા કહે છે તે સખીદાસ નામના શાહુકારે બંધાવ્યો છે, તેના નામ ઉપરથી એ કુવાનું નામ સરખલી કુવા એવુ પડયુ છે. ત્યારબાદ કિલ્લો અને દરવાજો થયા તે દરવાજાનુ નામ પણ સરખલી દરવાજો પડયું છે, એ સખીદાસના વંશના હાલમાં હયાત છે. આ દરવાજાના રક્ષણને માટે મેવાતી જાતના મુસલમાનોને વસાવ્યા. તે લોકોની હાલમાં વસ્તી નથી. અંતિસરી દરવાજાના રક્ષણુ સારૂ “ બેહેરીમ ” અટકના મુસલમાનોને વસવ્યા–અને એ લોકાને દરવાજા બહાર જેને હાલમાં બીડની વાવ કહે છે ત્યાં આશરે ૫૦ વીધાં જમીન જાગીરમાં આપી. એ જમીન હાલમાં તેમના