________________
૨૭૫
કેશાધ્યક્ષ શ્રીયુત ભાઈ છોટાલાલ મનસુખભાઈ તરફથી ઉપર મુજબ હિસાબ રજુ કરવામાં આવ્યું હતું.
ઉપર પ્રમાણે રૂ. ૧૧૭] ની આવકમાંથી રૂ. ૨૮] ખરચના જતાં રૂ. ૮૩૨) બાકી સીલીક શ્રી કોશાધ્યક્ષ પાસે રહેલી છે. આ હિસાબ મંજુર કરવામાં આવ્યું હતું.
અત્રે જણાવવામાં આવ્યું હતું કે કેશાધ્યક્ષ ભાઈશ્રી છોટાભાઈ તરફથી વ્યાજ આપવાની ઈચ્છા કાર્યવાહિ કમિટીમાં જણાવવામાં આવેલી જે કમિટીએ આભાર સાથે નામંજુર કરી હતી. સંમેલનમાં સવે ભાઈઓએ તેમની ઓફર નામંજુર કરવા બહાલી આપી કોશાધ્યક્ષને તેમની ઉદાર ભાવના અને સહાનુભૂતિ માટે આભાર માન્યો હતે.
લેન સ્કીમ:આગળ ચાલતાં મંત્રી શ્રી કસ્તુરલાલ નગીનદાસે ગયા સંમેલનના કરા સંબંધિ કામગીરીને હેવાલ રજુ કરતાં જણાવ્યું હતું કે લેન સ્કીમના ઠરાવ નં. 1. સંબંધમાં જવા તૈયાર થઈ નથી. પણ ગઈ કાલ એટલે તા. ૨૭-૧૨-૪૫ ના રોજ કાર્યવાહી કમિટીએ તે અંગે જના ઘડવા એક કમિટી નીમી છે, તે કમિટી વિચારણા કરી જ્યારે આ બેઠકમાં તે બાબત હાથ ધરવામાં આવશે ત્યારે તેઓ તે જના રજુ કરશે.
સુરત દેરાસર:સુરતના જૈન દેરાસર બાબતમાં (ઠરાવ બીજે) કમિટી નીમવામાં આવી હતી. તે કમિટીના સભ્ય શા. છોટાલાલ મનસુખભાઈ તથા પરીખ ચીમનલાલ ડાહ્યાભાઈ સુરત જઈ માહિતિ મેળવી આવ્યા છે. તેઓ આ સંમેલનમાં યોગ્ય સમયે તે બીના રજુ કરશે.
વધારાના બોજા:બહારગામને વર પરણવા આવે ત્યારે વધારાનો બેજ (ઠરાવ ત્રીજે) ન લાદવા બાબતમાં મંત્રી ભાઈ કસ્તુરભાઇએ જણાવ્યું કે આ ઠરાવ દરેક ગામના પ્રતિનિધિઓએ પિતાના ગામના પંચમાં રજુ કરી પાસ કરાવવાનું હતું. ચાર એકમ તરફથી આ ઠરાવને સંમત્તિ મળ્યાના લેખીત કાગળો આવી ગયા છે. લુણાવાડા વીરપુર તરફથી કઈ લખાણ આવેલું નથી.
આથી તુરતજ લુણાવાડા તરફથી આવેલા પ્રતિનિધિ ભાઇઓએ સદર ઠરાવને મંજુર કર્યાનું જાહેર કરી આ ઠરાવને સર્વાનુમતે અમલમાં મુકવાનું ઠરાવવામાં આવ્યું હતું.
મરણ પાછલનાં જમણેઃતે પછી ફરજીઆત જમણના ખરચા તથા મરણ પાછલના જમણના ખરચા અને લાગાઓ બંધ કરવા બાબતને ઠરાવ નં. ૧૧. સંબંધી મંત્રીશ્રીએ જણાવ્યું કે, ત્રણ એકમ (મહુધા, કપડવણજ અને ગોધરા) તરફથી આ ઠરાવને મંજુરી મળી છે. વેજલપુરવાળાઓનું કહેવું એમ છે કે બધા એકમે સંમત હોય તો તેમને મંજુર કરવા વધે નથી. લુણાવાડા તરફથી કંઇ જણાવવામાં આવ્યું નથી.