________________
૨૩૧
પુરી પાડે. એ લુહાર લકે વઢવાણ, લીમડી તથા અમદાવાદ તરફ રહે છે. – સરકારી કોટની પાસે જુમામસીદમાં ભોંયરામાં શ્રાવકની મુર્તિઓ છે. આ ગામના રક્ષણને અર્થે પહેલાં અમુક રકમ માંડવાના મીઓને આપતા તે રૂપિઆ સરકાર નહીં આપતાં, રૈયત પર કર નાખી અપાતા હતા. પછી સંવત ૧૯૦૨ માં અંગ્રેજ સરકારે રૈયત ઉપરથી કર કાઢી નાંખી તેમને કપેન્સેશન તરિકે અમુક રકમ આપવા ઠરાવેલી છે તે હાલ પણ અપાય છે. હાલ પણ ગામને જરૂર પડે તે વખતે બંદોબસ્ત ને સારૂ પિતાના માણસેથી મદદ આપે છે. આ ગામમાં જે મલક લેકે છે તેમને પણ રક્ષણ અર્થે અલવા કરીને ઈનામી ગામ તથા જાગીર મળેલી છે. કપડવણજથી પશ્ચિમે સાત ગાઉને છે. જે વાત્રક નદીને કાંઠે અજમાવતને કોટ છે, તે આજમ બેગડાને કરાવેલ છે. તે આ તાલુકામાં જોવા લાયક છે. વળી માંડવો તથા આમલીરાની વચમાં જૂનાં ભોંયરાં છે તથા ફેરકુવે છે તે પણ જોવા લાયક છે. -
ઉપરની સઘળી હકીક્ત કપડવણજના રહીશ દેશાઈ મનસુખભાઈ ગોકળભાઈ તરફથી મળેલી છે તેથી તે ભાઈને હું ઘણે આભાર માનું છું.. '
પૃ. ૨૮:- રાણીવાવની ઉત્તરે શાખા કુવે છે તેની સામે વિશાનીમાં વાણિઆ શેઠ લલ્લુભાઈ મોતીચંદની વહુશેઠાણી માણેકબાઈની બંધાવેલી મોટી ધર્મશાળા છે. એ ધર્મશાળામાં મીઠા પાણીને કુ છે. વચમાં ચોક છે ત્યાં અંબામાતાનું દહેરૂં છે. ચેકની દક્ષિણે અને પશ્ચિમે માળ છે ને ત્રણ બંગલા છે. ત્યાં શ્રીમંત લોકે ઉતરે છે. સાધારણ વર્ગના લેકે મેડા ઉપર તથા નીચે ઓટલા ઉપર ઉતરે છે અને છેક નબળી સ્થીતિના લેકે બહારની બાજુએ એટલા ઉપર ઉતરે છે. હાલમાં એ ધર્મશાળાની દેખરેખ શેઠ કેવળભાઈ જેચંદભાઈ તરફથી રાખવામાં આવે છે. હમણાં હમણાં તેને વહિવટ શ્રી વિશાનીમાના પંચને કોર્ટ તરફથી સોંપવામાં આવ્યો છે. તેના પાંચ ટ્રસ્ટીઓ નીમાયા છે.
5. ૩૦ :- માણેક શેઠાણીની ધર્મશાળાને અગ્નિખૂણે વૈજનાથ મહાદેવનું દહેરે છે. આ ગામમાં બ્રાહ્મણ જ્ઞાત્તિમાં અદુમ્બર કરીને એક નાની નાત છે, તે જ્ઞાતિમાં કેઈ આશારામ આણંદરામ કરીને મહાપુરૂષ થઈ ગયા તેમણે સંવત ૧૬૪૫ માં વૈજનાથ મહાદેવનું દહેરું તથા વાવ ઉપરનો બંગલો બંધાવ્યો અને તેમનાં પિત્રાઈ ભાઈ નરભેરામ પરસેતમે સિતાં જમણી બાજુને ભાગ બંઘાવ્યો. ત્યાર પછી ડાબી બાજુને ભાગ વિશાનીમા વાણિઆની જ્ઞાતિના મેહતા કાલીદાસ જીવણભાઈએ પાછળથી બંધાવ્યો છે. આશારામ આણંદરામના વંશજો હાલ પણ હયાત છે.
- પ. ૩૩:- સરખલીઆ કુવાની સામે ઉત્તરે એજ નામને મેટો દરવાજે છે. પશ્ચિમે વિશાનીમા વાણિઓની જ્ઞાતિના શેઠ મીઠાભાઈ ગલાલની બંધાવેલી મેટી ધર્મશાળા છે તેમાં વચ્ચે હનુમાનનું કહેવું છે. ત્યાં આખા ગામના હિંદુ ધર્મ માનનારા લેકે આ વદ ૧૪ ને રોજ સુશોભિત વસ્ત્ર તથા વિવિધ તરેહનાં આભૂષણ અંગે ધારણ કરી તેલ ચઢાવવા જાય છે.
૫. ૪૮ - મસીદમાં પેસતાં દરવાજા પર લેખ છે તેની મતલબ નીચે પ્રમાણે છે. હીજરી સન ૭૭૦ એટલે સંવત ૧૪૦૯ માં આ ગામમાં હુમાયુ તથા ફિરોજશાહ નામના બે ભાઈ રાજ્ય કરતા હતા. તેમણે પરમેશ્વરના હુકમથી હવાની અંદર હમેંશાં કાયમ રહેનાર મકાન મસીદના મીનારા બંધાવ્યું કચેરીમાં જતાં