________________
२७३
ભાઈને કંઈ પણ સુચના કરવાની હોય તેઓ પત્રવહેવારથી કરશે, જેથી તે ઉપર ધ્યાન આપવામાં આવે: તમામ કામ ભાઈ અજીતભાઈ મણીભાઈને સોપેલું છે તે જે ભાઈને આ માટેની સુચનાઓ સંબંધી પત્રવહેવાર કરવાની મરજી હોય, તેઓએ તેમની સાથે તેમના અમદાવાદના સરનામે કર. હાલ જે ફોરમ આવેલાં છે તે ઉપરથી વસ્તીની મુખ્ય હકીકત આવી ગએલી છે, છતાં જે બીજા ફેર્મ કાઢી મેકલવામાં આવે તે આપ સર્વે તેમાં પુરે સહકાર આપશો તેવી આશા છે, અને જે કંઈ સુચન કરવું હોય તે તાકીદે કરશે.
ગયા અધિવેશનમાં આપણે સુરતની અંદર આવેલા આપણું કોમના જુના દેરાસર બાબત ઠરાવ કરે તે માટે ભાઈશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ તથા ભાઈશ્રી છોટાલાલ મનસુખભાઈ સુરત ગએલાં અને તપાસ કરેલી. સદર બાબત વીગતવાર હેવાલ આપની સમક્ષ તેઓ રજુ કરશે. દેરાસર તદન જીર્ણ હાલતમાં છે. તે બાબત જે હાથ ધરવામાં આવે તે સુરત શહેરની વચ્ચે એક ભવ્ય મંદિર થાય તેમ છે. આપણે સહકાર આપીએ તે સુરતના સંધ તરફથી પણ સહકાર મળવા આશા છે.
- હવે સૌથી અગત્યની બાબત આપણા મંડળના બંધારણની છે. કારણ કે સારા બંધારણ વગર કોઈપણ સંસ્થા લાંબો વખત ટકી શકતી નથી અને પ્રગતિ કરી શકતી નથી. તે માટે ગયા અધિવેશનમાં આપણે નીમેલી કમિટીએ તથા અન્ય ભાઈઓએ ખાસ પરિશ્રમ લઈ તેને મુસદ્દો તૈયાર કરેલ છે જે આપની પાસે રજુ કરવામાં આવશે. આ તબકકે આ બાબત વિગતમાં ઉતરતો નથી. પરંતુ એકજ બાબત ઉપર આપનું ધ્યાન ખેંચવા માગું છું, તે એ કે બંધારણમાં એવી તકેદારી રાખેલી છે કે નાના એકમવાળાઓને એમ ન લાગે કે તેમનો અવાજ સંભળાતું નથી. બંધારણમાં સર્વાનુમતે કામ કરવાનો પ્રબંધ થઈ શકે નહિ કારણ તેમ કરવા જતાં વહીવટ અશકય થઈ પડે પણ આપણે પ્રથા તરીકે સર્વાનુમતે કામ કરવાનું રાખીશું. બંધારણમાં પણ તેવો આગ્રહ કરવામાં આવ્યો છે, અને નાના એકમોના અભિપ્રાયને પુરેપુરું માન આપવા માટે, કોઈ પણ ચાર એકમના દરેક એકમના ઓછામાં ઓછા ચાર મેમ્બરેની હાજરી સીવાય સંમેલનનું કેરમ થએલું ગણાશે નહીં, તેમજ કોઈ પણ ચાર એકમ પૈકીના પ્રતિનિધિઓની સંમતિ સિવાય કઈ પણ ઠરાવ પસાર થએલો ગણાશે નહિ. એટલે નાના એકમેએ કઈ પણ પ્રકારને અંદેશો રાખવાની જરૂર નથી.
વિધાર્થિઓ-વિદ્યાર્થિનીઓ અને સ્ત્રીઓને ખાસ પ્રતિનિધિત્વ આપવા માટે પણ કાર્યવાહી કમિટી વિચાર ચલાવે છે અને તેથી આપની સમક્ષ આ બાબતમાં જે દરખાસ્ત આવે તે ઉપર આપ ઉદારતાથી વિચાર કરશે તેવી આશા છે.
બેન્ક સ્કીમ માટે ગયા અધિવેશનમાં ઠરાવ થએલે છે. પણ તે માટે આપણે કંઈ કરી શક્યા નથી, તે વસ્તુની અગત્યતા માટે બે મત હોઈ શકે નહીં. પરંતુ એટલું તે ખાત્રીથી જાણશે કે જ્યાં સુધી આ બાબત આપણે સાધ્ય કરીએ નહિ ત્યાં સુધી તે આપણું ધ્યેય રહેવાનું જ છે. આટલું કહી મને આપેલા માન માટે હું ફરી આપ સૌને આભાર માની બેસી જવાની રજા લઉં છું.
બાદ બેઠક ચા-પાણી માટે અડધો કલાક મુલતવી રાખવામાં આવી હતી.