________________
-૧૫૬–
તદુપરાંત કપડવંજમાં પાણીની બહુ જ હાડમારી હતી તે દુર કરવા મહુમ જડાવ શેઠાણીએ પિતે પચીસ હજાર રૂપિયા કાઢી ફંડની શરૂઆત કરી તે ફંડમાં ચાર લાખ રૂપિઆ ભેગા થયા તેટલા સરકાર પાસેથી મેળવી ડ્રેનેજ સાથે વેટર વર્કસ (પાણીના નળ) કરાવી કપડવંજની પ્રજાને ભેટ કર્યું. ઘેર ઘેર પાણીની પર બેસાડી, તરસ્યાની તરસ છીપાવી. જો કે આ કામ તેમના મુનીમ સદ્દગત રા.બ. વલભરામભાઈ છોટાલાલભાઈએ પૂરેપૂરી બાહોશી વાપરી કર્યું છે પરંતુ મહેમ રા. બ. ઘણી વખત કહેતા અને માનતા હતા કે આ બધી સિદ્ધિને શેઠની પેઢીના પ્રતાપે છે. પિતે જે તે પેઢી ઉપર નહાત તે આ કામ પાર પડત કે કેમ? તે માટે તે પોતે જ ના પાડતા હતા. પાણીના નળની યેજનાની સફળતા મહેમ જડાવ શેઠાણી અને સદ્દગત ચંપાબહેનની બુદ્ધિ અને લેક સેવાથી આ અમુલ્ય તક ઝડપી લેવાની તમન્નાને આભારી છે એ નિઃશંક છે.
વળી મહેમ જડાવ શેઠાણી, તે સમયના રાજ્યાધિકારીઓ, ઠાકરે, શેઠીઆઓ, વિગેરેને સમયે સમયે પિતાને ત્યાં આમંત્રી તેમની સુખસગવડની કાળજી ધરાવતાં હતાં. સને ૧૯૧૪ થી સને ૧૯૧૯ સુધીના પહેલા વિશ્વ વિગ્રહમાં બ્રટિશ સરકારને હિંદુસ્તાન તરફથી નાણુની મદદ મોકલવાના ફંડમાં પિતે એક લાખ રૂપિયા વાર ફંડમાં આપ્યા હતા જેની તે વખતના બ્રિટીશ પ્રધાનમંડળને અને ખુદ નામદાર શહેનશાહને ઘણું સારી અસર થઈ હતી. સને ૧૯૨૦ના બેસતા વર્ષે મમ જડાવ શેઠાણને ઓ. બી. ઈ. ને માનવંતો ખિતાબ ખુદ શહેનશાહે પિતે અર્પણ કર્યો હતે. આવા માનવંતા ખિતાબ ઘણા
ડાને જ અપાતા અને તેમાં ખુદ શહેનશાહ તરફથી તે જવલ્લે જ અપાતા. તેમાંને આ ખિતાબ, આપણા લાડીલા શેઠીઆના કુટુંબનાં મહુમ જડાવ શેઠાણીને મળે તેની કદર જેવી તેવી ગણવી જોઈએ નહીં. અખિલ હિંદ નિવાસી નીમાં વણિક મહાજન જ્ઞાતિમાં તે આ એક જ દૃષ્ટાંત છે. આખા ગુજરાતમાં પણ તે સમયમાં આ પહેલો જ દાખલ હતું. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબાઈ વિગેરે સ્થળના હિંદુ અને તેમાં વણિક મહાજનમાં આ ખિતાબ મેળવનાર મુમ શેઠાણી એકજ હતાં. તે વખતનાં વર્તમાન પત્રમાં “ગુજરાતમાંનાં હિંદુ શેઠાણી એવાં મથાળાંવાળા લેખે આવતા હતા. આ બધે લાભ, આપણા લાડીલા શેઠીઆઓની દરેક વ્યક્તિની પરોપકારી અને દયાળુ વૃત્તિના ફળરૂપે મહેમ જડાવ શેઠાણી ભેગવવા ભાગ્યશાળી થયાં હતાં તે નિશંક છે.
અત્યાર સુધી ગણવેલાં સાર્વજનિક સખાવતેનાં કાર્યો તે આપણા શેઠીઆ હીરજીભાઈ અંબાઈદાસના વંશજો અને વારસે તરફથી થયેલ છે. એ કુટુંબ અખિલ હિંદ નિવાસી નીમા વાણેક મહાજન જ્ઞાતિમાં એક અજોડ છે. જૈન સંપ્રદાયમાં