________________
( ૧૮ ) આગળ જોયું તેમ શરૂઆતમાં જથા-સમૂહ-ભાગ-વિભાગ વિગેરે કામચલાઉ પડ્યા પછી તેને રૂઢ થવા માટે બે ત્રણ સૈાને સમય જતે તે રીતે આ શા-નાના ભેદ કાયમ થવામાં પણ બે ત્રણ સિક વ્યતીત થયાની ખાત્રી એ ઉપરથી જણાય છે કે વસ્તુપાલના વણિક સંમેલનને સમય સંવત ૧૨૭૫ ને હતો તે પછી બસે વર્ષે સુલતાન મહમદને સમય સંવત ૧૫૦૦ ની આસપાસ છે તે સમયે સુલતાન મહમદનું રાજ્ય આખા ગુજરાતમાં હતું. તેને કિર્તિલેખ કેઈ જૈન વિદ્રાને લખે છે. તેમાં વાણિઆની બધી નાનાં નામ આપેલાં છે. એ નામ વાળી વાણિઓની નાતે ગુજરાતમાં હતી. તેની સંખ્યા ગણતાં ૮૪. થાય છે. તેમાં રશી તથા વીરા એવા ભેદ નથી. પણ મૂળ જ્ઞાતિઓનાં જ નામ છે. તે યાદીમાં આપણે જેની જરૂર છે તે નીમાની નાતનું નામ છે. વળી સંવત્ ૧૨૭૫ આબુ ઉપરના વાણિઆ સંમેલનમાં ગયેલી નાતમાં પણ નીમાની નાતનું નામ છે. મતલબ કે સંવત ૧૨૭૫ માં નીમા વાણિઓની વસ્તી ગુજરાતમાં હતી તે ચોક્કસ છે. (શ્રીમાળીને જ્ઞાતિ-ભેદ પૃષ્ટ ર૩૪.)
इतिश्री