________________
૨૬૧
વળી રેલ્વેના જમાના પહેલાં કપડવણજનું સ્થળ ગુજરાત ને મારવાડની સરહદ ગણાતું હતું અને મેવાડ બાજુ જવાને ટૂંકો રસ્તા પણ અત્રેથી પસાર થતો હતો, તે વખતે અમદાવાદ તથા વડોદરાના શરાફોની શાખાઓ કપડવણજમાં હતી. વહેપારી સંબંધને અંગે આપણી નાત, જે ધંધામાં આગળ પડતો ભાગ ભજવતી તે, મેવાડ અને માળવા બાજુ તેમજ દક્ષિણ બાજુ મહાડ, પુના, વિગેરે સ્થાને ઉતરી ગઈ હોય તેમ સમજાય છે. આજે પણ મહાડ અને પુના બાજુ આપણી જ્ઞાતિની વસ્તી છે. તેમાં ઘણા વૈષ્ણવ થયેલા છે. અસલ મોડાસા બાજુથી ઉતરી આવ્યાનું તેઓ જણાવે છે, અને દક્ષિણમાં હોવા છતાં પણ હજુ ગુજરાતી તરીકે ઓળખાવે છે અને તેમ કહેવામાં
અભિમાન લે છે. બડનગરથી હાલ બે ભાઈઓ અત્રે પધાર્યા હતા, તેઓના કહેવા મુજબ અસલ તેઓ પણ ગુજરાતના છે. જો કે હજુ પુરી હકીક્ત મળી નથી પણ આપણી કમિટીએ આ બાબત તપાસ કરી આપણી જ્ઞાતિની મૂળ ઉત્પત્તી અને અત્યાર સુધીનો ઇતિહાસ તેમજ હાલ કઈ કઈ જગ્યાએ આપણી જ્ઞાતિ પથરાયેલી છે તે હકીક્ત તથા તેઓની આર્થિક સ્થિતિ સંબંધી સર્વે હકીકત વિગેરે ભેગી કરવાની મહેનત કરવાની છે. અને આમ થશે તે મને આશા છે કે ડા વર્ષોમાં દૂર દૂર પથરાયેલી આપણી કામના સમુહ પણ સંમેલનમાં ડેલીગેટે મેકલી ભાગ લેતા થશે.
- ઈતિહાસ તરફથી પ્રમાણભૂત આધાર મળે છે કે વણિક જ્ઞાતિઓ પહેલાં સર્વ જૈન હતી. પણ પાટણના રાજાઓની પડતી પછી જૈન ધર્મનું પણ સાથે સાથે જોર ઘટયું, અને તે અરસામાં વૈષ્ણવ ધર્મનું મેજું ફરી વળ્યું. આ વખતમાં ઘણી જ્ઞાતિઓ વૈષ્ણવ થઈ ગઈ, તે વખતે આપણી જ્ઞાતિ પણ આ
અસરથી મુક્ત રહી શકી નહી. અને તેના પરિણામે આપણી જ્ઞાતિ અસલ જે જૈન હતી, તે જૈન અને વૈષ્ણવ બે વિભાગમાં વહેંચાઈ ગઈ. બડનગરથી આવેલા ભાઈઓ પણ આ વાતની કરૂણ ઘટના રજૂ કરે છે. મદ્દધા મેડાસા અને વાડાસીનેરની આપણી કામની વસ્તી પણ આ બાબતને ટેકો આપે છે. આનાં કારણ કંઈ ચોકકસ મળી શકતાં નથી. સૌ પિતાના અભિપ્રાય મુજબ સમજાવે છે પણ ખાસ કરી, મારી સમજ પ્રમાણે, સાધુ મહારાજના વિહારને અભાવ અને તે વખતનાં ધોળા કપડાના મહારાજેના શિથિલ આચાર વિચારના પરિણામે અને સાચી ધામિક કેળવણી નહી મળવાથી આપણા ધર્મનું જોર ઘટતું ગયું. સારા નશીબે આ સ્થિતિમાં કયારનાએ પલટો આવી ગયો છે, અને આપણા ધર્મનું પ્રાબલ્ય દિવસે દિવસે વધતું જાય છે. જો કે તેમાં પણ ઘણા સુધારાને અવકાશ છે.
પહેલાના શાંત અને ઓછી પ્રવૃતિવાળા જમાનામાં કે જે વખતે જિંદગી આટલી હરીફાઈવાળી ન હતી, તે વખતે અવારનવાર મળવાના પ્રસંગ ઘણાજ મળતા હતા. આપણા પાંચ ગામ વચ્ચે કન્યા વહેવાર પણ તે વખતે સારું હતું અને તેને અંગે અનેક પ્રસંગે જવા આવવાનું પણ થતું હતું. દિવસે દિવસે આ બાબત ક્ષીણ થતી ગઈ અને સર્વને મળવાના આવા પ્રસંગે તદ્દન ઓછા થઈ ગયા. અત્યારે માત્ર લગ્ન અગર ધાર્મિક પ્રસંગે ખાસ કઈ લાવે ત્યારે જ પાંચ ગામ એકઠાં થાય છે. આવા મોટા પ્રસંગે ઘણું વર્ષોના અંતરે આવે છે એટલે દિવસે દિવસે આપણું સંબંધ શિથિલ થતા જાય છે. ગઈ સાલ ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈએ કરાવેલ શ્રી સિદ્ધચક્ર આરાધક આંબેલની ઓળી પ્રસંગે આપણા પાંચે ગામના સમાજને આમંત્રણ આપેલું તે વખતે પાંચે ગામના ભાઈઓ ભેગા મળેલા અને તે વખતે આપણને સૌને મળવાને પ્રસંગે ઉપસ્થિત થયેલો. આ વખતે આવા સંમેલનને વિચાર ભેગા થયેલા ભાઈઓએ અવિધીસરની મિટીંગ બોલાવી કરેલ. આધુનિક જમાનાને અનુસરીને, ધાર્મિક અગર ખાનગી પ્રસંગે સિવાય પણ, દર વર્ષે પાંચે ગામના આપણા ભાઈઓ એક વખત મળે અને અરસપરસ વિચારની