________________
(૪૭) પાંચ જૈન સંપ્રદાયની છે. બૌદ્ધની ૧૨ ગુફાઓના બે પ્રકાર છે. (૧) વિહાર ઉં ઉપાશ્રય (૨) ચત્ય. આ બધાનું વર્ણન ઉપર જણાવેલ પુસ્તકમાંથી વાંચવું. - બૌદ્ધની ૧૨ ગુફાઓથી થેડે દર બ્રાહ્મણની ગુફાઓ છે. તેમાં થી અને બધા સાથે ગણિએ તે ૧૬ મી ગુફા “કૈલાસ” નામે ઓળખાય છે. આ ગુફાની સરખામણીમાં આખી દુનિઆની કોઈ પણ ગુફા આવી શકે જ નહી એટલી ભવ્ય અને અંદરની પ્રચંડ મુર્તિઓ અને શીવજીનાં જુદાં જુદાં ભવ્ય સ્વરૂપ એવાં આર્ષક છે કે ત્યાંથી ખસવાનું ગમતું નથી. એની દિવાલ ઉપર હાથી વિગેરેની પ્રાણિસૃષ્ટિ એની ભવ્ય કતરેલી છે કે એ ગુફા તે અજોડ ગુફા છે. આ ગુફાના વર્ણન જેવું અને તે કરતાં અધિકતર વર્ણન શ્રી શામળાજી પ્રભુના દેવળની બહારની બાજુનું છે. તે વર્ણન અને આ ગુફાની દિવાલેનું વર્ણન લગભગ સરખું અને કંઈક મંદિરની દિવાલનું કેતરકામ અને મુર્તિઓનું ઘડતર કંઈક વધારે ઉંચા પ્રકારનું જણાય છે. ઈલેરાની ગુફાઓને જન્મ સમય વિસં. છઠ્ઠા કે સાતમા સૈકાને ગણે છે. પરંતુ આ મંદિર તે કરતાં પાંચ સૈકા જુનું બંધાયું લાગે છે. તેને માટે મંદિરના ત્રીજા મજલાની મહેરાબને લેખ આ પ્રકરણના આગળના ભાગમાં ઉતાર્યો છે. તે સંવત્ ૧૫૭ ની સાલમાં આ મંદિર બંધાયું તે વાસ્તવિક લાગે છે. તે સાલ પછી સાડાત્રણ વર્ષે મંદિરને સમારકામ કરાવ્યાને લેખ છે જે ઇલેરાની ગુફાઓના જન્મકાળની નજીકની સાલને છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે આ મંદિર વિ. સં. બીજા સૈકામાં બંધાયું છે. આ ઉપરાંત જેમણે મંદિરને મરામત કરાવી તેમણે મંદિરની ભીતિ અને થાંભલા ઉપર શિલા લેખે કેતરાવ્યા છે. તેમાં સંવત્ ૧૬૭૫ ના માગશર અને સંવત્ ૧૭૧૨, એ સાલમાં જોધપુરના ભાયાતોએ પ્રતિષ્ઠા કરી પુષ્કળ બ્રાહ્મણોને જમાડ્યા, એવો લેખ છે. તે ઉપરથી સમજાય છે કે સંવત્ ૧૭૧૨ શામળાજીના દેવળમાં શ્રી રે જહાજનાથ પ્રભુજીની પુનઃ સ્થાપના થઈ હોય. આ બાબત આગળ ઉપર ચર્ચા કરવાનું રાખી એટલું તો કબુલ કરવું પડે છે કે શામળાજીનું હાલનું દેવળ આજથી બે હજાર વર્ષ કરતાં વધુ વર્ષ ઉપર બંધાએલું છે. તે સમયના ઈજનેર, કલાકાર, મુર્તિસર્જકે, સૌંદર્યવીરે વિગેરે જેમને ઈશ્વરે અગાધ બુદ્ધિ અર્પેલી હશે તેવાઓએ બાંધ્યું હશે. અને તે ઈરાની ગુફાઓ ઘડવૈયાના સાતમી કે દશમી પેઢીના બુદ્ધિમાન કલ્પના સર્જકે હશે. - સાધન સંપન્ન ધાર્મિક શ્રદ્ધાવાળાઓએ આ ઈલેરાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. * મનુષ્યના જીવનની હદ જેમ એક્સ વર્ષની છે તેમ ગામની અને સ્થાપત્ય મંદિરની અને મકાનોને આયુર્વા એક હજાર વર્ષને ગણાય છે. પરંતુ ગુજરાતનું આ