________________
( ૨૦ )
ગૃહસ્થાશ્રમી એટલે ઘર બાંધીને વસનારા, પરણત અંદગી ભેગવી સંસાર ચલાવનાર એવી અત્યારે વ્યાખ્યા કરાય. ચાર વર્ણોના સમયમાં જંગોને અંદગી ગુજારવા માટે ચાર આશ્રમ ઠરાવ્યા હતા. (૧) બ્રહ્મચર્ય (૨) ગૃહસ્થ (૩) વાનપ્રસ્થ ને (૪) સન્યસ્ત. આ ચાર આશ્રમમાંથી હાલ બે આશ્રમે હયાતિ ભેગવે છે. એક ગૃહસ્થાશ્રમ એટલે સંસારી અને બીજો સન્યસ્ત એટલે સાધુ, ત્યાગી, બાવા, સન્યાસી વિગેરે. ગૃહસ્થ શબ્દનો અર્થ પૈસાદાર અથવા ધનિક એ કરવાની ભૂલ ન કરે તે માટે તે શબ્દની વ્યુત્પત્તિ આપવી પડે છે. Uદ્દ ઘર તેને ય પ્રત્યય લાગે તેને અર્થ રહેનાર. મતલબ કે ઘર બાંધી તેમાં રહેનાર એ થાય છે. ભલે તે રહેનાર તદન કંગાલ હોય કે ભીખ માગીને પિતાનાં બૈરી છોકરાંને નિર્વાહ ચલાવતા હોય તો પણ તે ગૃહસ્થાશ્રમી કહેવાય. વધારે ધનવાન, રાજા કે અમીર ઉમરાવ તે પણ ગૃહસ્થાશ્રમી કહેવાય, તે સિવાય બાકીના ઘર આગળ આવે તે વટેમાર્ગ, અતિથિ, મહેમાન, મુસાફર ઇત્યાદિ નામથી ઓળખાય. આ ગૃહસ્થાશ્રમને સમય જદગીના વીસ વર્ષથી પચાસ વર્ષ સુધીને પહેલાંના સમયમાં મનાતું હતું. હાલતે પરણ્યા પછીથી તે ઘર છોડે નહીં ત્યાં સુધી સમય ગૃહસ્થાશ્ર ગણાય છે. કપડવંજમાં નીમા વાણિઓની નાતમાં આજ સુધી રિવાજ હતું કે છોકરાનું લગ્ન કરાવતા પહેલાં “નિશાળગળણ” નામે વરઘડે કાઢી છોકરાના પ્રથમ વિદ્યાગુરૂને ત્યાં જઈ સરસ્વતી પૂજન અને ગુરૂપુજન કરી વિદ્યાર્થી જે અત્યાર સુધી બ્રહ્મચર્યાશ્રમમાં હતો તેને ગૃહસ્થાશ્રમમાં લાવવા ગુરૂને ગ્ય દક્ષિણા આપી તેમની પરવાનગી લેઈ ઘેર લઈ આવતા. આ વહીવટ વેદના સમયની ચાતુર્વણ્ય સમયને છે. પ્રથમ બ્રાહ્મણે જોઈ સંસ્કાર આપી વિદ્યાર્થીને ગુરૂને ત્યાં વેદ-વેદાંગ ને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરાવતા. તે સમયના નિયમા વૈશ્ય એટલે હાલના નીમા વણિક મહાજનના પુર્વજે પોતાના બાળકને ઉપનયન સંસ્કાર આપી વ્યાપારી ધંધાને અંગે જોઈતું જ્ઞાન મેળવવા ગુરૂને ત્યાં મેકલતા. સાધન સંપન્ન નીમાવણિકે પિતાની અને બીજી વૈશ્ય જાતિનાં બાળક માટે લાયક ગુરૂ પસંદ કરી તેમને અભ્યાસક્રમ તથા તે અંગેનું મહેનતાણું વિગેરે નક્કી કરી આપી ગામઠી નિશાળે ચલાવતા. આવી નિશાળો કપડવંજમાં તે આજ સુધી ચાલતી. આથી નીમા વણિક મહાજન તે બ્રાહ્મણોની સાથે વૈશ્ય વર્ણની જાતના ચાતુર્વર્ણ સમયના છે, એ જૂના વહિવટને રહ્યો સહ્ય અવશેષ, તે આધુનિક સંસ્કૃતિ વિનાશક કેળવણીથી ષિાયેલા મગજવાળાએ આ રિવાજનું હાર્દ (તત્વજ્ઞાન) સમજવામાં નિષ્ફળ નિવડવાથી છેલ્લા પંદર વીસ વર્ષથી અસ્ત થવા પામ્યો છે. તે ગૃહસ્થાશ્રમને વ્યવહાર ચલાવવામાં “ લગ્ન સંબંધ” એ બીજ બધા વ્યવહાર કરતાં વધારે મહત્વને અને કાયમ સંબંધ જોડનાર વ્યવહાર છે.