________________
૨૩૪ . સંસ્થાના હેતુઓ, જુદા જુદા શહેરો અને ગામે જેવાં કે (૧) કપડવણજા, (૨) ગોધરા, (૩) વેજલપુર, (૪) લુણાવાડા, (૫) મહુધા-યુનેલ-કાનમ-સુરત તથા આ ઉપરાંત બીજે છુટા છવાયા વસતા અને કાળક્રમે એકમેકથી લગભગ અજાણું થઈ ગયેલા વિશા નીમા જૈન જ્ઞાતિ ભાઈઓને સંપર્ક, સમાગમ સાધવા, બંધુભાવ કેળવવા, નીકટ પરિચયમાં આવવા, તથા જ્ઞાતિના ઉત્કર્ષ માટે જુથબળ અને સંગઠન કેળવવા માટે તથા
સમસ્ત જ્ઞાતિની ધાર્મિક, આર્થિક અને સામાજિક ઉન્નતી કરવા અને કેળવણીને પ્રચાર સાધવા તથા પરસ્પર ભાતૃભાવની લાગણી વધારવા, એકબીજાને સહાય કરી, સહકાર કરી વ્યક્તિ કે સમષ્ટિ રીતે ઉપયોગી થવા વિગેરે જ્ઞાતિના શ્રેય માટેનાં કામે હાથ ધરવા, તથા
જ્ઞાતિમાં રૂઢ થઈ ગયેલા કેટલાક કુરિવાજોને અને રૂઢીઓને જેમ બને તેમ ઓછાં કરવા કે કાઢી નાખવા, ગામેગામ જ્ઞાતિ રિવાજો જુદા જુદા હોય તે સરખા કરવા અને શક્ય હોય ત્યાં ફેરફાર કરવા માટે પગલાં લેવા, જ્ઞાતિ ભાઈઓ સાથે પ્રેમ વધારવા, તિર કોમેની સાથે ધાર્મિક સિધ્ધાંતને બાધ ન આવે તે રીતે શક્ય હોય ત્યાં સહકાર આપવા અને સહકાર મેળવવા યોગ્ય પ્રવૃત્તિ કરવા–એ વિગેરે આ સંસ્થાના હેતુઓ છે.
બંધારણ.
૧. સંસ્થાનું નામ,
આ સંસ્થાનું નામ “શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ” રાખવામાં આવ્યું છે. અને આ બંધારણમાં “મંડળ” ના ક નામથી ઓળખાશે.
ર સંસ્થાના એકમ,
આ મંડળ નીચેના એકમ (units) નું બનેલું રહેશે -
(૧) કપડવણજ, (૨) ગેધરા, (૩) વેજલપુર, (૪) લુણાવાડા-વીરપુર, (૫) મહુધા-યુનેલકાનમ-સુરત,
ઉપરના એકમે ઉપરાંત વધુ એક ઉમેરવા મંડળને સત્તા રહેશે.
૩, ડેલીગેટની સંખ્યા
- મંડળના સંમેલનમાં બધા એકમેને વસ્તીના પ્રમાણમાં દર પચાસ માણસે એક પ્રતિનિધિ (delegate) મોક્લવાને હક્ક રહેશે. હાલની વસ્તીના પ્રમાણે દરેક એકમના પ્રતિનિધિઓની સંખ્યા નીચે મુજબ રહેશે.