________________
-૧૭૭
આ કહેવતના બનાવ આજથી એકસો વર્ષ ઉપરના છે. પરંતુ આ અનાજ વહેંચવાના સમય વિ. સં. ૧૯૫૫ એટલે આજથી લગભથ પચાસ વર્ષ પહેલાંના છે. તે હાલના હયાત માણસે પૈકી પ્રૌઢ વયના માણસાની જાણમાં છે. વીશા નીમા વિણક મહાજન જ્ઞાતિના આ પરોપકાર વૃત્તિનો સદ્ગુણુ વંશપર પરાગત વારસામાં આવ્યા છે. આવી શક્તિશાળી અને પુન્યવાન જ્ઞાતિએ તેની જીંદગીથી તે આજ સુધીમાં ઘણા તડકા છાંયા વેચે, ચડતી પડતી અનુભવી. હાલમાં છેલ્લા પંદર વર્ષથી સંતતિ અને સ*પત્તિમાં કાંઇક સુધારા દેખાય છે. તેમજ પરાપકાર વૃત્તિ પણ ચાલુ રહી જાય છે. એ ન્યાતની ઉપર કુળદેવની સંપુર્ણ દયા છે એમ નકકી જણાય છે.
આવી નાતને અને તેના કુળાચારને અવગણવા ને તે તરફ નિરાંઢર દ્રષ્ટિએ જોવું અને વર્તવું એ એક મહા પાપ છે. આવુ નિચંદર વર્તન રાખનાર જ્ઞાતિજનને સવિનય વિનતિ છે કે તેઓએ પોતાના આવા વર્તન અને વિચાર માટે શાંતમગજે વિચાર કરવા અને તેમાં પલટા લાવી આ નાત જે તે નાતની દરેક વ્યક્તિને પુજ્ય માતા તુલ્ય છે તેના તરફ પુજ્યભાવથી વફાદાર રહેવું અને તેના કુળાચારો તથા ખધારણાને અનુરૂપ એવાં વર્તનને સતત ચાલુ રાખવા પ્રયત્ન કરવા. આ માત્ર વાત્સલ્યને લીધેજ સૂચના છે. એને માને તે તે નૈતિક ફરમાન પણ છે, ભવિતવ્યતા તમે સર્વને સમ્રુદ્ધિપ્રેરે. તથાસ્તુ.
નાત
આવી સાધનસપન્ન અને સેવાભાવી નાતના સુપુત્રની સેવાથી સાષ પામેલી કપડવં’જી પ્રજા પણ કદર કરવામાં પાછી પડી નથી. સંતતી અને સંપત્તિમાં વીશાનીમા મહાજનની નાત કરતાં ખીંછ વણિક નાતા અધિકાધિક હાવા છતાં પેાતાનુ બહુપણાનું મમત્વ છેાડી આ ઓછી વસ્તીવાળી હોવા છતાં પણ તેમની પાપકાર અને સેવાવૃત્તિના બદલામાં આ શેઠીઆ કુટુંબને ‘નગરશેઠ’ની પદવી આપી સન્માન્યા છે એ કપડવંજની બીજી પ્રજાને પણ શોભારૂપ છે. આટલી હકીકત વિક્રમ સંવત્ની વીસમી સદીની શરૂઆતના સમયની વર્ણવી. ત્યારપછી નાતને આફત વેઠવાનેા સમય આવ્યે. કુદરતી આફતની શરૂઆત શેઠીઆ કુટુંબમાં પ્રથમ શેઠ મીઠાભાઇ ગુલાલચંદના દેહાત્સગ થી થઈ. તેઓશ્રી સંવત્ ૧૯૦૩ માં દેહવિલય થયા. તે પછી માત્ર બે ત્રણ વર્ષોમાંજ તેમના સુપુત્ર કરમચંદભાઈ અપુત્ર સ્વર્ગવાસી થયા. ત્યારપછી થાડા થોડા વર્ષને અંતરે ઢાલતભાઇ, શીવાભાઇ અને છેવટે લલ્લુભાઇ એ ત્રણે શેઠીઆ અલ્પાયુષી થઈ અપુત્ર સ્વર્ગસ્થ થયા. છેવટે નથુભાઇ શેઠના ગીરધરભાઇ તથા છેલ્લા છેલ્લા નહાલચંદભાઇ શેઠે પણ દેહાત્સગ કર્યાં. આ બધી