________________
૨૯૮
રા. વાડીલાલ મનસુખરામ પારેખે જણવ્યું કે લોન સ્કીમનુ ભડળ સન્માર્ગે વપરાય તે જવાની દરેકની ઈચ્છા હોય. હું ખાત્રોથી કહી શકું છું કે લોન સ્કીમ માટે બરાબર રીતે બંધારણ ઘડવામાં આવશે અને તેમાં સર્વે ભાઈઓની અનુમતિ હશે. તેવી વિગતવાર વિચારણા થશે. કોઇની ખોટી લાગવગ ચાલે નહિ તે ધ્યાનમાં રાખવામાં આવશે. બંધારણમાં છટકબારી રહે તથા અન્યાયનું તત્વ ઘુસી જાય નહિ તે માટે પૂરતી કાળજી રાખવામાં આવશે. આ સ્કીમને પાંચે ગામના ભાગીદારોની ભજીયારી પેઢી સમજવાની છે. તેમાંથી વિદ્યાર્થીઓને ભણવા માટે રકમ ધીરવાની છે અને તે શરૂઆતમાં વગર વ્યાજે આપવાની છે. ધીરેલા પૈસા સહીસલામત છે એમ સમજીને પૈસા આપવાના છે. આ પૈસાથી ભણેલા વિધાથીઓ આ સ્કીમમાં પૈસા જરૂર આપશે. હાલ તુરત રૂ. ૨૦) હજાર આપવાનું નામ સ્કીમ સાથે જોડવાની શરત કરેલી છે. પરંતુ હું જાહેર કરૂં છું કે ફા.૨૧) હજાર અથવા તેથી વધારે રકમ બીજા કોઈ ભાઈ આપશે તો હું હારું નામ પાછું ખેંચી લઈશ, પરંતુ રૂા. ૨૦) હજાર આપવાની મારી ઓફર કાયમ રાખીશ.
રા. મણીલાલ ચુનીલાલ ભણસાળીએ જણાવ્યું કે શેઠ વાડીલાલ ભાઈએ ઉપર જણાવેલી પિતાની ઓફર ત્રણ માસ માટે ખુલ્લી રાખી છે. એ મુદ્દત દરમ્યાન કેઈ ભાઈ ઉપર જણાવ્યા પ્રમાણે વધારે રકમ આપશે તે તેમનું શુભ નામ આ સ્કીમ સાથે જોડવામાં આવશે. આ નામ જ્ઞાતિની હસ્તિ હશે ત્યાં સુધી રહેવાનું છે. વધારે ઓફર આવતાં શેઠ વાડીલાલભાઈનું નામ મુખ્ય સંસ્થાપક તરીકે રહેશે. રૂા. ૧૦૦૦૦) અકે દશ હજાર આપનાર ભાઈશ્રી ચીમનલાલનું નામ સ્કીમના સહ-સંસ્થાપક તરીકે ગણાશે. રૂ. ૫૦૦૦) આપનાર ભાઈઓને આશ્રયદાતા ગણવામાં આવશે અને તેઓ રૂ. ૨૦૦૦) થા રૂા. ૩૦૦૦) એમ બે હણે આખી રકમ ભરી શકશે. રૂ. ૨૦૦૦) અથવા બે હપ્ત રૂપીઆ હજાર હજાર આપનારને ફાઉન્ડર પેન ગણવામાં આવશે. રૂ. ૧૫૦૦) આપનારને પેટ્રન ગણવામાં આવશે. રૂ. ૧૦૦૦) આપનારને વાઇસ પેટ્રન ગણવામાં આવશે. રૂા. ૫૦૧) આપનારને આજીવન સભ્ય ગણવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧૦) ૨૫) અથવા તેથી વધારેને ફાળે આ ફંડમાં આપી શકાય તેવી સગવડ કરવામાં આવશે. મેટી રકમને કાળ ભરનારને અમુક સત્તા આપવામાં આવશે. એ ઉ૫રાંત કંડમાં જુદી જુદી રીતિએ રકમ ભરવાની સમજુતી આપવામાં આવી હતી.
રા. વાડીલાલ મનસુખરામ પારેખે તે પછી ફંડ માટે એક જુસ્સાદાર અપીલ કરી હતી તેમણે ખડાલ ગામના એક વિદ્યાર્થીની ભણવાની ધગશ અને તેના મનોબળને દાખલો આપી ત્યા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જનાઓને ઉલ્લેખ કરી, જણાવ્યું હતું કે આ ફંડની તીજોરી તે ભરાવાની છે, પણ તે માટે તમારા આશીર્વાદ માગીએ છીએ. અમારી ભીખની ઝોળી ભરી દે. અમારી ઝોળી ખાલી તે નથી રહેવાની, અમે પૈસા તે લઈશું પણ તમે દીલથી આપે, એવી અમારી માગણી તે જરૂરજ છે.
તે પછી ભાઈ મણીલાલ ચુનીલાલ ભણશાળી, ભાઈ મણીલાલ માણેકચંદ શાહ, ભાઈ ભીખુભાઈ છોટાલાલ મહેતા, વિગેરેએ નસ્કીમની જરૂરીઆત દર્શાવતાં ફંડ માટે જોરદાર અપીલ કરી હતી.
આ બેઠક રાત્રે ૧૧ ના સુમારે પુરી થતાં સુધીમાં નીચેની વધુ રકમ ભરાઈ હતી. રૂા. ૫૦૦૧) સૌ. મેના બેન વાડીલાલ પારેખ
કપડવણજવાળ રૂા. ૫૦૦૧) ગાંધી વાડીલાલ નાથજીભાઈ
જેલપુરવાળા રૂ. ૫૦૦૧) શાહ મગનલાલ જેઠાભાઈ હ. વાડીલાલ મગનલાલ જીનવાળા. કપડવણજ