________________
परिशिष्ट नं. २
પડવાશ રાદેનું ટૂંકું વન:-” રચીને પ્રસિદ્ધ કરનાર મહાસુખરામ નરસિંહરામ ભટ્ટ, રહેવાસી કપડવણજના ઉડાપાડામા, તેમણે સંવત ૧૮૪૬ માં પ્રસિદ્ધ કરેલું છે. તેમાંની gવન ત” જે પૃષ્ટ ૧૦ માંથી પૃષ્ટ ૨૦ મા સુધીમાં છાપેલી છે તેની અક્ષરે અક્ષર નલ ઉતારી છે.
“સુમારે સંવત્ અગીઆરસેની સાલમાં, આ ગામ ઉપર રજપૂત રાજાઓને અમલ હતો, પરંતુ રાજા કઈ જાતના રજપૂત હતા તે જાણવામાં આવ્યું નથી. આ રાજાઓના વખતમાં ગામની મુકદ્દમી મેઢ વાણિઓના હાથમાં હતી. તેઓ રાજ્યવ્યવસ્થા કેવી રીતે ચલાવતા તેની માહીતિ મળી નથી. દિવસે દિવસે રજપૂતાનું રાજ્ય પડતી દશામાં આવવા લાગ્યું તે વખતમાં, મુસલમાની રાજ્ય જેરપર હતું. આ વખતમાં રાધનપુર અને તેની આસપાસ સરદાર મહમદખાં નામને નવાબ રાજ્ય કરતા હતા. તેની ઓરતનું નામ લાડણબીબી હતું. કોઈ સમયે તે બીબીને પિતાના ખાવિંદ સાથે અણબનાવ થયે, તેથી તે આ તરફ આવી. એ બાઈ જાતે હોંશિઆર, ચતુર અને રાજ્ય ચલાવવામાં લાયક હતી. તેણે પડતી દશાના રજપૂત પાસેથી રાજ્ય લઈ લીધું ને પિતે રાજ્ય કરવા લાગી. યેતના રક્ષણને માટે કેવી ગોઠવણ કરી તે આગળના ભાગમાં દર્શાવ્યું છે. તેના વંશને ઘણા વરસ અમલ રહ્યો. આગળ જતાં તેના વંશમાં મી મુસ્તફાખા નામે નવાબ છે. તે વૈત ઉપર ઘણે જુલમ ગુજારતો હતો. તેથી થતલકે રાજપીપળા જઈ ગાયકવાડ સરકારને અરજ કરી કે અમારા ઉપર નવાબ ઘણે જુલમ કરે છે તેથી હમો ગરીબની વહારે ચઢે. આ અરજ ઉપરથી ગાયકવાડ સરકારે ખંડેરાવને ફેજ આપી લડવાને મોકલ્યા. તેમણે આવી કપડવંજ નડીયાદ વગેરે ભાગે કબજે કરી નવાબને કાઢી મૂક્યો (સંવત ૧૮૦૯) ત્યારથી આ ગામ ઉપર ગાયકવાડને અમલ થયો. આ વખતે ગામની પટેલાઈમઢ વાણિઆના હાથમાંથી કૈડવા પાટીદાર કેશવજી કરીને હતા તેમના હાથમાં ગઈ. તેનું કારણ એ કે મેઢ વાણિઓની વસ્તી ધીમે ધીમે નાશ પામી ને ડાં ઘર હતાં તે પાસેના સંસ્થાન વાડાસરમાં જઈ રહ્યાં એટલે તેમની પટેલાઈ નાશ પામી. તેમના વંશજો હાલ વાડાસીનારમાં છે. ત્યારપછી સંવત ૧૮૭૨–૭૩ (ઈ.સ. ૧૮૧૬–૧૭) માં અંગ્રેજ સરકારે કડીના મલ્હારરાવ ગાયકવાડને વિજાપુર પરગણું આપી કપડવંજ લીધું, તે દિવસથી આ ગામ ઉપર અંગ્રેજ સરકારને અમલ ચાલે છે.
આ ગામ ઉપર જે વખતે રજપૂત લેકે રાજ્ય કરતા હતા, તે સમયે આ ગામ મેહેર નદીના જે ભાગને રાહનો આરે કહે છે, તે જગાએ તે વસેલું હતું. હાલમાં જે જગોએ લોકોની વસ્તી છે તે ગોએ તે કાળે ઘાડું જંગલ હતું. વાઘ, વરૂ, સિંહ વિગેરે ઘાતકી પ્રાણુઓ રહેતાં હતાં. તે પ્રાણીઓને તથા જંગલેને નાશ કરી ત્યાં વસ્તી શી રીતે થઈ, તે વિષેની હકીકત આ નીચે આપવામાં આવી છે.
જ્યાં હાલમાં નીલકંઠ મહાદેવ છે, ત્યાં આગળ પ્રથમ એ મહાદેવ હતા, પરંતુ કેઈના જાણવામાં નહોતા. કેઈ વાણિઆની ગાય દરરોજ તે જગાએ જઈ પિતાની મેળે દૂધની ધારા કરતી, તેથી વાણિઆને ઘેર બીલકુલ દૂધ દેતી નહીં. આ ઉપરથી વાણિઓએ અને ગેવાળે તેમ થવાનું કારણ શોધવા માંડ્યું. ગુપ્ત રીતે ગાયની પાછળ પાછળ ફરવા માંડયું. દરજના નિયમ પ્રમાણે ગાયે ત્યાં જઈ દૂધની ધારા કરી, તે નજરે જોયું. તેથી તેમણે વિચાર કીધે કે આ જગેએ કંઈપણ ચમત્કાર હે જોઈએ, માટે બીજે દિવસે