________________
૨૫૧
ઉપર મુજબ ઠરાવ મુકાયા પછી કપડવણજના વતની ગાંટી નગીનભાઈ વાડીલાલે તેમજ દરખાસ્ત મુન્નાર શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખે સંમેલનને ખાસ અપીલ કરી હતી કે આ ઠરાવની તરફેણમાં મત આપતા પહેલાં દરેકે પોતાના ખરા હૃદયથી પિતાનું ખરું બળ યાને વીર્ય ગેપવ્યા વગર આ કુંડમાં નણાં આપવાને પુરેપુરે વિચાર કરી મત આપ. તે પછી ગાંધી કેશવલાલ ગીરધરલાલ વકીલ કપડવણજવાળાએ નડીયાદની ખડાયતા કેમનો દાખલો ટાંકી તે કેમ એવી રીતે આગળ આવી અને તેઓએ ફંડ કેવી રીતે ભેગુ કર્યું તે જણાવ્યું હતું અને વધુમાં સુચના કરી હતી કે દરેક ભાઈઓએ લગ્ન વિગેરે ખોટા ખરચાઓમાં કાપ મુકી આ સ્કીમના ફંડમાં પૈસા આપવા.
ઉપરને ઠરાવ તેના સુધારા સાથે ફરી વાંચતાં સુધારામાં “જેની શક્તી ન હય” એવા શબ્દ સામે ઉગ્ર વિરોધ ઉઠવાથી ઠરાવ ફરીથી ઘડવામાં આવ્યો હતો, તે નીચે મુજબ છે –
આ સંમેલન એવા નિર્ણય ઉપર આવે છે કે કેટલાક આશાસ્પદ અને ભણી શકે તેવા બ્રાઈટ અને પ્રોમિસીંગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાધનના અભાવે મેટ્રીક યા તેની બરોબરી હોય તે અભ્યાસ કર્યા પછીની ઉંચ કેળવણું લઈ શક્તા નથી તેવાં લાયક વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને ઉક્ત ઉંચ કેળવણીમાં ઉત્તેજન મળે તે માટે તથા મેટ્રીક સુધીની કેળવણી માટે પણ ઉત્તેજન આપવા માટે અનુક્રમે લેન સ્કીમથી અને સ્કોલરશીપથી મદદ કરવી અને તે માટે સારું જેવું ભડોળ એકઠું કરવું. ભંડોળ એકઠું . કરવા માટે એક વગવાળી (Influential) કમિટી નીમવી તથા લેન સ્કીમ અને ઍલરશીપને લગતા કાનુને ઘડવા માટે એક બીજી કમિટી નીમવી. ઉક્ત બે કમિટીઓ નીમવા માટે વર્કીગ કમિટીને સત્તા આપવામાં આવે છે અને તેમાં સમયે અનુસાર વધુ મેમ્બરે ક ષ્ટ કરવા પડે છે તે માટે પ્રેસીડેન્ટને સત્તા આપવામાં આવે છે.
ઉપર મુજબ ઠરાવ ફરીથી લખાયા પછી વધુ વિવેચન કરવા માટે આવતી કાલની ઓપન શેસન ઉપર મુલતવી રાખી આજની સબજેક્ટસ કમિટી રાતના એક વાગે બરખાસ્ત થઈ હતી. અને બીજા બધા કરો એપન શેસનમાં ચર્ચવા એમ ઠરાવ્યું હતું.
બીજો દિવસ-આષાડ સુદ ૪ શનિવાર આ જે બપોરના ૨-૩૦ મીનીટે ફરીથી સંમેલનની બેઠક ભરાઈ હતી.
શ્રીયુત ભાઈ કસ્તુરભાઈ નગીનદાસે (સંમેલનના સેક્રેટરી) પાચે ગામની વસ્તી ગણત્રીના આંકડા તેમજ કેળવણી વિગેરેના પ્રમાણ સાથેને સવિસ્તાર હેવાલ વાંચ્યો હતો તે નીચે મુજબ છે –
- આપણા સંમેલનને મુખ્ય પાયે સંવત ૧૮૮૮ ના ચૈત્ર વદી ૧ ના રોજ, શ્રીયુત ચીમનલાલ ડાહ્યાભાઈ તરફથી સાશ્વતી આબલની ઓળી કરાવવામાં આવી તે વખતે પાંચ ગામ તરફથી હાજર રહેલા -
વ્યક્તિઓને શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખને ત્યાં શ્રીયુત શેઠશ્રી બાબુભાઈ મણીભાઈના પ્રમુખપણું નીચે એકત્ર કરવાને પ્રસંગ મળે તે વખતે પ્રથમ સંમેલનને પાયો નંખાયેલે અને દરેક ભાઈઓને વસ્તીપત્રક તૈયાર કરી કપડવણજ મોકલી આપવા સુચવેલુ તે પત્રકના આધારે વસ્તી ગણત્રી નીચે મુજબની થાય છે: