________________
- ૩૧૦
૨૪, કેરમ થવાને વખત. સભાના નીમેલા વખતે કોરમ ન થયું હોય તે એક કલાક રાહ જોવી ને કોરમ થાય તે કામ ચાલુ કરવું. કેરમને અભાવે સભા મુલતવી રાખવી.
૫. કાર્યવાહી કમિટીના સભ્યોનું એલાયન્સકાર્યવાહી સમિતિના સભ્યોને મીટીંગમાં જવા આવવા સારૂ બીજા વર્ગનું ભાડું આપવું તે સિવાય બીજું કાંઈ ખર્ચ આપવામાં આવશે નહિ.
ર૬. સ્પેશીઅલ કમિટી. કાર્યવાહી કમિટી ઉપરાંત, મંડળ સ્પેશીયલ કમિટી નીમી શકશે ને તે કમિટીને મંડળ યોગ્ય લગે તેવી સત્તાઓ સાંપી શકશે અને તેટલાં પુરતી કાર્યવાહી કમિટીની સત્તા કમી થયેલી ગણાશે.
ર૭. પ્રમુખ અગર ચેરમેનની ગેરહાજરી. કોઈપણ કારણસર પ્રમુખ અગર ચેરમેન હાજર ન રહી શકે તે માત્ર તે દિવસની સભાના કામકાજ માટે કામચલાઉ પ્રમુખ અગર ચેરમેનની ચૂંટણી કરી કામ શરૂ કરવું. કામ ચાલુ હોય તે દરમિઆન પ્રમુખ અગર ચેરમેને હાજર થાય તે સદર ચુંટાયેલા કામચલાઉ પ્રમુખ અગર ચેરમેને હાજર થનાર પ્રમુખને (ચેરમેનને) પોતાની બેઠક ખાલી કરી આપવી અને બાકી રહેલું કામકાજ આવનાર પ્રમુખ અગર ચેરમેનના અધ્યક્ષપણા નીચે કરવું.
૨૮, વકતા તથા પ્રમુખની સત્તા, વકતા-સભામાં એક વખતે એકજ સભ્ય બેલશે. બેલનાર પિતાનું કહેવું પુરૂં કરે નહીં ત્યાંસુધી બીજા કોઈ સભ્ય વચમાં બેલી ઉઠવું નહીં. બેલશે તેને પ્રમુખ રોકી શકશે અને તેને બેસાડી દેશે. પરંતુ જે કઈ કાનુની પ્રશ્ન હોય તે તે માટે કોઈ પણ સભ્યને વચ્ચે બેલી પ્રમુખને તે માટે ખુલાસે પુછવાને અધિકાર રહેશે, પરંતુ પ્રમુખ ત્યારબાદ જે કરે તે પ્રમાણે વરતવું પડશે. દરેકને પોતાના વિચારો સ્વતંત્રપણે ને સભ્યતાથી, વિનયથી, એ શબ્દોમાં અને સભ્ય ભાષામાં રજુ કરવાનો અધિકાર છે.
પ્રમુખ -એક કરતાં વધુ બેલનાર હોય તે પ્રમુખ જેને કહે તેને પ્રથમ બોલવું ને પછી બીજાએ બોલવું. પ્રમુખના હુકમને પુરેપુરૂં માન આપવું ને હુકમ માન્ય ક. પ્રમુખ બેલવા માટે જેટલો વખત આપે તેટલા વખતમાં પોતાનું બેલનું પુરૂં કરવું. પ્રમુખ બેલનારને, વચમાં પણ, બોલવા માટે મનાઈ કરી શકશે ને બેસી જવાનું કહેશે તે તે મુજબ પ્રમુખના હુકમને માન્ય કરે, અને વકતાએ બેસી જવું જોશે.
૨૯, પ્રમુખની રજા, સંમેલનની સભા સિવાયની સમિતિઓની સભાનું કામકાજ ચાલતું હોય ત્યારે પ્રમુખને જણાવી કોઈપણ સભ્ય બહાર જઈ શકશે.