________________
પ્રકાર છે શું
शाति अने गोत्र શાતિઃ
વિ. સં. દશમાં સૈકા પછી પ્રથમની ચાર વર્ણોનાં બંધારણ, તેના કાયદા, તેની વ્યવસ્થા વિગેરેમાં પરિવર્તન થવાથી અઢાર વર્ષે એટલે જાતે થઈ. તે અઢારે જાતેમાં જથા, સમુહ, ભાગ, વિભાગ, શાખાઓ, તડાં વિગેરે સ્વરૂપે જુદા પડી પિતાની સગવડ પ્રમાણે ગૃહસ્થાશ્રમને કારભાર ચલાવતા થયા. તે રિવાજે કાળે કરીને રૂઢ થઈ ગયા અને તેનાં બંધારણના કાયદાથી ટેવાઈ ગયા. એટલે તે કામ ચલાઉ સ્વરૂપે તથા સમુહ વિગેરેના આગેવાને તથા તે સમયના સમાજ નિયામકોએ તેમને એટલે કામચલાઉ સ્વરૂપને જ્ઞાતિ અગર નાતનું નામ આપી કાયમ કર્યા. એ નાતના બંધારણના કાયદાના ચોકઠામાં ગોઠવાઈ પિતાના ગૃહસ્થાશ્રમને સઘળે વ્યવહાર ચલાવવા લાગ્યા. આવી રીતે બ્રાહ્મણ વાણિઆ જેવી આગળ પડતી મુખ્ય જાતમાંથી ચોરાશી ચોરાશી નાતે તે આપણે આગળના પ્રકરણમાં જોયું. તેમાં વળી વાણિઆની જાતની ઘણું ખરી નાતેમાં શા અને વીરા એવા બે ભેદ પડવાથી એ નાતેના આંકનો પાર રહ્યો નથી. આવા અગર આનાથી પણ વધારે બુરા એવા ભેદ રજપૂત, કણબી, પાટીદાર, કારીગર વર્ગ, વણકર, અંત્યજ વિગેરે સઘળી નાતેમાં પડ્યા જ કર્યા છે. તેમજ તેના બેટા મમત્વને લીધે અંદર અંદર ઝઘડા, લડાઈ વિગેરે થયા જ કરે છે. એવું આપણે ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ. જ્ઞાતિભેદનું આ એક દુષણ છે. છતાં ગ્રહસ્થાશ્રમ સુખરૂપે ચલાવવા માટે જ્ઞાતિ એ ખાસ મદદનું સાધન છે ને તે માટે હાલની જ્ઞાતિઓની ઉપયોગિતા છે તે હવે પછીના લખાણથી સમજાશે.
વેદ સમયના બ્રાહ્મણ ધર્મ તથા નવા સુધારેલા હિંદુ ધર્મમાં વટાળના પ્રબંધે તે અઢારે જાતને પિોતપોતાની જાતિમાં અને પિતાથી ચઢતી જાતિમાં ભેજન લેવાની છૂટ મૂકી એટલે બ્રાહ્મણ કે વાણિઆ જાતિમાં ભલે ચોરાશી ચોરાશી નાતે થઈ પણ તે સઘળી નાતે ને પિતાની જાત એટલે બ્રાહ્મણે બ્રાહ્મણમાં ને વાણિઆઓ સઘળા વાણિઓની નાતેમાં ભેજન લેતાં વટળતા નથી. માત્ર પિતાથી ઉતરતી જાતમાં ભેજનવ્યવહારની મનાઈ સમાજના રિવાજથી કાયમ રહી. આથી પ્રજાને પિતાને વ્યવહાર ચલાવવામાં હરકત આવી નહીં ને ભેજનવ્યવહાર વટાળ પ્રબંધના કાનુન અનુસાર સરળતાથી ચાલ્યા.