Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 313
________________ ૨૬૪ અત્રેના ભાંઇ વાડીલાલ મગનલાલ પોતે એપરેશન કરાયેલ હેાવાથી આપણી વચમાં આવી શકયા નથી. તેઓની હાજરી આપણા કામને જરૂર વેગ આપી શકત. આપણે આશા રાખીએ તેઓ સાજા થશે, અને ભવિષ્યમાં આપણને તેઓની શકિત અને બુધ્ધિના લાભ આપશે. અસ્તુ. ઉપરના ભાષણમાં શ્રીયુત શેઃ બાબુભાઈની શકત, કાર્ય કરવાની ધગશ અને આખી વિશા નીમા જ્ઞાતિને પ્રગતિને પ ંથે લઇ જવા માટેના તેમનેાઉલ્લાસ અને તનતેડ મહેનત કરવાની ધગશ વિગેરે તરી આવતાં હતાં. પ્રેસીડેન્ટનુ ભાષણ બહુજ દેરવણી આપનાં અને સૂચક હતું. અંતમ શ્રીયુત શેઠ બાબુભાઇએ અત્રે પધારેલા તમામ ટૅલીગેટા, શ્રી નેમિલ્ટન સેવા મંડળ, રિશેપ્શન કમિટીના ચેરમેન ભાઇ નગીનભાઇ વકીલ તથા સેક્રેટરીએ ભાઇ નગીનભાઈ ગબુભાઈ, તથા ભાઈ કસ્તુરલાલ નગીનદાસ તથા સ ંમેલનના સેક્રેટરી ભાઇ શાન્તિલાલ ગાંધી લુણાવાડાવાલા વિગેરે તમામને આભાર માન્યા હતા. પ્રેસીડેન્ટનુ ભાષણ સમાપ્ત થયાબાદ આભારની દરખાસ્ત દરેક ગામના પંચ તરફથી નીચે મુજબના ભાઇઓએ મુકી હતી. શા. ગીરધરલાલ હીરાચંદ, ગેધરા તરથી. શા. છીલદાસ મણીલાલ, વેજલપુર તરથી. તેલી. ભાઈચ ંદભાઇ જેચંદભા વકીલ, લુણાવાડા તરફથી. દેસી. શામળદાસ ભુરાભાઇ, ચુનેલ-મહુધા તરફથી. ઉપર મુજબની દરખાસ્ત સહર્ષ વધાવી લેવામાં આવી હતી. અને આપણા પ્રેસીડેંન્ટ મહાશયની યોગ્યતા, કુશળતા, કાર્યદક્ષતા અને લાયકાત માટે ગોધરાવાળા ભાઈ વાડીલાલ છગનલાલે મુક્ત કઠે પ્રશંસા કરી હતી, અંતમાં શા, ચીમનલાલ ગીરધરલાલ વકીલ કપડવણજવાળાએ કપડવણજના પંચ તરફથી સર્વેને આભાર માનવાની દરખાસ્ત રજુ કરી હતી, જેને ભાઇ કસ્તુરલાલ નગીનદાસે ટેકા આપ્યા હતા. છેવટના ગેધરાવાસી ભાઇ છોટાલાલ મનસુખભાઇએ, પ્રેસીડેંન્ટ શેઠ બાબુભાઇ મણીભાઇની લાયકાત અને તેમના ઉચ્ચ વિચારી ઉપર ટુંકું પ્રવચન કરી સભાનેા આભાર માન્યા હતા. ત્યારબાદ વિદાયગીરોનું ગીત “ વસમી વિદાયા ” હેંનેએ ગાઈ, સરતાં આંસુએ મહેમાને ને વિદાયા આપી હતી. અંતમાં પ્રેસીડન્ટ વિગેરેને હાર તારા અર્પણ કરી સર્વે ને વધાવ્યા, અને અરસ-પરસ આભાર માનતા ભાવભીની લાગણીએ સહીત, આપણા આ પ્રથમ સમેલનમાં પધારેલા સર્વે ભાઇઓએ સાંજે ૬ વાગે સમેલન વિસર્જન કરી વિદાય લીધી હતી.

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390