________________
–૧૩૬કે કેમ? તે જણાતું નથી. ગોવર્ધન શ્રેષ્ટિ અને તેમના વંશજોની નાતજાતને ઉલ્લેખ નથી કારણ કે નાતને જન્મ થયે માત્ર સે બસો વર્ષ થયેલાં તેથી તેનું બહુ મહત્વ તે સમયમાં ગણતું નહીં. પરંતુ તે સમયની ભાષા તેમનાં નામ ઇત્યાદિથી તેઓ ઓસવાળ હોવા જોઈએ અને તેમણે જ કપડવંજમાં જૈન ધર્મને સારે પ્રભાવ જમાવેલે જણાય છે.
આ જૈન પ્રભાવશાળી સમયમાં નીમા વણિક મહાજનના કેટલાક જથા યાને કુટુંબ કપડવંજ આવ્યાં તે બીના આ પુસ્તકના પાંચમા પ્રકરણમાં પૃષ્ટ ર૭ થી પૃષ્ટ ૪૦ સુધીમાં સવિસ્તર વર્ણવી છે એટલે અહીં તેની પુનરૂક્તિ કરી નથી. તે આવનાર પહેલા જથામાં રહીઆ ગાંધીના વડવાઓ અને દેવચંદ માધવજીના વડવાઓ હાલના કપડવંજમાં ઢાકવાડી અને તેની આસપાસમાં આવી વસ્યા. તેની સાથે મેદીઓની ખડકીમાં વસનારા જ્ઞાતિ ભાઈઓ હશે એમ જણાય છે અને તે તેરમા સૈકાની શરૂઆતને સમય હતો. ત્યાર પછી બીજો હપ્ત ચાર સૈકા ગયા પછી મોડાસા તરફથી ખસતાં ખસતાં શેકીઆ કુટુંબ એટલે હરજી અંબાઈદાસનું કુટુંબ તેમના પાડોશી લાલદાસ તેલીનું કુટુંબ, રંગજી સુકીદાસ (ગાંધી) અને તેમની પાછળ પાછળ ચાંપાનેર તરફથી મનસુખભાઈ માણેકચંદ અને કરમચંદ ત્રીકમજી એ ગૃહસ્થ લગભગ અઢારમા સૈકામાં એટલે વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૯ સુધીમાં આવ્યા હોય તેમ જણાય છે. તેમણે હરસદ માતાની પિળ અને તેની સામેની હાલ કહેવાતી કેવળભાઈ શેઠની ખડકીમાં વસવાટ કરી દીધો તેમના ઘરોના જૂના લૂગડાં ઉપરના દસ્તાવેજો જોતાં આ અનુમાન સત્ય ઠરે છે. ચાંપાનેર મહમદ બેગડાના વખતમાં ફરીથી સમૃદ્ધ થયું તે સમયને લાભ લઈ આપણુ વિચક્ષણ પુરૂષે આ તરફ આવી ગયા. વચ્ચે વચ્ચે વસ્તાદેસી અને દેવચંદ ભૂધર અને પાનાચંદ રઘનાથ એ સમૃદ્ધ અને સાહાસિક વેપારીઓએ કપડવંજમાં દલાલવાડામાં વસી ઉત્તરના દરવાજાથી તે દક્ષિણના દરવાજા સુધી આખો દલાલવાડે સંતતિ અને સંપત્તિથી ભરી દીધું. અહીં કપડવંજમાં તેમને ફાવટ આવવામાં જૈન સંપ્રદાયે તેમને બહુ જ સહાય કરી છે. અહીંના નીમા વાણિઆ બધા વીશા છે ને તે બધા શ્રાવક છે. આ ગામની નજીક જૈનપુરી તરિકે પ્રખ્યાતિ પામેલું અમદાવાદ તેની સાથે અહીંના શેડીઆ કુટુંબે ધાર્મિક, વ્યાપારિક અને આર્થિક સંબંધ બાંધી વ્યાપારમાં માળવા ને મેવાડ અને ઈડર રાજય આદિ સ્થળેએ વ્યાપાર લંબાવી તેમાં ફાવ્યા અને અમદાવાદના ઓશવાળ જૈન શેઠીઆઓની હરેનમાં બેસવાને અહીંના શેઠીઆ હકદાર થયા. આ શેઠીઆની મુનીમગીરી, ગુમાસ્તાગીરી, આડત ઈત્યાદિના ધંધાથી બીજા ઉપશેકીઆ પણ થયા. પ્રથમ આવનાર વણિકના જ્ઞાતિપ્રેમના પ્રતાપે પાછળથી આવનાર કુટુંબ જેવકે મનસુખ