________________
- ૧૮૫–
દેખાદેખી જુના ને આળસુ વતની ખેડુતોએ ઉગાડવા માંડયા. તે બધી વસ્તુઓ થોકબંધ કપડવંજના બજારમાં આવી ને તેને વ્યાપાર બીજા વણિકો સાથે આપણું વણિકોએ ધમધોકાર ચલાવ્યો. કપાસની છત થવાથી તેને પીલી રૂ કાઢી તેની ગાંસડીઓ બાંધી મુંબઈ-અમદાવાદની મોલના દરવાજે ખડી કરી દીધી. હાલ જેમ ભરુચ-આકેલા વિગેરે કપાસની વધુ પેદાશવાળા સ્થળોમાં રૂના ભાવ બોલાય છે ને વ્યાપાર ચાલે છે ને તે સ્થળનું લીષ્ટ છે તે લીબ્દમાં કપડવંજ વિજયં એ નામ પણ દાખલ થઈ ગયું છે. “વિજય એ એક રૂની જાત અને તે કપડવંજની આસપાસની જમીનમાં વધારે પ્રમાણમાં થાય છે, અને એ રૂ બીજા દેશી રૂ કરતાં ઉત્તમ કેટીનું ને લાંબા તારનું બને છે. તેથી કપડવંજ વિજય એ નામ વ્યાપારીઓના ભાવના લીસ્ટમાં દાખલ થઈ ગયું છે એ કપડવંજ માટે આ એકવીસમી સદીની શરૂઆતમાં શુભ નિશાની છે. રેલ્વે આવતા પહેલાં એક જીન બરાબર ચાલ્યું નહિ ને તેને બંધ કરવું પડયું. તે જગાએ કપડવંજમાં અત્યારે પાંચ-છ જીન ચાલે છે તેમાં આપણી નાતવાળાની બહુમતિ છે એ આવકારદાયક છે. કપાસની માફક મગફળીનો પાક પણ કપડવંજ તાલુકામાં સારો થાય છે તેને પીલી તેલ કાઢવાને “તેલની મીલ” નામે ત્રણેક કારખાનાં ચાલે છે. તેમાં આપણી નાત તે હોયજ હોય. એમાં કંઈ નવાઈની વાત નથી.
આ સિવાય બીજી ચીજો વળીઆરી, જીરૂ એ વસ્તુઓ સેંકડો કળશી ભરી રાખનાર અને સમય સારો આવે પરદેશ વેચનાર વ્યાપારીઓમાં પણ આપણી નાતની બહુમતી છે. આ પરદેશી ખેડુતોએ આવી જમીનને ખેતી લાયક બનાવી તેમાં ખર્ચવા નાણાં જોઈએ એ નાણાં પિતાના દેશમાંથી સાથે લાવે તેવા સાધન સંપન્ન નહોતા. તેઓ તે ધન શોધવા આવ્યા હતા. તેમની સાહસિક વૃત્તિ જોઈ આપણા નીમા વણિઆઓએ એ પરદેશી અને અજાણ્યા ખેડુતોને સાહસિક વૃત્તિથી નાણાં ધીર્યા ને તેના બદલામાં તેમની સુધારેલી જમીનમાં ભાગ પડાવી ઓછાવત્તા અંશે પિતે પણ જમીનદાર બની પોતાના વંશ વારસોને સુદૃઢ અને સુખી કરવામાં પાછા પડ્યા નથી. આ રીતે કપડવંજમાં અને બહારગામમાં બંધ કરી, એક બીજાની અરસપરસ મદદ અને સહકારથી કપડવંજ વિશાનીમા વણિક મહાજનની સમસ્ત જ્ઞાતિ પિતાની અસલ સ્થિતિએ પહોંચવા ધસી રહી છે એ એક આનંદદાયક બીના છે.
આ ઉપરાંત પિતાની વંશપરંપરાગતની પરેપકાર વૃત્તિને ઉપયોગ કરી પ્રજા સેવા કરવાને સંતોષ મેળવવાના રસ્તા હાલના જમાનામાં બદલાયા છે. તે બદલાયેલા રસ્તાઓમાં પણ આપણા વણિકે માંની સાધનસંપન્ન વ્યક્તિઓ