Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 372
________________ કપડવણજમાં હાલમાં ઉદ્ભવેલાં થોડાં જાણવા જેવા કામો. જ્ઞાન મંદિરની સ્થાપના. જ્યારે કેઈપણ વસ્તુ યા આદર્શ આગળ આવે છે ત્યારે તેને કંઈપણ આલંબન જરૂર હોય છે. આ સમય હતો સંવત ૧૮૮૯ યાને સને ૧૮૪૩, જ્યારે સ્વ. ભાઈચીમનલાલ ડાહ્યાભાઈએ શ્રી પૂજ્યપાદ્ આગમ ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની નિશ્રામાં, પરમારાધ્યસ્વરૂપ નવપદજીની આરાધના નિમિત્તે ચૈત્ર માસની આંબેલની ઓળી કપડવંજ મુકામે રૂપીયા ૬૦ થી ૭૦ હજારના ખર્ચે કરાવી; તે સમયે ઘણું મુનિવર તેમજ સાધ્વીજીઓ, તેમાં ખાસ કરીને આપણી જ્ઞાતિનાં તમામ દિક્ષીત, જેની સંખ્યા ૭૦-૮૦ના અંદાજે થવા જાય, તે બધાની હાજરી પડવંજમાં હતી. સ્વ. ભાઈ ચીમનલાલે આ બધાને આ જગાએ એકત્રિત કરવામાં, અથાગ શ્રમ લઈને ગામે ગામ આમંત્રણ મોકલેલાં. સ્વભાવીક છે કે ગામના અને જ્ઞાતિના દિક્ષીત સાથે સંપર્ક સાધવામાં દરેક જ્ઞાતિ જણને સુલભતા હોય, તેવી રીતે આપણી જ્ઞાતિના શ્રી વાડીલાલ મનસુખરામને આ પ્રસંગે દિક્ષતાને સંપર્ક સાધવાને મે મળ્યો. આ પ્રસંગે સાધુ મુનીરાજે પાસેના પુસ્તકોના સંગ્રહને જ તેમના જેવામાં આવ્યું. વાતચીત પરથી તેમને એમ લાગ્યું કે સાધુ મુનિરાજને પુસ્તક સાચવવાનાં અમુક ચોકકસ ઠેકાણુ સિવાય, તેમજ તેમની સગવડો સાચવી શકાય તેવી નિયમીત વ્યવસ્થાવાળી સંસ્થાના અભાવે, સાધુ મુનીરાજેને પિતાને પુસ્તક-સંગ્રહ ઘણે ભાગે, તેમના નિત્યના કાર્યક્રમમાં ઓછાવત્તા અંશે આડે આવતા હતા. આ દૂર કરવા માટે કંઈપણ કરવુ જોઈએ તેમ તેમને લાગેલુ; આ વિચારે તેમનામાં ઘર કીધુ, અને અવસર આવે તેએાએ તે વિચારથી ઉદભવેલી વિચાર શ્રેણીના આધારે, જ્ઞાન મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો, અને રૂપિયા ૬૦ હજારની રકમનું ટસ્ટ બનાવ્યું. આ રકમ સને ૧૯૪૫ માં કાઢવા છતાં તેઓ તાત્કાલીક તે રકમનો ઉપયોગ કરી શકયા નહિ; કારણ કે તે માટે જોઇતી જમીન નહિ હોવાથી, તેમજ આ નાની શી રકમમાંથી જમીન વેચાતી લે શકે તેમ ન હોવાથી. તેમજ ટસ્ટની અંદર રૂા. ૩૦ હજાર વહિવટ માટે અલગ રાખવાની જોગવાઈ હવાથી, અને બાકી રહેલી રૂા. ૩૦ હજારની રકમમાંથી જમીન અને મકાન શક્ય ન હોવાથી આ વિચાર અમલમાં આવતાં ઘણો વખત લાગે. હર હંમેશ આ જમીનની બાબત તેમના મન ઉપર રહેતી હતી, જે આસ્તે આસ્તે નિશ્ચીત રૂપને પકડતી ગઈ ઘણી જગાઓ મળતી હતી પણ તેમને એવો નિર્ણય હતો કે આ જ્ઞાન મંદિર સર્વ જૈનેને (જૈન સંધને) એક સરખુ ઉપયોગી થાય તથા કોઈ પણજાતના વાડાના બંધનમાંથી મુક્ત રહે તેથી,તે સબંધી હમેશાં સાવચેત રહેતા. જે વસ્તુ જ્યારે નિમિત્ત હોય ત્યારેજ બને છે, તેવી રીતે આમાં પણ બન્યું. ચૌમુખજીના દહેરાસરના વહિવટમાં શ્રોત્રીવાડામાં આવેલી જમીન, જે વેટર વર્કસની ટાંકીમાંથી સદભાગ્યે જાણે આ જ્ઞાન મંદિર માટે બચેલી ન હોય તેમ, ભાઈ વાડીલાલે તે જગા માટે શ્રી ચૌમુખજીના વહિવટદારોને વિનંતી કરી. વહિવટદારને, જેમ બધે બને છે તેમ, કેટલીક બાબતોને વાંધો લાગ્યા કરતો હતો. જેમાં પ્રથમ ૮૮ વર્ષના પટાની બાબત હતી. આટલે મોટે પટે જમીનની વપરાશ બીજાને સેંપવી તે જરૂર લાંબો વિચાર તે માગે છે, પરંતુ સ્વર્ગસ્થ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈની દરમીનગીરીથી સૌને સમજાવી અને ધર્મની ઉન્નતીનું એક કામ થતું હોવાથી અને ભાઈ વાડીભાઈને પ્રોત્સાહન મળે તે માટે,

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390