________________
મ -
૨૪
૯ કેળવણી લીધા પછી દરેક વ્યક્તિએ પોતાની કોમને ઓછામાં ઓછાં ત્રણ વરસ સુધી
સેવા આપવી. ૧૦ ઉદરગેર નીમા વાણીયા શીવાય કોઈની આગળ હાથ લંબાવતા નથી તો તેમની
જ્ઞાતિને નીમા વાણીઆનું એક અંગ સમજીને તેમના બાળકોને મદદ કરી આગળ લાવવાની દરેક પિતાની ફરજ સમજવી.
ઉપર મુજબ ચાર વકતા પુરા થયા પછી ૪-૧૫ મીનીટે ગાંધી નગીનભાઈ ગબુભાઈ તરફથી રાખેલા ચા-પાણીના મેળાવડામાં જવા સારું સંમેલનની બેઠક અડધા કલાક માટે મુલતવી રહી હતી.
ચારને પીસ્તાલીસે પાછી બેઠક શરૂ થતાં કપડવણજવાળા શા. ગીરધરલાલ છોટાલાલે પુરૂષ કેળવણી કરતાં સ્ત્રી કેળવણી ઉપર વધુ ભાર મુકી વીસ્કૃત ભાષણ કર્યું હતું. તેમજ છોકરાઓ માટે ઉધોગીક કેળવણી તરફ બોલતાં દરેકને પિતાના બાળકને તે તરફ દોરવા માટે સભાજનોનું ધ્યાન ખેંચ્યું હતું. - ત્યારબાદ તેઓએ સુરતમાં આવેલા જૈન દેરાસરની સવીરતર હકીકત કહી હતી કે જે દેરાસર સુરતમાં બાગની અંદર આવેલું છે અને તેની અંદર આપણી નીમા કામનાં ભરાવેલાં પચાસથી સાઠ બીંબ છે તેમ જણાવ્યું હતું. સુરતની મ્યુનિસિપાલિટિએ આ દેરાસરને બાગમાંથી હટાવવા માટે પ્રયત્ન કરેલ તેના અંગે સુરતના જૈનોએ વાંધો ઉઠાવેલ અને તે બાબત કેસ થયેલો તેની હકીકત વિગતવાર જણાવી હતી. આખરે સને ૧૯૪૨ માં દીવાની કોર્ટમાં જૈનેની જીત થઈ અને જજમેન્ટ જૈનના તરફેણમાં આવ્યું. આ હકીકતને લગતું એક છાપું નામે જૈન જીવન માટે જાનેવારી સને ૧૯૩૧ નું સામેલ કર્યું હતું. આ ઉપરથી સુરતની અંદર નીમા વાણીઆઓની મોટી વસ્તી તે ટાઈમે હોવી જોઈએ એવું તેમણે પુરવાર કર્યું હતું અને અપીલ કરી હતી કે આ દેરાસર માટે યોગ્ય બંદોબસ્ત કરવા આ સમીતી પિતાથી બનતું કરશે. આટલું બોલી તેઓ બેસી ગયા હતા,
ત્યારબાદ પડવણજના વતની મેસર્સ બાટલીબઈની કે. વાળા શ્રીયુત વાડીલાલ મનસુખરામે સંમેલનના ભવિષ્યના નીભાવના જરૂરી ખરચ માટે ઓછામાં ઓછી રૂ. ૧૦૦૦ની મુડી ભેગી કરવાને નિર્ણય કરવા જાહેર કર્યું હતું અને તેમ થાય તે કપડવણજના જૈન પંચ તરફથી રૂા. ૩૫૧) આપવાનું તેઓએ જાહેર કર્યું હતું.
શ્રી વેજલપુરના સંધ તરફથી સંમેલનના ભવિષ્યના નીભાવના ખરચ માટે રૂા. ૧૫૧ આપવા શા. છબીલદાસ મણીલાલે જાહેર કર્યું હતું.
મહુધા-યુનેલના પંચ તરફથી ભાઈ શામળદાસ ભુરાભાઇએ સંમેલનના ખરચના નીભાવ માટે રૂ. ૧૫) આપવાનું જાહેર કર્યું હતું.
લુણાવાડા વીરપુરના પચ તરફથી રૂ. ૧૫૧ સંમેલનના ભવિષ્યના નીભાવ માટે વકીલ ભાઈશ્રી ભાઈચંદભાઈ જેચંદભાઈ તેલીએ જાહેર કર્યું હતું.
ગોધરા તરફથી શ્રીયુત શેઠ છોટાલાલ મનસુખભાઈએ ગોધરાના સમસ્ત પંચ તરફથી સંમેલનના ભવિષ્યના નીભાવ માટે રૂ. ૩૨૫ આપવાનું જાહેર કર્યું હતું.