________________
૨૮૦
ઠરાવ ઓગણીસમે :- આ ઠરાવ તલાજા તીર્થને મૂર્તિખંડન સામે વિરોધ દર્શાવ્યો હતો. જે સંમેલનમાં રજુ કરી આ કૃત્યને વિરોધ કરી સખત રોષ દર્શાવતે ઠરાવ કરવા ઠરાવવામાં આવ્યું હતું.
- ઠરાવ વીસમો:–ભાઈ સવાઈલાલ કેશવલાલ તરફથી મેટ્રીકમાં વધુ માર્ક ઉત્તિર્ણ થનારાઓને ઈનામો તેમજ સંમેલન વખતે રંજન કાર્યક્રમ રાખી તેમાં પણ ઈનામે વહેચવા સંબંધીને ઠરાવ રજુ થયું હતું. તે બાબત બેઠકમાં ચર્ચવા ઠરાવવામાં આવ્યું હતું.
ઠરાવ એકવીસમો - ભાઈ મણીલાલ માણેકચંદ તરફથી નીચે મુજબની સુચનાઓ કરતે ઠરાવ રજુ થયો હતો. '
' (૧) વિદ્યોત્તેજક સહાયક સહકારી મંડળ સ્થાપવું.
(૨) સહકારી બેન્ક કાઢવી. (૩), ગામમાં ચાલતા વિવિધ જુદાં જુદાં ફડની તપાસ માટે કમિટી નીમવી.. , (૪) જ્ઞાતિના બાળકોના વિવાહ સંબંધી ઓછામાં ઓછી ઉમર ઠરાવવી. (૫) વિસા નીમા વૈષ્ણવ જ્ઞાતિ સાથે સંપર્ક સાધવો અને તે જ્ઞાતિની વસતી ગણત્રી કરવી.
ઉપરની સૂચનાઓ ઉપર ચર્ચાને અંતે પહેલી સૂચના કેળવણી કમિટીને રજુ કરવી, બીજી સૂચના બેન્કના ઠરાવ વખતે વિચારવી, ત્રીજી સુચના માટે સંમેલન કંઈ કરી શકે નહિ એમ લાગવાથી પાછી ખેંચવામાં આવી તથા ચોથી તથા પાંચમી માત્ર ભલામણ રૂપે રાખવા ઠરાવ્યું હતું.
ઠરાવ બાવીસમો :- ડે. ભાઈ કાન્તીલાલ માણેકલાલે “ચુંટણી વખતે કોંગ્રેસને જ મત આપો” એવો ઠરાવ રજુ કીધો હતો. જે આ મડળના ધ્યેયથી બહાર હોવાથી આઉટ ઓફ ઓરડર કરાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ બંધારણને ખરડો ચર્ચા માટે રજુ કરવામાં આવ્યો હતો. અને ઘણી ચર્ચા થયા બાદ અને સુધારા વધારા સાથે સર્વાનુમતે પસાર કરી, ખુલ્લી બેઠકમાં રજુ કરવા ઠરાવ્યું હતું.
મિટીંગનું કામકાજ રાતના ચાર વાગે પુરૂ થતાં કમિટી બરખાસ્ત કરવામાં આવી હતી.