________________
વિવેચન વખતે પણ આપે ભવિષ્યના અનિશ્ચિત વખત સુધી મનેજ પ્રમુખ તરીકેનો હોદ્દો સોંપવા માટે લાગણી વ્યકત કરી છે, અને તે રીતે મને વધુ આભારી કર્યો છે. આપણી સંસ્થા કુમળી વયની હેવાના કારણે અને ચુંટણીની પ્રથા ( Election) કરતાં પસંદગીની પ્રથા (Selection) અનુસાર પ્રમુખ નીમાય તે સિદ્ધાંત આપે સ્વીકારી પ્રેસિડેન્ટ માટેની પસંદગી મારા ઉપર ઉતારી, પરંતુ તે સિધ્ધાન્ત સંબંધમાં આપની સાથે હું સંમત થાઉં તે પણ મારા અંગત અભિપ્રાય પ્રમાણે તે પસંદગી મારા એકલાનાજ માટે રિઝર્વ નહિ રાખતાં દરેક વર્ષે આપણી કોમ પૈકીના બીજા લાયક, વિદ્વાન તથા અનુભવી સંગ્રહ માટે રાખવી જોઈતી હતી. મને જરા પણ જાણ કર્યા સિવાય, મારા પ્રત્યેની આપણી લાગણીના ઉભરામાં આપે એકાએક ભર સભામાં મારા માથે આપની પસંદગી બેસાડી દીધી અને તે રીતે મારો અભિપ્રાય જાણવાની પણ તક લીધી નહિ અને તે રીતે આપે મને હા તેમજ ના ન પાડી શકાય તેવી સ્થિતિમાં મુકાયો છે. તે સંજોગોમાં ભારે આપને જણાવવાની જરૂર રહે છે તેમજ મારા હદયના ઊંડાણમાંથી આપને જણાવવાની રજા લઉં છું કે આપની અને આપણું કોમની સેવા આજન્મ પર્યક્ત કરવા માટે હું બંધાએલો છું એટલું જ નહિ પણ જે આપે મારા પ્રત્યે વર્તાવ કર્યો છે તે લાગણી માટે પણ હું આપને વધુ કહેવાની હિંમત કરી શકતો નથી. પરંતુ મારી ઈચ્છા છે કે આપને યોગ્ય લાગે તે વહેલી તકે પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મને મૂકત કરશે, અને તે બહુમાન આપણી જ્ઞાતિના બીજા ડાહ્યા અને લાયક માણસને આપશે.
આ સંમેલનના સંચાલન સંબંધમાં મારો અંગત અભિપ્રાય આપની રૂબરૂ વ્યકત કરવાની તક લઉં છું. સંમેલન શરૂ થયું ત્યારથી આજે પુરૂ થવાનું છે ત્યાં સુધી દરેક વખતે તમામ સભ્યોએ જે આદરતા પુર્વક, વિનય પુર્વક અને ભાવપુર્વક પિતાના મંતવ્યો રજુ કર્યા છે, અને જે શિસ્ત તેઓએ જાળવી છે અને અરસપરસ જે બ્રાતૃભાવ દાખવ્યો છે, તે જોઈ હું મારા હૃદયમાં ઉડે ઉડે અતિ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. અને તે માટે આપ સર્વેને અભિનંદન આપું છું. જે જે વિવેચને થયાં હતાં તે ઘણી ઉંચી કક્ષાનાં હતાં, તેમજ તે આપણું ઉન્નતિની નિશાની રૂપ હતાં હું આશા રાખું છું કે ભવિષ્યના સમેલનોમાં આપ સર્વે તેવીજ કક્ષા જાળવી રાખશો.
સંમેલન ભરવાના હેતુઓ અને તેથી નિપજતા ફાયદાઓ માટે વખતો વખત વિવેચનો થયેલાં છે. ગયું સમેલન પહેલું પગથિયું હતું. અને આ સંમેલન માત્ર બીજુજ પગથિયું છે. છતાં આપ સર્વેએ તેમાં જે રસ લીધો છે, તે જોતાં મારી ખાત્રી થાય છે કે આપણું હેતુઓ આપણે ઘણી સહેલાઈથી પાર પાડી શકીશું. આ સભામાં જે જે વિચારો રજુ થયા છે, તે તે વિચારો અને તેની પાછળની પુર્વ ભૂમિકા તપાસીએ તે, આપને લાગ્યા વગર રહેશે નહિ કે આ વિચારે આપણા સમેલનની અસરમાંથીજ નિપજેલા છે. અને તેજ દેખાડી આપે છે કે આપણે માનસમાં પરિવર્તન શરૂ થયેલું છે. ખરી રીતે માનવીના માનસનું પરિવર્તન થવું તે ઘણી મુશ્કેલ વસ્તુ છે એટલાજ માટે આ પરિવર્તન આપણું સંમેલનની સાચી સિદિધ છે. તેનું મુલ જેટલું આંકીએ તેટલું ઓછું છે. આપણી સામે ઘણું પ્રશ્નો પડેલા છે તે વાત ખરી છે, છતાં તેને આપણે વિચાર કરતા થયા છીએ તે કોઈ ઓછી સિધ્ધિ નથી. એવા ઘણાએ ખંતીલા યુવાનો છે કે જેઓ ખરેખર માને છે કે આપણે ઘણું ઓછું કરી શકયા છીએ અને તે જ તેમની તમન્નાનું પ્રતિબિંબ છે. પરંતુ આપણી પાસેના કાર્યો એટલાં મહાન છે કે જે કે આપણી ગમે તેટલી સિધ્ધિ થઈ હોય છતાં ખંતીલા યુવાનોને તો તે નાની