________________
( ૭૧ ) ગોત્રનાં નામ જે બીજા નંબરના સાધન ઉપરથી લીધાં છે તે નામ દાખલ કર્યા. એ પછી એ ત્રણે એકેડાની સાંકળથી ગુજરાતીમાં સર્વ અર્થસંપત્તિ આવી જાય અને સર્વેના સમજવામાં આવે એવી દષ્ટિએ ગુજરાતી ભાષામાં લખાયેલા અર્થ અને ભાવાર્થ તપાસી જોયા. ને તે સુધાર્યા પણ ખરા. આવી રીતે ભાષાઓનું શુદ્ધ સ્વરૂપ અને તેના સત્ય અર્થની ચેસાઈ માટે અસારધાણ જીગરથી તૈયાર કરી સંશોધનનું કામ સોપાંગ પુરૂં કર્યું.
આ પત્રક વાંચવાથી સાધારણ ભણેલા આસ્તિક સ્ત્રી પુરૂષ ગોત્રનાં નામના સત્ય સ્વરૂપ અને સત્ય અર્થથી માહિતગાર થવાથી એ અરૂચિકર નામને હવે આદરથી ઉચ્ચાર કરશે એ નિર્વિવાદ છે. લેખને થયેલ મુનિ મહારાજ શ્રી સર્વોદય સાપ ની નો આકસ્મિક મેળાપ અને આ આકસ્મિક મદદ એ બને મળવાથી જે આનંદ થયે છે તે અવર્ણનીય છે. મુનિ મહારાજને ભેટે ન થયે હેત તે આ અણઉકેલ પ્રશ્ન જેના ઉપર સેંકડો વર્ષથી અજ્ઞાન પડદો પડી ગયે હતા, તે આટલી સલુકાઈથી ખસેડાત કે કેમ? આ વિષયમાં લેખક જ્ઞાનમાગી હોવાથી શ્રી પરમાભાએજ આ મુનિ મહારાજને મેળાપ અને ભાષા સંશધન કરવાની તેમની તમન્ના તે રીતે બને બક્ષિસ તેણે જ આપી છે. એ પરમાત્માને લેખકનાં હજારે વંદન હેજે. મુનિ મહારાજ આટલી નાની ઉમ્મરમાં આટલી વિદ્યા પ્રાપ્ત કરી છે તેની સાથે નમ્રતાને ગુણ જે સાધુપણાને દીપાવનાર છે તે પણ ઘણા પ્રમાણમાં સંગ્ર હિલે છે. તેઓશ્રીએ લીધેલી સ્ત્રી માટે આભારની લાગણી પ્રદર્શિત કરતાં વચમાંજ પિતે બેલી ઉડયા કે આવું ભાષા સંશોધનનું કામ કરવાની તમે (લેખકે ) તક આપી તે માટે તમને (લેખકને ) ઘણે ધન્યવાદ આપ ઘટે છે. આ સાંભળી હું તાજુની સાથે આવાક રહ્યો. તેઓશ્રીના આવા નિર્માની સાધુપણાને લેખકના પ્રેમપૂર્વક નમન છે.
अस्तु