________________
( ૫ )
ટૂંકી વસ્તી હોવા છતાં મહાજનના શેઠીઆઓની શેહ અને શરમથી આ બે ભાગ પાડવાનું કબુલ કરી આવ્યા. આ વાતને આજ સવા સાતસું વર્ષ થઈ ગયાં છે. એક તદન નજીવા કારણે અને સારા તેજસ્વી પુરૂષનું તેજ સહન કરી ન શકાયાથી મતલબકે તે દ્વેષથી તેમના મંગળકાર્યમાં સાચી જૂડી અફવાઓ વહેતી મૂકી, આ નાના ટુકડા કરી નાંખ્યા. જે કઈ કાળે ભેગા થઈ શકે જ નહીં એવી સ્થિતિ થઈ છે. દાખલા તરિકે પિત્તળની એક સો થાળીઓને જ બે ભાઈઓને સરખે હિસ્સે વેહેંચ હોય તે સરખા વજનની પચાસ પચાસ થાળીઓ જુદી કરી પછી ત્રાજવામાં વજન કરી વત્તાઓછું હોય તે મેળવી આપી વેહેંચી લે તો તે બંને ભાઈઓને અરસ્પરસ તેનો ઉપયોગ કરે હોય તો થાય. પરંતુ અજ્ઞાન અને શ્રેષથી એ એક થાળીઓને કુહાડા વતી ભાંગી તેના કકડા કરી વજનમાં વહેંચાલે તે બેમાંથી એકકેને તે ઉપયોગમાં આવે નહીં. આ વાત હાલના જમાનામાં જેવી અસંભવિત લાગે છે તેવી જ રીતે દશાને વીશાના ભેદમાં પણ તદ્દન અજ્ઞાન અને તેજ દ્વેષ દેખાઈ આવે છે. વસ્તુપાલ નાતે પિોરવાડ વણિક હતા. તેથી તેમની નાતને આ ભાગ પાડવાનું કારણ મળે ને તે કરે તો તે કદાચ ક્ષન્તવ્ય ગણાય પરંતુ આ માતા તુલ્ય નાતની દેહના ટુકડા કરવા માટે આ ડાહી અને ચતુર ગણાતી વણિક વર્ણ હરિફાઈ કરવા માંડી. દરેક વણિક નાતે દશા અને વિશાના ભેદ પાડી દીધા. આજે સવા સાતસે વર્ષથી ચાલે છે. તે એવા રૂઢ થઈ ગયા છે કે એ બે જથા એક કરવાની કલ્પના સરખી પણ કઈ જ્ઞાતિ સેવકના મગજમાં સ્કુર્તિ નથી.
આપણી નીમા વણિક મહાજની નાતના આગેવાને દશા અને વીશા એ બે ભેદથી સંતોષ પામ્યા નથી, પણ એ પેટાદમાં પણ સ્થળના કારણે, ધર્મના કારણે, વિગેરે અનેક કારણોએ પોતપોતાના જથામાં પણ જુદા જુદા સમુહ પાડી બેઠા છે. આથી નાતનું પીઠબળ કમી થતું જાય છે. એટલું જ નહીં પણ નીમા વાણિઓની નાતને કેઈ ઓળખતું પણ નથી. બલકે તે વૈશ્ય નથી પણ શુદ્ર છે, એવી ટકા વસ્તીમાં અને સંપત્રિમાં વધારે સાધન સંપન્ન વણિક નાતેમાંથી સાતમના દેવને લીધે ટીકા કરતા સંભળાય છે. આથી જ્ઞાતિના સમજી પુરૂષોને અત્યંત ખેદ થાય છે. ગુજરાત, વાગડ, માળવા; નિમાડ, કોકણુપટ્ટી (દક્ષિણ) અને મધ્ય હિંદમાં સં- ૨૦૦૨ ના વર્ષમાં દ્રશા નીમા વણિક મહાજનની જ્ઞાતિનાં ચાર હજાર ઘર અને સાડા ચૌદ હજાર મનુષ્યની વસ્તી હતી. હાલ તેમાં વધારો થતો જાય છે. મધ્યપ્રાંતના દશા નીમા જ્ઞાતિએ ત્રિર મારુતિ નેના રિષદનું પ્રથમ અધિવેશન ભર્યા પછી બીજું અધિવેશન સં. ૧૯૯૭ માં એટલે આજથી આઠ વર્ષ ઉપર અમરાદા છલે બાલાઘાટમાં ભર્યું હતું તેમાં ૪૭ ગામના ૨૪૯ પ્રતિનીધિએ હાજર હતા. માળવા પ્રાંત નજીક હોવાથી ઈદેર. અલેદ; વાંસવાડા એ ગામના નીમા વણિક મહાજનના પ્રતિનીધિ ગયા હતા. તેમાં મુખ્ય હેતુ