________________
૩૨૨
ન હતા તેટલા કારણે આ બીજું લગ્ન તેમણે કરેલું પણ વિધિએ કઇ જુદું જ નિર્માણ કીધું હશે. સૌ. વ્હેન ચંપાન્હેનને જ્યારે ચી. ભાઇ બાબુભાઇના જન્મ થયો તેજ સમયમાં તેમનાં પહેલાં પત્નિ સૌ. મ્હેન પરધાનને પણ ભાઈ જયંતિલાલ નામના પુત્ર રત્નના જન્મ થયો. શેઠ શ્રી મણિભાઇને આ એક દીકરી સિવાય બીજુ સંતાન નહિ હાવાથી ચી. ભાઈ બાબુભાઈ તેમની ગાદીએ આવ્યા ત્યારથી તેઓનુ નામ ભાઈ બાબુભાઇ મણિભાઇ તથા તેમના નાનાભાઇનું નામ ભાઇ અજીતભાઈ મણિભાઈ એમ લખાય છે. વ્હેન ચંપાન્હેન તેમની પાછળ એ દીકરા અને બે દીકરીએ મુકી ઘણી નાની ઉમ્મરે ક્ષય રાગનાં ભાગ થઈ પડયાં. વ્હેન ચંપાજ્જૈનના સમયમાં તડકા છાંયડેા ઘણા વેઢા પડયા, પણ તેમણે પેાતાની ખાનદાની અને અક્કલ હેાંશિયારીથી આ બધા સમયના સામના પુરી હિમ્મતથી કીધા. આવી રીતે આ વંશ આજ પણ આપણા લાડીલા બાબુભાઈ શેઠના વડપણ નીચે તે શેઠીઆએના અનહદ ઉપકારવૃત્તિવાળા ગુણાની કદર કરાવી રહ્યું છે, તેઓને દિર્ધાયુ ઇચ્છીએ.
આવી રીતે આજ આપણાં બેઉ શેઠીઆઓનાં ધર ખુલ્લાં છે. તેને આપણી આખી જ્ઞાતિ વડા તરીકે સન્માને છે, એટલુંજ નહિ પણ આખું ગામ આ કુટુંબને માટે મેણુ માન ધરાવે છે.
હવે આપણે આપણા કપડવણજના આપણી જ્ઞાતિની કેટલીક આગળ આવેલી વ્યક્તિઓની વિગત જોઇએ;
પ્રથમ તે આપણે આપણા પાપૂજ્ય ૧૦૦૮ શ્રી આગમાધ્ધારક શ્રી સાગરાનંદસૂરિશ્વરજીને યાદ કરીએ. તેઓએ આખા જૈન જગતને શીલા ઉપર અને ત્રાંબાના પતરાં ઉપર આગમાના ઉધ્ધાર કરાવી ચીરકાળ માટે આગમની સામગ્રી પુરી પાડી છે. વિદ્વતાની પણ તેઓએ ઘણી મેાટી છાપ પાડી છે. તેમના વસ્તાર પણ બહુ હેાળા છે. કપડવણજને તેમણે જૈન જગતને એળખાવ્યું છે.
આવા સમર્થ જ્યોતિર્ધર અમારી જ્ઞાતિમાં હોય તે અમારા ગર્વની વાત છે. તેઓનું સંસારી નામ શ્રી. હેમચંદભાઇ મગનલાલ હતુ તેના જન્મ વિ. સંવત ૧૯૩૧ ના અસાડ વદ ૦)) ના રાજ થયા હતા. તેમનાં માતાનું નામ શ્રીમતિ જમનાબાઈ હતું. તેમના પિતાજીને બે પુત્ર રત્ન હતાં. બીજા ભાઇશ્રી, મણી માઈ હતા. પિતા બહુજ ધર્મિષ્ઠ હતા અને તે પેાતાના વંશ આગળ ન ચાલે તેમ ઇચ્છતા હતા. તેથી તેમણે પોતાના ખેઊ દીકરાઓને પ્રથમ દિક્ષા અપાવી. નાનાભાઇ મણીલાલ તે આપણા પૂજ્ય શ્રી. ૧૦૦૮ મિિવજ્યજી મહારાજ જેઓએ પણ આખી જૈન કામમાં બહુ ખ્યાતી મેળવી છે. આવી રીતે એઊ દીકરાઓને દિક્ષા અપાવી પિતાજીએ પોતે પણ દિક્ષા ગ્રહણ કરી. આ દિક્ષા લેતા પહેલાં તેમને પોતાની બધી મુડી ધાર્મિક કાર્યમાં વાપરવા માટે પારી પાનાચંદ કુખેરદાસને સોંપી; જેએએ આજે ચાલતી જૈન પાઠશાળાના પાયા ભાઈ શ્રી, મગનભાઈની મુડીમાંથી નાખ્યા હતા. આપણા પૂજ્ય શ્રી. ૧૦૦૮ શ્રી. સાગરાનદ સૂરિશ્વરજીએ તેમના લાંબા કાળના દિક્ષા પર્યાયમાં ધણા સંધ કઢાવ્યા છે. એટલું જ નહિ પણ લગભગ પોણાબસે આગમિક, ઔપદેશીક, કમ- ગ્રંથિક અને સાહિત્યક ગ્રંથેનુ સંપાદન કર્યુ છે. અને લગભગ સવા બસેા નવા ગ્રંથાની રચના કરી છે. વળી તેઓએ જૈન તત્વાના ધણા આકરા અને ગુંચવાડા ભરેલા પ્રશ્નોનો એક હાથે ઉકેલ કર્યો છે. તે પાતાનુ નામ ચીરકાળ સ્મરણમાં રહે તેવુ કરી સંવત. ૨૦૦૯ ના વૈશાખ વદ ૫ ને દિવસે ધ્યાનસ્થ થઇ કાળધમતે પામ્યા. તેઓનુ નામ આગમ મંદિરોમાં અને જૈન જનતાના હૃદયમાં હંમેશને માટે કાયમ રહેશે.
ૐ શાંતિ )