Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 373
________________ ૩૧૪ જમીન મળી જાય તેમ ગોઠવણ કરી, ભાઈ વાડીભાઇને સંતોષ થાય તેવી રીતની ભાડા ચિઠ્ઠી કરી આપી અને તે પણ દર વર્ષે રૂ. ૩૦૧ ના ભાડાથી કરી આપી. વાંચક ભાઈઓને એટલું સમજવાની જરૂર છે કે આ જમીન વેચાતી લેવા જાય તે રૂપિયા અડધે લાખથી ઓછું મળે નહિ, અને ટ્રસ્ટ પાસે તેટલા રૂપિયા પિતાનાં પણ ન હતા. વહીવટદારોને અને સ્વ. ભાઈશ્રી ચીમનભાઈને આ કામને સરાડે ચઢાવ્યું તે માટે ભાઈ વાડીભાઈ સર્વ સંધની વતી આભાર માને તે તદન વ્યાજબી છે. જૈન સંઘને આ એક અદવીતીય ધર્મ સ્થાન મળે એ કંઈ નાની સૂની વાત નથી. આ જગા મળ્યા પછી ભાઈ વાડીભાઈના ઉત્સાહમાં વધારે થયે અને તેમણે જે કે પ્લાન વિગેરેમાં થોડો વખત લીધે, પરંતુ તેના ઉપર ઇમારત બાંધવાની શરૂઆત કરી છે અને તે ચાલુ વર્ષ સંવત ૨૦૦૯ ના આશે વદી અમાસ પહેલાં પૂરેપૂરી બંધાઈ જાય તેવો સંભવ પણ છે. આ જ્ઞાન મંદિરની સાથે બે પાઠશાલાઓ જોડવામાં આવી છે. એક બહેને ત્યા સાધ્વીજીઓને માટે ત્યાં બીજી ભાઇઓ ત્થા મુનીરાજેને માટે. પાઠશાળાના બેઉ રૂમ ઉપર એક એક માળ લેવામાં આવ્યું છે. એકમાં ઓફીસ અને બીજામાં અધ્યયન, સંશોધન, લેખન, પાઠન કરવાની સગવડ રાખવામાં આવશે. જ્ઞાનમંદિરનો હોલ લગભગ ૪૨ ૪૨૮’ ફૂટ = ૧૧૬૨ ચો. ફૂટ ક્ષેત્રફળ ન થશે. નીચેથી ૪ ફૂટ ઉપર ત્રણ બાજુ ગેલેરી લેવામાં આવી છે. ગેલેરીની ઉપર ભીંતે લાગીને હાલ તુરત કબાટો ગોઠવવામાં આવશે. જરૂર પડે ભેંય તળીએ બીજા કબાટો ગોઠવી શકાય તે પ્રબંધ કરવામાં પણ આવશે ભાઈ વાડીલાલના પૂર્વના પુણ્યના ઉદયે આ જ્ઞાન મંદિર સાથે, પૂજ્યપાદ્ ૧૦૦૮ શ્રી નવઅંગના ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજીનું પ્રાતઃ સ્મરણીય નામ જોડી “શ્રી અભયદેવસૂરીશ્વરજી જ્ઞાન મંદિર” નામ રાખવા તેમને નિર્ણય કર્યો. શ્રી અભયદેવસૂરીશ્વરનું ખ્યાન આ પુસ્તકના પુષ્ટ ૧૬૭–૧૬૮ માં આપેલું છે. આ પુસ્તકના પાના ૧૫૩ માં જણાવ્યા પ્રમાણે શ્રી પૂજ્યપાદ્ આચાર્ય, આગામોધ્ધારક શ્રી સાગરાનદસુરીશ્વરજીના સંસારી પિતાશ્રી ગાંધી મગનલાલ ભાઈચંદભાઈએ પિતાની સઘળી દૌલત શુભ કામને અંગે ખર્ચવા સુર્પત કરી, જેમાં શેઠ પાનાચંદ કુબેરદાસ વહીવટદાર હતા. સંવત ૧૮૫૦ ના શ્રાવણ સુ. ૭ને દિવસે બનારસ શહેરમાં શ્રી વિજયધર્મસૂરીશ્વર ત્થા શ્રી હેમવિજયસૂરીશ્વરના ઉપદેશથી પાઠશાલા સ્થાપવામાં આવવાની છે તેના સમાચાર સાંભળીને પાનાચંદ ભાઇએ પડવંજમાં રૂપિયા ૧૦૦૧ સંધને આપી, જૈન પાઠશાળાનો પાયો નાખ્યો. આટલી નાની રકમમાં પાઠશાળા લાંબા વખત ન ચાલે તે સ્વભાવીક છે. પ્રવૃત્તિ નરમ પડી ગઈ તે દરમ્યાન અમારા કેમના રક્ષક શેઠ શામળભાઈ નથુભાઈ તરફથી આ પાઠશાળાને ઉતેજન આપી ચાલુ રાખવા માટે દરેક રીતે મદદ કરવામાં આવી, ત્યારથી આ પાઠશાળા સજીવન થઈ તેમજ શ્રી મીઠાભાઈ ગુલાબચંદના ઉપાશ્રયે બેસતા સર્વ ભાઈની મદદથી તેમજ શેઠ મીઠાભાઈ કલાણચંદની પેઢીના વહીવટદારના સહકારથી, તેમજ શેઠ શામળભાઈ નથુભાઈ તરફની મદદથી, આજ દિન સુધી તે પાઠશાળાને અડચણ પડી નથી. પણ મકાનને અભાવ સાલતો હતો. આ જ્ઞાન મંદિરનું મકાન ખુલ્લું મુકાયે તેની પાઠશાળાઓમાં બેસવાનું શરૂ થશે. પરંતુ બંને પાઠશાળાઓ શેઠ મણિભાઈ શામળભાઈના નામથી જ ચાલુ રહેશે. આવી રીતે પાઠશાળાને માટે આજ દિન સુધી મકાનની જે અગવડતા હતી તે હવે રહેશે નહિ. આ પાઠશાળાઓમાં સંસ્કૃત અને અર્ધ માગધીનું શિક્ષણ આપવાને પ્રબંધ થાય તેમજ કલાસીકલ ધાર્મિક શિક્ષણ પણ અપાય એવું ભાઈ વાડીલાલ સર્વ સંધની સહાનુભૂતિ અને મદદ મળે તે કરવા માગે છે. સર્વ સંધની મદદથી મેટાં મોટાં કામ પાર પડે છે તે આતે એક નાનું કામ છે.

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390