________________
સાથે મેળવવામાં આવે અને સમૃધ્ધ કરવામાં આવે તે આપણે ગમે તેવાં મહાન કામ સહેલાઈથી કરી શકીએ, તેમાં મને કોઈ જાતની શંકા નથી. ઈશ્વર કૃપાએ (higher) ઉંચા એજ્યુકેશન અને તે ઊંચું(higher) એજ્યુકેશન કેમને દરેક બાળક લઈ શકે તે માટે પ્રબંધ કરવા માટે, આપણું કેમના સગૃહસ્થને પહેલા જ અધિવેશન વખતે વિચાર આવેલા અને આપણે પહેલામાં પહેલે ઠરાવ પણ આ બાબતમાં સર્વાનુમતે પસાર થયેલ છે. આ સુમેળ ઘણે આવકારદાયક છે. આ ઠરાવ બાબત ગઈ સાલ કેટલીક ગેરસમજ હતી અને તે ઉપર સુધારા રજુ કરવામાં આવ્યા હતા જેનો પ્રધાન સુર એ હતું કે વધારે જરૂર પ્રાથમિક અને ધાર્મિક કેળવણીની છે. આ બાબત મારું માનવું છે કે ગામેગામ સ્થાનિક સંસ્થાઓ છે અને સુંદર સંસ્થાઓ ધાર્મિક કેળવણી આપવાની હાલની પધ્ધતિમાં ફેરફાર કરી શકે તેમ છે અને આમ કરવામાં આવે તે આપણને ઘાર્મિક કેળવણીની ઉણપ લાગશે નહિ. સવાલ આવી સંસ્થાઓના અભાવને નથી પણ તેમાં મૂળભૂત ફેરફાર કરી સંસ્થાને પગભર કરવાનું છે. હું માનું છું કે આ બાબત આપણે સ્થાનિક કે સંમેલન દ્વારા મન ઉપર લઇએ તે હાલની સ્થિતી ઘણું સુધરી જશે અને સારા પાયા ઉપર આવી જશે અને કેઈને ફરીયાદ કરવાનું કારણ રહેશે નહિ. વધારામાં એક બાબત ઉપર ધ્યાન ખેંચું કે ધાર્મિક સંસ્કાર પાડવાની ખરી ભુમીકા તે ઘર છે અને તેમાં વધારે ભાગ સ્ત્રીએ ભજવી શકે છે. વધારામાં આ બાબત દરેક માબાપ જે મન ઉપર લે છે અને અસ્તિત્વ ધરાવતી સ્થાનિક સંસ્થાઓને લાભ બાળક પાસે લેવડાવે તે ધાર્મિક શિક્ષણ ઘણા સારા પાયા ઉપર આવી જશે. સંમેલન મારફતે લેવાના ઉપાય તે જરૂર જાશે અને તેને માટે શકય તેટલું બધું જ કરવામાં આવશે.
પ્રાથમિક કેળવણીની બાબત કહેવાનું કે આપણી કોમ લગભગ મધ્યવત ગામોમાં કે મોટા ગામડામાં વસે છે જ્યાં પ્રાથમિક કેળવણીને લાભ મળી શકે તેમ હોય છે. એટલે તે માટે આપણે કંઈ કરવાનું રહેતું નથી છતાં સેકન્ડરી એજ્યુકેશન (મેટ્રીક પહેલાંની) બાબત કંઇક કરવું જરૂરનું છે. તે ઉપર ધ્યાન ખેંચે તે ખોટું નથી. જ્યારે હાયર એજ્યુકેશન માટે આપણામાં કોઈ પ્રબંધ નથી. એટલેજ લેન સ્કીમના કરાવી અને જરૂરીઆતની પ્રધાનતા ગયા સંમેલને સ્વીકારી છે.
આ તબકકે સ્પષ્ટીકરણ કરૂ કે હું ધાર્મિક કેળવણીનું મહત્વ ઓછું સમજતો કે ઘટાડવા માગતો નથી. અને આપણું સ્વાગત સમિતિના ચેરમેન મુ. ભાઈ છોટાલાલભાઈએ પિતાના ભાષણમાં જે ઉદગાર દર્શાવ્યા છે તેની સાથે હું પુરેપુરે સંમત છું. માત્ર જે વસ્તુ ઉપર ભાર મુકવા માગું છું તે એ છે કે ધાર્મિક કેળવણું તથા પ્રાથમિક કેળવણી માટે આપણી પાસે સંસ્થાઓ સાધન અને કાર્યકરો સાથે કોમના ધાર્મિક જ્ઞાનકુંડ મોજુદ છે, જેમાં આપણી વિચારણું બદલી, યોગ્ય ફેરફાર કરી, પુનઃરચના કરવાની જરૂર છે, જ્યારે સેકન્ડરી અને ઉંચ કેળવણી માટે તે, આપણી પાસે કોઈ પણ પ્રકારનો પ્રબંધ નથી.
. અને એટલા માટે જ મેં આ બાબત મારાથી બની શકે તેટલા દબાણથી આપની આગળ રજુ કરી છે. કોઈ પણ પ્રકારની ગેરસમજ ના થાય માટે ફરીથી જાહેર કરવાની રજા લઉં છું કે ધાર્મિક કેળવણીનું મુલ્ય હું જરા પણ ઓછું આંકવા માગતો નથી.
ગયા અધિવેશનમાં આ માટે લેન-સ્કીમ તરીકે ઓળખાતો ઠરાવ પસાર થએલો પણ તે માટે દિલગીરી સાથે જાહેર કરવું પડે છે કે સારા સંજોગેના અભાવે તેમાં કંઇ પ્રગતિ થઈ શકી નથી. જે માટે વર્કીગ કમિટિએ કેટલીક વાટાઘાટ ચલાવી રૂપરેખા તૈયાર કરવા એક નાની કમિટિ