________________
૨૬૦
ઉપર પ્રમાણે તમામ ઠરાવ સમાપ્ત થયાબાદ, બંધારણ ઘડતી વખતે આ સંસ્થાનું શું નામ રાખવું તે ઉપર સુચના થતાં “શ્રી વિશા નીમા જૈન સંમેલન રાખવા ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે જણાવ્યું હતું. અને આખરી નિર્ણય બંધારણ કમિટી ઉપર છોડવા સુચન કર્યું હતું.
અંતમાં આવતા વરસ માટે સંમેલન ક્યાં ભરવું તે બાબત ચર્ચવામાં આવી અને ગોધરાના પંચ તરફથી શેઠ છોટાલાલ મનસુખભાઈએ આવતી સાલનું સંમેલન ગોધરા મુકામે ભરવાની માગણી કરી જે સર્વે ભાઈઓએ એક મતે વધાવી લીધી હતી.
ત્યાર બાદ ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે શ્રી નેમીજન સેવા મંડળ, “કે જે મંડળે આ સર્વ વ્યવસ્થા પુરેપુરી સમજદારી, કાળજી અને સંભાળપૂર્વક કરી, તેમજ દરેક રીતે વ્યવસ્થા જાળવવામાં જે કુનેહ અને તકેદારી દાખવી હતી તે સદ શું સમજાવી તે સંસ્થાની આદીથી માહિતી આપી” તેનો અને તેની કદરદાન સેવાઓનો આભાર માન્યો હતો.
ત્યારબાદ આ સંમેલનના માનવંતા પ્રેસીડેન્ટ શેઠ બાબુભાઈ મણીભાઇનું ભાષણ શરૂ થયું હતું.
પ્રમુખ શ્રીયુત શેઠ બાબુભાઈ મણિભાઈનું ભાષણ – મુરબ્બીઓ, ડેલીગેટભાઈઓ અને અન્ય ભાઈ-બહેનો
' આપણા પાંચે ગામના સંમેલનના પહેલા અધિવેશન પ્રસંગે મને આજે પ્રમુખ નીમી જે માન આપ્યું છે તથા આખા સંમેલનના સંચાલન દરમ્યાન મારા પ્રત્યે આપ સર્વેએ જે લાગણી દર્શાવી તે બદલ હું આપ સર્વેને આભાર માનું છું. હું જાણું છું કે આપણી નાતમાં વયોવૃદ્ધ, અનુભવી તેમજ આ સ્થાન વધુ દિપાવી શકે તેવા ગૃહસ્થો લેવા છતાં મારી પસંદગી કરી છે. તે પસંદગીનું માન મારા કુટુંબને અપાયેલ છે એમ હું માનું છું અને આપને ખાત્રી આપું છું કે તે મારા કુટુંબની પ્રણાલિકા મુજબ હું કાયમના માટે વર્તીશ, અને મારાથી જે કંઇ સેવા આપણી ન્યાતની બની શકશે તે હું મારા ખરા અંતઃકરણથી કરીશ.
જુની હકીકત જેમ જેમ મળતી જાય છે તેમ તેમ આપણને જણાય છે કે આપણી જાતની ઉત્પત્તી ઘણું જુના વખતની છે જે કે વિગતવાર ઈતિહાસ આપણે શેધ બાકી રહેલે છે; પરંતુ સુરતના દહેરાસરની પ્રતિમાઓ ઉપરના લેખે ઉપરથી આપણી નાત વિર સંવત ૧૧૦૦ એટલે વિક્રમ સંવત ૬૦૦ માં પણ ખરેખર જાહોજહાલી ધરાવતી હતી, તે વાતમાં કંઈપણ શંકાને સ્થાન રહેતું નથી. વળી ખંભાતમાં તાજેતરમાં મળેલ પાર્શ્વનાથ ચરિત્ર કે જેમાં ૧૩,૦૦૦ લેક છે, તેમાં પણ કપડવણજનું રેફરન્સ છે જેમાં અત્રેના શેઠીઆઓની આર્થિક મદદથી તે ગ્રંથ તૈયાર કરવામાં આવ્યા હતા તેવું ખ્યાન છે ઉપરાંત આચાર્ય દેવશ્રી અભયદેવસુરીજીએ સંવત ૧૧૩૬ ની સાલમાં અત્રે કાળ કર્યો હતો તે વખતે પણ કપડવણજને સંધ મેટો હતો, અને પૂર્ણ જાહેરજલાલી જોગવત હત; આ બધા ઉપરથી પણ આપણી જાહેરજલાલી જુની સિદ્ધ થાય છે.