________________
(૩૮) હોય તેમ તેની ગોઠવણ જોતાં જણાઈ આવતું હતું. હાલમાં તે ઉપાશ્રયના સ્થાન ઉપર તદ્દન ન ઉપાશ્રય બંધાવ્યો છે. એટલે જુના મકાનની સાબીતિ આપી શકાતી નથી. વળી તેરમા સૈકાથી સત્તરમા સૈકા સુધીમાં કપડવંજ વિશા નીમા વાણિકામાં જેમને સાધન અને શ્રદ્ધા મળી તેવાઓએ, વિ. સં. ૧૪૮૮ થી વિ. સં. ૧૭૦૦ સુધીના બસેંબાર વર્ષના ગાળામાં કપડવંજમાં અને બહાર ગામે જૈન પ્રતિમાજીનાં બીંબ ભરાવ્યાં ને દેરાસર બંધાવ્યાં તેના લેખ પ્રતિમાજી ઉપરના કતરેલા લેખમાંથી મળી આવે છે. તેનું વર્ણન આ પુસ્તકના ચૌદમા પ્રકરણમાં આપ્યું છે તે જોવાથી ખાત્રી થશે કે તેરમા સૈકા સુધીમાં આવેલા વિશા નીમા વખિ વ્યાપારમાં, સામાજીક ક્ષેત્રમાં, રાજકીય પ્રવૃત્તિમાં અને જૈન સંપ્રદાયના ઉત્કર્ષમાં સારી સ્થીતિમાં હતા.
મોહનપુરના પતન પછી ત્રણ સૈકા બાદ ગુજરાતમાં મુસલમાની સત્તા જામી અને પ્રથમ વિ. સ. ૧૩૫૩ થી ગુજરાતભરમાં હિંદુઓને રંજાડ શરૂ થયે. તે સમયે ઈડરમાં રજપુત રાજા હતા તેમને શેહમાં રાખવા મેહનપુરમાં રહ્યાં સહાં ખંડેર વાળી જગાએ હાલનું મોડાસા સંવત્ ૧૪૪૭ માં વસાવી ત્યાં કીલ્લો બાં. તે સમયમાં આપણું નીમા વણિકે જેઓ કપડવંજ ને ચાંપાનેર આવેલા નહીં પણ નજીકના ગામડામાં વાસ કરેલે તેઓએ આ રક્ષણ મળવાથી મોડાસામાં સ્થાપિત થયા. મોડાસાએ બસે વર્ષ જાહોજલાલી પણ જોગવી. ત્યાં બે ત્રણ સૈક પછી એટલે લગભગ અઢારમી સદીની સરૂઆતમાં નાશ ભાગ થઈ તેમાં આપણું નીમા વણિકોને અમુક જ થાણામેઘરાજ, ડુંગરપુર, મેરી, વાંસવાડા અને માળવામાં ઈદ-ઉજ્જન-ખરણ વિગેરે સ્થળે રફતે રફતે જઈ સ્થીત થયા. આ તરફ એ સમયે ચાંપાનેરની પણ ભાગતી થઈ ત્યાંના વણિકે ગેધરાદાહોદ-ઝાલેદ-દેવગઢબારીઆ, વાડાસીનેર-વીરપુર-કપડવંજ, મહુધા ઈત્યાદિ સ્થળોએ હજરત કરી ગયા. મેડાસા ઉપર છેલ્લામાં છેલ્લે હુમલે દામાજી ગાયકવાડને ઓગણીસમી સદીમાં હતું. તેમણે ગામ લૂટયું–ને બાળ્યું આથી ત્રાસી નીમા વણિકે દક્ષિણમાં કેકણપટ્ટીમાં મહાડ ને રત્નાગીરી તથા સિહ્યાદ્રિ પર્વતના ઘાટ ઓળંગી પુના સતારા જઈને વસ્યા છે. દક્ષિણના કશા અને વિશt એ બને વણિકેના પાંચ સાત પેઢીએ મોડાસાના વણિકે સાથે સગપણ મળી આવે છે. તેઓમાંના કેટલાકનાં ઘરે પણ હતાં. તે હવે ધીમેધીમે વેચાઈ ગયાં છે. આ બધાં વૈષ્ણવ સંપ્રદાયી છે. ને પોતાના કુળદેવ શામળાજીના અનુયાયી છે. કુળદેવી સર્વમંગળા છે. તેમના કુળગુરૂ મોડાસાથી ને ગુજરાતમાંથી ઔદુમ્બર બ્રાહ્મણ જાય છે. તેમની પાસે ગૃહસ્થાશ્રમના કુળધર્મો કરાવે છે ને પિતાના કુળદેવ આમળાજીને શુભ અશુભ અવસરે લેટ મેલાવ્યાં કરે છે. આ પ્રમાણે નીમા