________________
२१८
ઓળખાણ-વિધિ:પ્રમુખશ્રીના ફરમાનથી અત્રે પધારેલા પ્રતિનિધિભાઈઓની ઓળખાણ-વિધિ શરૂ કરવામાં આવતાં:
સ્વાગતુ કમિટીના સભ્યની ઓળખાણ ભાઈ શ્રી. નગીનદાસ દલસુખભાઈએ કરાવી હતી. તેમજ ગેધરાના પ્રતિનિધિઓની ઓળખાણ ભાઈ ગીરધરલાલ હેમચંદભાઈએ કરાવી હતી.
અત્રે જણાવતા આનંદ થાય છે કે ગોધરામાં દાનવીર શેઠ શ્રી. મહાસુખભાઇ વીરચંદભાઇએ એક સાર્વજનીક ડિસ્પેન્સરી તેમજ હોસ્પિટલ ખોલી તેમાં લગભગ પિગે લાખ જેટલી નાદર રકમ ખરચી છે, અને હજુ પણ તેને વધારવાની ઉમેદ સેવે છે. એટલું જ નહિ પણ તેઓશ્રીએ આપણી કામની ગેધરાની સેસાઈટી જે જૈન સાઈટી તરીકે ઓળખાય છે તેની મધ્યમાં એક સુંદર શીખરબંધી દેરાસર બનાવવા માડયું છે જેમાં અત્યાર સુધી અંદાજે રૂ. ૫૦૦૦ ૦) ને ખરચ થઈ ગયે છે. હજી કેટલે આંકડે પહોંચશે તે તો કામ પૂરું થયે સમજાશે. આવા દાનવીર પુરૂષ મેળવવા ગોધરા ભાગ્યશાળી થયું છે તેને અમો બધા તરફથી અભિનંદન આપીએ છીએ.
લુણાવાડા-વિરપુરના પ્રતિનિધિઓની ઓળખાણ શેઠ શ્રી. ભાઈચંદભાઈ જેચંદભાઈ વકીલે કરાવી હતી.
કપડવણજના પ્રતિનિધિઓની ઓળખાણ ભાઈ શ્રી. ગાંધી નગીનદાસ વાડીલાલ વકીલે કરાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ સંમેલનમાં સ્ત્રી પ્રતિનિધિઓ તરીકે સૌ. બહેનમેનાં બહેન વાડીલાલ પારેખ કપડવણજ તરફથી તથા સૌ બહેન લલીતા બહેન મણીલાલ ભણસાલી મહુધા તરફથી આવેલાં છે. તે આ સંમેલનની આંધકતા છે. તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિઓ તરીકે ભાઈ સવાઈલાલ કેશવલાલ શાહ તથા ભાઈ રમણલાલ સોમાભાઈ (જેઓ તાજેતરમાં જ ડોકટરની એમ, બી. બી. એસ. ની પરિક્ષા ઉત્તિર્ણ કરી આવેલા છે, તેમ બે પ્રતિનિધિઓ કપડવણજ તરફથી આવેલા છે. અમારા એક પ્રતિનિધિ ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ છે જેઓએ હમણાંજ, કપડવણજમાં સ્ત્રી કેળવણી માટે રૂ. ૬૦૦૦) જેવી નાદર રકમ, સાર્વજનીક મહિલા વિદ્યાલય ચાલુ કરવા આપી છે. વળી તેને શરૂઆતનાં ચાર વરસ માટે તેમજ પ્રાથમિક ખરચને પહોંચી વળવા માટે તેમનાં ધર્મ પત્નિ સૌ. બ્લેન મેનાબહેન તરફથી રૂ. ૧૫૦૦૦ ) આપી તેને સરવાળો રૂ. ૫૦૦૦) સુધી પહોંચાડે છે. તેમની ઇચ્છા લેન સ્કીમને (જે આપણે તૈયાર કરી રહ્યા છીએ તેને) ટેકે આપવા, તેમજ કપડવણજમાં પાઠશાળા, જ્ઞાનમંદિર અને લાયબ્રેરી વિગેરે સ્થાપવા અને તેવી રીતે એજ્યુકેશનને બધી બાજુથી વેગ આપવા બીજા એક લાખ રૂપિઆ જુદા કાઢયા છે. અમારા પ્રતિનિધિઓમાં ભાઇશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પણ ઘણું આગળ સ્થાન ધરાવે છે. તેઓશ્રીએ અડધે પણ લાખ રૂપીઆ ખરચી, આંબેલની શાસ્વતિ ઓળીનું મહાત્મય સમજી, પૂજય-આચાર્ય શ્રી. આગમો ઘારક સુરિશ્વરજી શ્રી. ૧૦૦૮ શ્રી. સાગરાનંદ સુરિશ્વરજી મહારાજના વડપણ નીચે કપડવણજ મુકામે સંવત ૧૯૮૯ ના ચિત્ર માસમાં એડળી કરાવી હતી. તેમજ કપડવણજમાં સાર્વજનિક દવાખાના માટે એક મોટી નાદર રકમ રૂ. ૬૦૦૦૦) જેવીનું ટ્રસ્ટ કરી, પિતાની આમદાનીનો સઉપયોગ કરી, પોતાના કુળને દિપાવી, પિતાના ભાગીઆઓના નામને હમેશને માટે કાયમ કીધું છે. એટલું જ નહિ પણ જો આ મંડળના સ્થાપક કોઈને પણ ગણીએ તો તે ભાઈ શ્રી. ચીમનલાલ પોતેજ છે, કારણ કે એળી વખતે જ આ મંડળની ખરી ઉત્તપત્તિ થયેલી છે.