________________
બેંધાઈ છે. એકંદર અને સંપ્રદાયની મળી પ૧૭૪ ની વસ્તી થાય છે. જે ચાલીશ વર્ષે ૬૦૦ માણસની વસ્તીને ઘટાડો જણાય છે. આ ' ચાલીશ વર્ષના ગાળામાં બીજી નાતની વસ્તી વધતી ગઈ છે. કંઠી બંધા નીમા વાણિકમાં સેંકડે ૩૪ ટકા વસ્તી વધી ત્યારે શ્રાવક નીમા વાણિઆએમાં ૬૦ ટા ઘટી છે. આ ઘટાડાનાં ત્રણ કારણે હોવાં જોઈએ (૧) કેટલાકેએ મુંબઈ ઇલાકા બહાર સ્થળાંતર કર્યું હોય (૨) કેટલાકએ ધર્માતર કર્યું હોય (૩) ખેડા જીલ્લાના શ્રાવક નીમા વણિકેએ પિતાની જાતનું નામ લખાવવામાં બેપરવાઈ વાપરી પિતાના ધર્મનું નામ એટલે જેને એમ લખાવ્યું હોય તે સમસ્ત જૈનમાં તેમની ગણત્રી વધે ને શ્રાવક નીમા વણિકોમાં તેમની ગણત્રી ઘટે, આમ બનવા યોગ્ય છે. હાલ ગણતાં શ્રાવક નીમા વણિઓની વસ્તી પડવંજ, ગંધરા, મહુધા, વેજલપુર લુણાવાડા વિગેરે મળી લગભગ ૩૭૦૦ ની થાય છે.
આ વસ્તીના આંકડા પૈકી ઈ. સ. ૧૮૭૧ ના આંકડા ગુજરાત સર્વ સંગ્રહ પુસ્તકના ૮૨ પૃષ્ટની ફટનેટ ઉપરથી લીધા છે. ને સને ૧૯૧૧ ની સાલના આંકડા “શ્રીમાળી વાણિઓના જ્ઞાતિભેદ” પુસ્તકના પરિશિષ્ઠમાં પૃષ્ઠ ૨૭૭–૨૭૮-૭૯ એમાંથી લીધા છે. મુંબઈ ઇલાકામાં નીમા વણિક શ્રાવકની વસ્તી ખેડા અને પંચમહાલ તથા રેવાકાડામાં છે. તેમાં પંચમહાલમાં શ્રાવક નીમા વાણિકની વસ્તી પૃષ્ટ ૨૭૯માં ૭૭૧ નેંધાઈ છે. તે સમસ્ત મુંબઈ ઇલાકાની શ્રાવક નીમાં વણિકની વસ્તી ૯૧ માંથી બાદ કરીએ તે માત્ર ૨૨૦ માણસે મહુધા-કપડવંજ અને લુણાવાડામાં થઈને રહે તે બીલકુલ માનવા જેવું નથી. વસ્તીપત્રકના આંકડા ઉપર અવિશ્વાસ રાખવાનું કંઈ કારણ નથી. તેમ આ ચાલીશ વર્ષના ગાળામાં જૈનમાંથી ધમતર કર્યું હોય તે પણ જાણ્યું નથી. તે મક્કમ ઘટાડો માત્ર નાતનું નામ લખાવવામાં બેપરવાઈ વપરાઈ હોઈ તેને આભારી છે.
* પિતાની નાતની તરફ આવી બેપરવાઈ બતાવવાના બનાવ તરફ નાતના આગેવાનો અને શુભેચ્છકોનું ધ્યાન ખેંચવાની જરૂર જણાયાથી આ નગ્ન સત્ય અને આંકડાની હકીકત એકઠી કરવાની મહેનત લીધી છે. ભવિષ્યના વસ્તીપત્રક વખતે નાતનાં ખરેખરાં નામ નેંધાય અને એથી નાતનું ઉજજવળ ભવિષ્ય જાણી જ્ઞાતિબંધુને પ્રોત્સાહન મળે એવું પુન્ય કાર્ય કરવાની સમજુ આગેવાનો અને વડિલે સમજશે તે લેખક પિતાને કૃતાર્થ થયેલ માની સંતોષ અનુભવશે.
इतिश्री शुभंभवतु.