________________
૨૫૦
ઠરાવ અગીઆરો:
મુકનાર:- શા. મણીલાલ લલુભાઈ–ગોધરા.
“આપણી જ્ઞાતિમાં કેટલાક ફરજીઆત જમણના ખર્ચા છે અને જે કેટલાકને ન છૂટકે કરવા પડે છે, તેવા સારા કે નરસા પ્રસંગે માટેના ખરચો બંધ કરાવવા માટે દરેક ગામના પંચને આ સભા ભલામણ કરે છે. વિશેષમાં મરણ પાછળના જમણના ખરચો તથા કોઈપણ જાતના લાગાઓ સદંતર બંધ કરવા આ સભા ભલામણ કરે છે”.
ટેકે - માસ્તર ચુનીલાલ મગનલાલ-ગેધરા. ઠરાવ સરવાનુમતે પસાર થયા હતા.
ત્યારબાદ ઠરાવ નં. ૧) વાળી લેન સ્કીમ સંબંધી થોડી ઘણી ગેરસમજની ગરબડ સાંભળતાં ભાઈ વાડીલાલ મનસુખરામે તેને સ્ફોટ કરી સમજાવ્યું કે આ કંઈ કાઈ એક માણસના જાતીય સતિષની વાત નથી. આને સાર્વજનીક કાર્ય છે, આ ઠરાવ મેં મુક્યો એટલે મારે મારો સંતેષ સાધવાને છે અને એટલાજ માટે હું વધુને વધુ તે ઉપર દબાણ મુક છું તે માનવું પણ અસ્થાને છે. અલબત મેં ઠરાવ મુકે છે. અને તેને ગ્ય પોષણ મલી પાસ થાય તે મારી ઈચ્છા જરૂર હોય અને છે. પણ આ કામ પાર પડે તો તેને ઉપગ તે આપણું કામના બધા માટે સરખે છે. મારી આકાંક્ષા આઠરાવ પાસ થાય અને આપ સર્વે વધાવી લે તે જરૂરજ હોય, પણ આતે આપણું સંમેલનના હાથે થવાના ઘણું કાર્યોમાંનું એક છે, અને તે માટે ગેરસમજ લેવાની જરૂર નથી.
ત્યાર પછી ગોધરાવાળા ભાઈ વાડીલાલ છગનલાલે, આપણું વહવારીક બાબતોમાં રૂઢી ચુસ્તતા ઘણે કેડે ઊંડે ઘુશી ગયેલી છે તે ઉપર સભાનું ધ્યાન ખેંચી શુદ્ધ અને સંસ્કારિક રીતે ધર્મ અને ધર્મકાર્ય કરવાની અપીલ કરી હતી. સાચા અને સંસ્કારિક ધાર્મિક જ્ઞાનની જરૂરીઆત ઉપર ભાર મુક્યો હતો, અને સૌને તે માટે ઉદ્યમ કરવા ભલામણ કરી હતી.
ત્યારબાદ છેલ્લા વકતા તરીકે કપડવણજવાળા શા. મણીલાલ ગીરધરલાલ વકીલે બેલતાં જણાવ્યું હતું કે કેળવણી સર્વવ્યાપક હોવી જોઈએ. છેવટ બેલતાં તેમને આ સંમેલનમાં જે જે ઠરાવો પસાર કરવામાં આવ્યા છે તેની નકલો ગામે ગામ મોકલી આપવાનો ઠરાવ રજુ કર્યો હતો.
ઠરાવ બારમે :
મુકનાર:- વકીલ મણીલાલ ગીરધરલાલ શાહ.
વિશા નીમા જ્ઞાતિના આ પ્રથમ સંમેલનમાં જે જે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે તે તે દરેક ડરની નકલે દરેક ગામના પંચે ઉપર મોકલી આપવા પ્રમુખશ્રીને સત્તા આપવામાં આવે છે.
ટેકે - દેસી કસ્તુરલાલ નગીનદાસ–કપડવણજ, ઠરાવ સરવાનુમતે પસાર થયો હતે.