________________
છતાં ભાઇ કેશવલાલે પુરેપુરી હિમ્મત બતાવી, ભાઈ હિરાલાલે પણ તેમાં સારો જે ટેકો પુર્યો અને આમ તેઓએ જીર્ણોધ્ધારનું કામકાજ પુર ઝપટ ચાલુ કરી દીધું. તાત્કાલીક પૈસા જોઇએ તે ભાઈ કેશવલાલ આપતા ગયા. જો સારી જેવી આવક પ્રતિષ્ઠા વખતે ન થઈ હોત તે ભાઈ કેશવલાલને બીજી સારી એવી રકમ આપવી પડતે, પણ આવા કામમાં હમેશાં સાસનદેવ મદદ જ કરે છે.જેની કોઈને ખબર પડતી નથી, તેમ આમાં પણ બન્યું. જે જે લોકોને કંકોતરીઓ મળી તે બધાજ ઊત્સાહ પૂર્વક ભાગ લેવા સમયસર પધાર્યા અને ઉત્સાહમાં એટલે વધારે થયોકે ધાર્યા કરતાં ઘણી સારી ઉપજ થઈ. આ ઊત્સાહ જોતાં ભાઈ કેશવલાલ પણ ઊત્સાહમાં વધી ગયા અને બીજી સાત આઠ હજાર રૂપીઆ જેટલી રકમ ઘીની બેલી બેલીને આપવા પ્રેરાયા ભાઈ હિરાલાલે પણ સારી એવી રકમ ખરચી. વધારામાં સુરતથી ઝવેરી પ્રેમચંદભાઈ હિરાચંદ ત્યાં પધારેલા તેમને તે એટલો સારો ઉત્સાહ બતાવ્યો કે તેઓએ આપણી આખી જાતને એક બાજુએ રાખી, મોટી રકમ ઊછરામણીમાં બોલી, દેરાસરના ખરચમાં મોટો ફાળો આપ્યો. આ પ્રતિષ્ઠા કરાવવા, સુરિસમ્રાટ તિર્થોધ્ધારક આચાર્ય દેવશ્રી વિજય નેમિ સૂરિશ્વરજીના પટ્ટધર વિધવતરત્ન વયોવૃદ્ધ આચાર્ય શ્રી વિન્યદર્શન સૂરિશ્વરજી પધારેલા અને વિધિવિધાન કરાવવા શ્રી અમદાવાદથી જૈન કેમમાં સુપ્રસિધ્ધ ભાઈ મેહનભાઈ આવ્યા હતા. આમ ચારે તરફથી કોઈપણ અગવડ વિના, બધીજ રીતે સુભમૂહુર્ત અને સુભ દીને, સંવત ૨૦૦૮ ના મહા સુદી ૧૧ના દિવસે સાડા અગિઆર વાગે પ્રભુજી મુળનાયક શ્રી આદિશ્વર ભગવાનને પ્રતિસ્થિત કરવામાં આવ્યા હતા. બધાંજ મૂહુર્તી ઘણી સારી રીતે સચવાયાં હતાં. બેલીમાં લગભગ પાંત્રીસથી ચાલીસ હજારની આવક થઈ હતી. અને બધી રીતે જયજયકાર વર્યો હતો. આ બાજુમાં છાપેલ ચિત્રમાં બતાવેલ છે તે પ્રમાણેનું નવું દેરાસર આવીરીતે આ જીર્ણોધ્ધાર ના પરિણામે ઊભવ્યું. અસ્તુ.
શ્રી ચિંતામણજી પાર્શ્વનાથજીના દેરાસરજીને જીર્ણોધ્ધાર.
સંવત ૧૮૬૫થી આ દેરાસરજીને વહિવટ આજદીન સુધી દોશી સંકરલાલ વીરચંદના હસ્તક છે. આના પહેલાં આ વહિવટ સમસ્ત પંચ તરફથી ચાલતું હતું. તેઓએ જ્યારે આને વહિવટ હાથમાં લીધે ત્યારે તેમને માત્ર રૂા. ૧૩૦૦) મુડી મળેલી, પણ તેઓએ પિતાની બાહોશીથી અને પ્રમાણિકતાથી વિહવટ ચલાવી, તેની પુરાંતમાં આજે એક લાખ ઉપરની મિલકત બતાવી છે. શેઠ સંકરલાલ હાલ મેજુદ છે, તેમની ઊમર આજ એંશી ઉપરની છે, તેઓ પાસેથી જે કંઈ થોડો ઘણો જુને ઇતિહાસ જાણવા મળ્યો છે તે આપતાં આનંદ થાય છે.
આ દેરાસર જ્યાં આવેલું છે તેને શામ-સૈયનું ચકલું આજ પણ કહે છે, કારણ કે ત્યાં પહેલાં મુસલમાની વસ્તી હતી. તે લોકો પાસેથી દેશી જીવણલાલ સુંદરલાલ, શા. રતનજી ગોપાળ, શા. શામલદાસ રંગજી (શંકરલાલ ભૂરાભાઈના વડવાઓ) વિગેરેઓએ એક પછી એક મકાનો લેઈ મુસલમાનની વસ્તી અને તેમનાં ઘરો આઘાં કયાં અને વચ્ચે એક કોટ બંધાવી છુટાં પાડ્યાં. તે દિવાલ આજ પણ મોજુદ છે. આના બીજા પુરાવા તરીકે હાલ જ્યારે આ દેરાસરને જીર્ણોધ્ધાર કરવા માંડયો ત્યારે ખોદતાં લગભગ પંદર સોળ ફુટ ઊંડે ગયા, (ટાંકું બનાવવા આ ખેદકામ થયું હતું), બેદતાં અંદર હાડકાને માટે જ મળે; લાગે છે કે તે સમયમાં મુસલમાને રતા હશે તે લેકે ત્યાંજ હાડકાં દાટી દેતા હશે, અથવા તે હાડકાં નાંખવા માટેને ખાડે આ જગાએ હશે. ગમે તેમ પણ આ જગાએ મુસલમાની વસ્તિ હતી તે પુરવાર થાય છે.