________________
( ૧૪ ) - (૨) વાવ એટલે વાઆિ જાતિ.
જૂના સમયની ચારે વણેમાંની પહેલી પંકતિ બ્રાહ્મણ વર્ણમાંથી ઘણી નાતે થઈ એ આપણે જોયું. બ્રાહ્મણ જ્ઞાતિ પંદરસેં વર્ષ સુધીના ધાર્મિક તથા સામાજીક ઝગડામાં હીંમતભેર અડગ ટકી રહી અને તે ટકાવવામાં તેમના નિયામક અને આગેવાનોનું સઘળું બળ ખર્ચાઈ જતું હતું. પિતાની વર્ણમાંથી કેઈ કાબુ બહાર જતે તે તેને બહિષ્કાર કરવામાં જરાપણ પાછા પડતા નહીં. પરંતુ કાળક્રમે પિતાની વર્ણના જ બ્રાહ્મણોએ આધ્યાત્મિક જ્ઞાન વિસારે પાડી ઐહિક એટલે આ જન્મ સંબંધીના જ્ઞાન ઉપર નજર રાખી. યજ્ઞયાગાદિ ક્રિયામાં વામ માર્ગ ગ્રહણ કર્યો. તેથી બીજી પિતાની સાથે વસનારી ક્ષત્રિય અને વૈશ્ય એ બે - દ્દિન જાતિને તેમની તરફ અણગમો થયે. બ્રાહ્મણોએ આ અણગમો દૂર કરવા
અને પ્રથમનું સંગઠ્ઠન સ્થાપવા સખત મહેનત કરી પણ તેમાં નિષ્ફળ નીવડ્યા. તેથી ધર્મ તથા સમાજમાં પરિવર્તન થયું તે આપણે ગયા પ્રકરણમાં જોયું. તે સમયમાં બૌદ્ધ અને જૈન સંપ્રદાયના અવતારી મહાન સંસ્થાપકે, તેમના ઉપદેશકે, તેમના ભિક્ષુએ, ને સાધુઓ એ બધાએ પ્રજાના મનને સરળતાથી ગમી જાય એવા સીધા સિદ્ધાંતે, તેમાં સત્ય અને અહૂિંસાના ખાસ સૂત્રેથી સમજાવેલા ધર્મને રસથાળ બનાવી પ્રજાને પીરસવા લાગ્યા. ઘણા વખતથી ધર્મની ભૂખથી પીડાતા ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના પુરૂષે બ્રાહ્મણ ધર્મમાંથી ખસી આ સંપ્રદાયમાં દાખલ થયા. તેમની સ્ત્રીઓ કે જેમને અત્યાર સુધી ધર્મક્રિયામાં સ્વતંત્ર ભાગ લેવાનો અધિકાર નહોતો એવી ધર્મભૂખી સ્ત્રીઓ પણ આ સંપ્રદાયમાં દાખલ થઈ ગઈ. ખુદ બ્રાહ્મણ વર્ણમાંથી તેમજ ઉંચી કક્ષાના શુદ્રોમાંથી પણ ઘણા આ નવા સંપ્રદાયના અનુયાયીઓ થયા. આ નવા સંપ્રદાયના નિયામકેએ વટાળ પ્રબંધનાં બંધને ઢીલાં ક્યાં હતાં. જૈન સંપ્રદાયમાં દાખલ થનાર પુરૂષ શ્રાવક અને સ્ત્રી શ્રાવિકા કહેવાયાં અને ત્યાગી હોય તે સાધુ અને સાધવી કહેવાયાં. આ રીતે આ ચાર જથાને ચતુર્વિધ સંઘ સ્થપા. જૈન સંપ્રદાયના નિયામકોએ એટલી દીર્ઘદ્રષ્ટિ રાખી કે શુદ્ર. જેમની સાથે જુના વખતના વર્ણો ભેજન વ્યવહાર કરતા નહિં તેવાઓને પતિમાં લીધા નહિં છતાં અત્યારે સંઘ જમણ (નકારશી) હેય તે તેમને જમણ આપવામાં આવે છે. પણ જમવા બેસવાની સગવડ અલગ રાખવામાં આવે છે. આથી બન્ને પક્ષોને સંતોષ થયા. પ્રથમ પક્ષવાળાને પિતાની જાતિની સુદ્ધતા સચવાઈ અને બીજા પક્ષને પિતાની ધર્મની ભાવના સંતોષાઈ. આથી બને પક્ષે આ નવા સંપ્રદાયમાં ઝપાટા બંધ ઉમંગ ભેર દાખલ થયા. જૈન સંપ્રદાયમાં રસ અને અર્દિતા એ બે સદ્વર્તને મુખ્ય હોવાથી સંઘના સભ્યોને વ્યાપારી સિવાય બીજા એટલે ખેતી કરનાર, તેર ઉછેરનાર, ખાણ ખેદનાર, રંગનું